કોઈપણ વ્યક્તિના પ્રદેશની આગવી ઓળખ તેની ભાષાઓ છે વ્યક્તિ નું વર્ચસ્વ કેવા પ્રકારનું છે તે તેની બોલવાની ભાષા કેવી છે તેના પરથી નક્કી થાય છે. એમાં પણ જ્યારે એ ગુજરાતી હોય છે તેને પોતાની એક અલગ જ ઓળખાણ કરી આવે છે કારણકે ગુજરાતી બોલીમાં મીઠાશ છે વિશેષતા છે તેની માતૃભાષા. માતા માતૃભૂમિ અને માતૃભાષા એ સ્વર્ગ કરતાં પણ મહાન છે કારણ કે માતા જન્મ આપે છે, માતૃભૂમિ આપણને રહેઠાણ આપે છે અને માતૃભાષા આપણી ઓળખ ઉભી કરાવે છે .જેની માતૃભાષા ગુજરાતી છે ને ગૌરવ લેવો જોઈએ કે હું એક ગુજરાતી છું.
આપણી માતૃભાષાની મીઠાશ તો જુઓ ,’ ખારા નમક ને પણ મીઠું કહીએ છીએ’. આ ગુજરાતીઓની આગવી ઓળખાણ છે કે ગુજરાતી ભાષા બોલીએ તો લાગે કે મોતી વેરાયા છે પરંતુ આજે આપણી માતૃભાષા ગુજરાતી ભાષાનું અસ્તિત્વ લુપ્ત થઇ રહ્યું છે. લોકો બીજી બધી ભાષાઓ શીખી લઈને ગુજરાતી ભાષા ને ભૂલતા જાય છે. આ આપણી એ જ માતૃભાષા છે કે જેને આપણા ભારતના મહાન લોકોને આગળ વધવામાં મદદ કરી છે જેમકે ઝવેરચંદ મેઘાણી એ આપણા’ રાષ્ટ્રીય શાયર ‘હતા આપણા ગુજરાતી સાહિત્યને મશહૂર કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે કે જે ની વિશેષતા જ છંદ, અલંકાર, કહેવત અને રૂઢિપ્રયોગ છે .તળપદી બોલી જેની છણાવટ છે અને ગુજરાતી ભાષાની આજે લોકો ભૂલી રહ્યા છે.
આજની શાળા કોલેજોમાં ગુજરાતી બોલી લેશમાત્ર જ બોલવામાં આવે છે અને વિદ્યાર્થીઓને તો બોલવા દેવામાં આવતી જ નથી વિદ્યાર્થીઓને એવી સૂચના આપવામાં આવે છે કે આપણી શાળાઓમાં કે આપણી કૉલેજ માં ફક્ત હિન્દી કે અંગ્રેજી ભાષા બોલશે તો વિદ્યાર્થીને દંડ ફટકારવામાં આવશે. બધી જ ભાષાઓ શીખવી જોઇએ બધી જ ભાષા બોલવી જોઈએ છે .આપણે જે ભાષા થકી જે બોલી થતા આપણે બીજી ભાષાઓની શીખીએ છીએ તેનું અસ્તિત્વ લુપ્ત કરવું ન જોઈએ. આ ગેરપરિણામ એ આવશે કે બાળકો બીજી બધી જ ભાષાઓ શીખશે અને મહત્વ ની ગુજરાતી માતૃભાષા ને ભૂલી જશે. બાળકો ગુજરાતી બોલીને ઓળખશે નહીં તો પછી તેની પાછળ રહેલી સંસ્કૃતિને કેમ ઓળખશે ?
આપણે માનીએ છીએ કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે અંગ્રેજી આપણી આંતરરાષ્ટ્રીય ભાષા છે પરંતુ ગુજરાતી આપણી માતૃભાષા છે. જો આપણે બીજા દેશની સંસ્કૃતિને પણ સ્વીકારતા હોય તો આપણે આપણી ઓળખાણ એવી માતૃભાષા ગુજરાતીને કેમ ભૂલવી જોઈએ. શાળા-કોલેજોમાં શિક્ષણ પદ્ધતિને ફરીથી ચાલુ કરાવી જોઈએ . ગુજરાતી સંસ્કૃતિનું શિક્ષણ બોલી નું મહત્વ વિદ્યાર્થી ને ખબર હશે તો જ યુવાધન સંસ્કૃતિની જાળવણી કરી શકશે અને ગર્વથી કહેશે કે હા હું ગુજરાતી.