આજે ‘મિલે સૂર મેરા તુમ્હારા…’ મર્મસભર વકતવ્યથી પૂ.અપૂર્વમુનિ સ્વામી પારિવારિક મૂલ્યોનું અમુલ્ય માર્ગદર્શન પાઠવશે
માનવ ઉત્કર્ષ મહોત્સવના દ્વિતીય દિવસે ઇઅઙજ સંસ્થાના તેજસ્વી અને ઓજસ્વી મોટીવેશનલ સ્પીકર સંત પૂ.અપૂર્વમુનિ સ્વામીએવારસ સાથે વિમર્શ (તમારી સંતતિ તમારી સંપત્તિ)વિષય પર 8:30 થી 11:30 દરમ્યાનએમની રસાળ અને ચોટદાર શૈલીમાંપ્રસંગ, દ્રષ્ટાંત, સંવાદ, પ્રશ્નોત્તરી અને ફોટો-વિડીયોની અદ્દભુત પ્રસ્તુતિ સાથે કથાલાભ આપ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું,મહાભારતના યુદ્ધ બાદ ધૃતરાષ્ટ્ર દૂત સંજયને પ્રશ્ન કરે છે કે મારા લાડકવાયા 100 સંતાનમાંથી કેમ એક પણ દીકરો બચ્યો નહીં? પાંચ પાંડવોનો જય જય કાર થયો ને મારા 100 કૌરવો કેમ અધોગતિને પામ્યા? બોલ સંજય, મારી સાથે કુદરતે કેમ આવો અન્યાય કર્યો? મારી કઈ ભૂલની આ સજા મને મળી? કેળવણીની કેડી ચૂકીને કાંટાળી રસ્તે ચડી ગયેલ પિતાને રાજપંથનું ભાન કરાવતા સંજય કહે છે, મહારાજા! તમે તમારા સંતાનોને સગવડો અને સાનુકૂળતાનું સામ્રાજ્ય આપ્યું પણ સાવધાનીનું શિક્ષણ જ ન આપ્યું. આજ તમારી મોટી ભૂલ છે.
અત્યાર ના વાલીઓ પોતાના સંતાનોને સગવડોને સાચવવાનું સામ્રાજ્ય આપ્યું, પરંતુ સંસ્કારો, સંઘર્ષો અને સમજણોની સાવધાનીનું સામ્રાજ્યઆપવાની જરૂર છે. અંતમાં પૂ.અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું કે, બાળકોને સંસ્કાર અને સદાચારથી શોભતા દેવદૂત બનાવનાર બાળ કેળવણીકાળ પ્રમુખસ્વામી મહારાજ કહેતા,કુંભાર જેમ માટલા ઘડે ત્યારે એક હાથ અંદર રાખી બહારથી ટપલા મારી માટીને આકાર આપે છે તે ઘડાય પણ છે અને ફસકી પડતું પણ નથી.આપ પણ જો આદર્શ વાલી બનવા માંગતા હો તો સ્નેહનો એક હાથ અંદર રાખજો પણ સાવધાનીનો ટપલો બહાર રાખજો. જેમ વધારે પડતું ગળપણ નુકસાન કરે છે, તેમ વધારે પડતું લાડ પણ જરૂર નુકસાન કરે છે.માનવ ઉત્કર્ષના દ્વિતીય દિનેશહેરના અનેક મહાનુભાવો સહિત સેંકડો લોકોએ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં આવીને પોતાના વારસ સાથે વિમર્શની અનેરી પ્રેરણા મેળવી. મહોત્સવનાં તૃતિય દિને પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી, મિલે સૂર મેરા તુમ્હારા મર્મસભર વક્તવ્યથી લાભાન્વિત કરશે. જેમાં વર્તમાન સમયમાં જોવા મળતા પારિવારિક સમસ્યાઓના સમાધાન માટેનું અનેરું માર્ગદર્શન પાઠવશે.
દ્વિતિય દિન વારસ સાથે વિમર્શ કથામૃતના મુખ્ય અંશો
- જન્મદાતા જયારે સંસ્કારપ્રદાતા ન બને ત્યારે સમાજ જ બોલતો રહે છે : વધુ વ્હાલ કરે બાળકને બેહાલ.
- છોડને કેવળ ખેડ, ખાતર, પાણી અને છાયડો આપવાથી જ વિકાસ નથી થતો પણ સમયે સમયે તેને તડકો પણ આપવો પડે છે. જે તડકો ખમી શકે છે, તે જ છાંયડો આપી શકે છે.
- પ્રમુખસ્વામી મહારાજ કહેતા,ચારિત્ર્યવાન બનો અને ચારિત્ર્યવાન સમાજ તૈયાર કરો.
- તમારા સંતાનોને સગવડો આપજો પણ અગવડોમાં અકળાઈ નહીં તેવી તાલીમ પણ જરૂર આપજો.
- કેરીમાંથી ગોટલો કાઢવો સરળ છે પણ ગોટલામાંથી કેરી કાઢવી તે કઠિન છે તેના માટે ખૂબ ધીરજ અને મહેનત જોઈએ.
- જન્મથી કોઈ બાળક સંસ્કારી કે કુસંસ્કારી નથી હોતું, સદાચાર્ય કેદુરાચારી નથી હોતું પણ, ઘરના વાતાવરણ અને ઘરની વ્યકિતઓના વર્તન પર જ ભાવિ પેઢીનો આધાર રહેલો હોય છે.