- રાજકોટમાં યોજાયેલા ‘ઓજસ’ પરિસંવાદમાં ઉઠી માંગ
- રાજયની કુલ વસ્તીમાં પર ટકાનો હિસ્સો ધરાવતા ઓબીસી સમાજના લોકોને જાગૃત કરવા ઓબીસી જન અધિકાર સમિતિ (ઓજસ) નામના સંગઠનની રચના
- ઓબીસી સમાજની વસતી ગુજરાતમાં હાલ કુલ વસતીના 52 % જેટલી છે.
રાજ્ય સરકારે તેમના ક્લ્યાણ માટે નાણાંની પુરતી જોગવાઈ કરવામાં આવેલ નથી કે વિકાસ માટે જરુરી એવી અનામત જગ્યાઓનો વસતિના પ્રમાણ માં લાભ અપાયો નથી. ઓબીસી સમાજના લોકોને જાગૃત કરવા માટે આ ઓબીસી જન અધિકાર સમિતિ એટલે કે “ઓજસ”એક બિનરાજકીય સંગઠન બનાવવામાં આવેલ છે.
ઓબીસી જન અધિકાર સમિતિ એટલે કે ‘ઓજસ’ દેશભરમાં તાત્કાલિક વસતી ગણતરી કરાવી તેમાં તમામ જાતિ આધારિત જણ ગણના કરવામાં આવે અને વહેલામાં વહેલી જાહેર કરવામાં આવે તે માટે જાગરુકત માટે ગુજરાતમાં ઉત્તર ગુજરાત – દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર માં એમ ચાર ઝોન માં ઝોન વાઈઝ જન જાગૃતિ અર્થે પરિસંવાદ – સેમિનારનું આયોજન કરવામાં આવશે. પરિસંવાદમાં અનેક મુદ્દે જાગરુક્તા લાવવાનો અને રાજ્ય સરકાર તથા સક્ષમ કક્ષાએ અવાજ રજૂ કરવામા આવશે.
વસતી ગણતરી વખતે ગુજરાત રાજ્યની ઓ.બી.સી. કક્ષામાં સમાવિષ્ટ થતી તમામ જાતિઓની જાતિવાર વસતીની ગણતરી કરાવવી, અને તેના આંકડા પ્રસિધ્ધ કરવા. આમ થવાથી ગુજરાત રાજ્યમાં વસતા ઓ.બી.સી. માં સમાવિષ્ટ જાતિઓની કુલ વસતી કેટલી છે તેની ખરેખર અધિકૃત માહિતી મળશે.
27 % અનામત આપવાની જોગવાઈ તાત્કાલિક સુધારી વસતિના ધોરણે અનામત આપવા માટેની નિયમોમાં જોગવાઈ કરવી.
ગુજરાત રાજ્યમાં ઓ.બી.સી.ની કુલ વસતિ જો 27 % થી વધુ હોય, તો જેટલી વસતી વધુ છે તેટલી અનામતની બેઠકો વધારવાની રહેશે. ઓ.બી.સી. સમાજને છેલ્લા 30 વર્ષ થી જે અન્યાય થઈ રહ્યો છે તે અન્યાય દૂર કરવા અંગે રજૂઆત કરવાની છે. વર્ષ : 2021-22 માં સામાજીક ન્યાય વિભાગ હસ્તકનાં રાજ્યની 73 % વસતી ધરાવતા એસ.સી., એસ.ટી. અને ઓબીસી માટેનાં સરકારી બોર્ડ કોર્પોરેશ માટે રાજ્ય સરકારે બજેટમાં માત્ર રૂ.89 . 93 કરોડની જોગવાઈ કરેલ છે, જેની સામે ગુજરાત રાજ્યની 10 % વસતી ને લાભ આપતા બિન અનામત આયોગ માટે સરકારે રૂ. 450 કરોડની જોગવાઈ કરેલ છે . આ સંજોગોમાં 73 % વસતી ધરાવતા પછાત વર્ગ કલ્યાણ માટેનાં બોર્ડ કોર્પોરેશનને તે ધોરણ મુજબ જોગવાઈ કરવા રજૂઆત છે.
ઓબીસી જન અધિકાર સમિતિ એટલે કે ‘ઓજસ’ ના મુખ્ય હેતુઓમાં તાત્કાલિક ધોરણે સરકાર જાતિ આધારીત જનગણના કરવામાં આવે . જાતિ જનગણના આધારે ઓબીસીની વસતિ આધારે અનામત જોગવાઈ લાગુ કરવા માટે હાલની અનામત માટેની 50 % ની મર્યાદા દૂર કરવી. જાતિ આધારીત જનગણના ધ્યાને લઈ સરકાર વસતીના ધોરણે બજેટની ફાળવણી કરે તે સુનિશ્વિત કરવું. સરકારની વિવિધ યોજનાઓ, સરકારી બોર્ડ કોર્પોરેશનમાં થતી બજેટ જોગવાઈ તથા ગ્રાંટ ફાળવણીના અન્યાય / ભેદભવ દૂર થાય તે સુનિશ્વિત કરવું .સહકારી સંસ્થાઓમાં એસ.સી. એસ.ટી. ઓ.બી.સી. મહિલા ઓ માટે વસતિના પ્રમાણ માં અનામત જોગવાઈ સુનિશ્વિત કરવી .રાજ્ય સરકાર દ્વારા સમર્પિત આયોગ ( જસ્ટીસ ઝવેરી આયોગ) ના રીપોર્ટ ને જાહેર કરવો, અને રીપોર્ટ દ્વારા કરાયેલ ભલામણોનો સ્વિકાર કરી અમલ કરી સ્થનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનામત લાગુ કરવી.
ભારતના સંવિધાનમાં ખાસ શિડ્યુઅલમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના કલ્યાણ માટે જે જોગવાઈ થઈ છે, તેવી જોગવાઈ અન્ય પછાત વર્ગ માટે નહીં થવાથી અને જે તે રાજ્યોને અન્ય પછાત વર્ગના વિકાસની જવાબદારી સોંપવામાં આવતાં તથા અન્ય પછાત વર્ગ – ઓ.બી.સી. માં સમાવિસ્ટ જાતિઓ નક્કી કરી તેમના ક્લ્યાણ માટે સમયાંતરે કમિશન નિમવામાં આવેલ છે, જે કિંમશનોએ સમયાંતરે રાજ્ય સરકારોને ભલામણો પણ કરેલ છે . પરંતુ અન્ય પછાત વર્ગ એટલેકે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત એવી વિકસીત જાતિઓની જે તે રાજ્યમાં ક્યા વિસ્તારમાં કેટલી વસતી છે ? તેની વિગતો ન હોવાથી આ જાતિઓના વિકાસ માટે અસરકારક પગલાં લઈ શકાતાં નથી . આથી અન્ય પછાત વર્ગોની એક માગ રહી છે કે દેશમાં અન્ય પછાત વર્ગોના લોકોને વિકાસ માટેની તમામ જોગવાઈઓનો લાભ એસ.સી. / એસ. ટી. ધોરણે મળે તે સુનિશ્વિત કરવું .
આ કાર્યક્રમમાં મહેશભાઈ રાજપૂતના કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડા સ્વીકાન્તજી (દિલ્લી), લાલજીભાઈ દેસાઇ, ઋત્વિકભાઈ મકવાણા, વિક્રમભાઈ માંડમ પુંજભાઈ વંશ, રાજેશભાઈ ગોહીલ, તથા ઇંદ્રનીલભાઈ રાજ્યગુરુ રહ્યા હતા.