દેશમાં મહિલાઓની સુરક્ષા હેતુ તમામ પ્રકારના કાયદા બનાવવામાં આવ્યા છે. પરંતુ મહિલાની સુરક્ષના નામ પર, પરિવારો બરબાદ થાય તેવા અનૈતિક અને અસામાજિક અધિકાર સ્ત્રીને આપવામાં આવે છે, જેની કલ્પના પુરૂષોએ ક્યારેય પણ કરી નથી હોતી. જેમ કે- પત્નિની ઈચ્છા વિરુધ્ધ તેને ઘરકામ કરવાનું કહેવું, એ પત્નિને નોકરાણી માનવામાં આવે છે અને તેવો પ્રચાર કરવામાં આવે છે અને તેને પતિ દ્વારા પત્નિને ક્રુરતા કરી તેમ ગણવામાં આવે છે.
સાસુ-સસરાની સેવા કરવી એ વહુની કાનૂની ફરજ નથી.જો લગ્ન બાદ પત્નિ પોતાના પતિના ઘરે રહેવા નથી ઈચ્છતી તો તેને સાસરે રહેવા માટે ફરજ પાડી શકાતી નથી.જો પત્નિ તેના માવતરે રહે છે તો પણ પતિને તેના માટે મકાન ભાડું આપવું પડે છે.જો કઈ પુરૂષ મહીને રૂ.20,000/ કમાય છે તો, માનનીય અદાલત તેને પત્નિ, બાળકો અને માતા-પિતા સહિત બધા માટે જરૂરી આવકનો સ્ત્રોત માને છે. પરંતુ આ જ રકમ રૂ.20,000/- જો પત્નિ મહીને કમાય છે તો, અદાલત તે રકમ રૂ.20,000/- પર સ્ત્રીનો જ અધિકાર માને છે. જયારે પતિને તેની જવાબદારી છે તેવો પાઠ ભણાવી, કમાણી કરતી (સ્વતંત્ર આવક ધરાવતી) સ્ત્રીને પણ ભરણપોષણના નામ પર માનનીય અદાલત પતિ પાસેથી ભરણપોષણની રકમ વસુલ કરી, કમાતી પત્નિને આપે છે. જે ભારતના બંધારણના આર્ટિકલ 14 નું વાયોલેશન છે.
જો પત્નિ સાસરીમાં રહેતી હોય ત્યારે, પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધે છે, તો તે તેનો અધિકાર છે, કારણ કે, માનનીય અદાલતના કહેવા મુજબ પત્નિ એ પતિની જાગીર નથી. અને તેમ છતા પણ પતિએ ભરણપોષણ આપવું પડે છે. શું આ ન્યાયી છે?જો પત્નિ તેના પતિ સાથે નહિ, પરંતુ પ્રેમી સાથે રહેવા ઈચ્છતી હોય તો, તે સ્ત્રીનો અધિકાર છે, અને પતિએ તેની પત્નિ (અને પ્રેમીથી થયેલ બાળકો) ના ભરણપોષણની રકમ પણ ચૂકવવી પડે છે. શું આ ન્યાયી છે?આ કયલફહ ઊડ્ઢજ્ઞિિંશિંજ્ઞક્ષ (લીગલ એક્ષટોર્ષન) સામે હવે દેશના પુરૂષ અધિકાર માટેના સંગઠનો સાથે મળી પત્નિને આજીવન ભરણપોષણ આપવા સામે દેશભરમાં અવાજ બુલંદ કરશે અને પુરૂષોની આ સમસ્યાના સમાધાન હેતુ સરકાર તેમજ અદાલતમાં પોતાની રજૂઆત કરશે. જેથી આપણા સમાજમાં પત્નિ પરાવલંબી નહિ પરંતુ આત્મનિર્ભર બને જે હકીકતમાં મહિલા સશક્તિકરણ કરશે.
મહિલાઓની સાપેક્ષમાં પુરૂષોનું આત્મહત્યાનું પ્રમાણ અઢી ગણાથી પણ વધારે છે. જે પુરૂષના દર્દને સાંભળવા – સમજવા માટે કોઈ તૈયાર નથી. ત્યારે આજે તા.27-08-2022 ના રોજ સમગ્ર ભારત દેશમાં એક રાષ્ટ્રવ્યાપી મહાઅભિયાન હેઠળ તમામ પુરૂષ અધિકાર માટેના સંગઠનો એકત્રિત થઇ, પુરૂષ સામે થઇ રહેલા અત્યાચારના ન્યાય હેતુ આ સમાજની વાસ્તવિકતાને સમાજ, સરકારશ્રી તેમજ માનનીય અદાલત સમક્ષ પુરૂષોની દશા ઉજાગર કરવા અપીલ કરે છે. આ પ્રકારના કોઈપણ ખોટા કેસ બાબતે એસ.આઈ.એફ. વન (સેવ ઇન્ડિયન ફેમિલી)ની રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર- 8882 498 498 પર તેમજ દિપેનભાઈ અટારા, 98253 65959. કેશોદના પાસેથી નિ:શુલ્ક માહિતી મેળવી શકશો.