- જીવદયાના હિમાયતી અને સગપણ સેવા યજ્ઞ ચલાવતા હેપી મેરેજ બ્યુરોના સફળ સંચાલક હિમાંશુભાઈ ચિનોઇ બાપદાદાની શાખ અને સેવા જાળવી રાખવાનું શ્રેય કુદરતની કૃપાને આપે છે
- જન્માક્ષર અને કુંડળી મેળવવાની ચિવટની જેમ જ ધીરજ અને ઉંડાણપૂર્વકની તપાસ કરીને કરેલું સગપણ તૂટતું નથી: હિમાંશુભાઇની જન્મદિવસે
રાજકોટ ન્યૂઝ : હેપી મેરેજ બ્યુરોની 55 વર્ષની અવિરત સગપણ કરાવવાની સેવા એ દુનિયામાં ઉભી કરી આગવી શાખ. વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતીય લોકતંત્ર ની ચોથી જાગીર ગણાતા અખબાર માધ્યમ માત્ર ઘટનાક્રમ આધારિત સમાચારો પૂરતું મર્યાદિત નથી અખબારી આલમ અને માધ્યમો સમાજ માટે પ્રેરક સકારાત્મક ઉર્જા ના સંચય કરવાની જવાબદારી પણ નિભાવે છે ત્યારે અબતક દૈનિક દ્વારા લોકપ્રિય કોલમ “વિશેષ” ના માધ્યમથી દરેક એપિસોડમાં સમાજ ના એવા વ્યક્તિત્વ સાથે વાચકોને રૂબરૂ કરાવે છે જેનું વ્યક્તિત્વ સમાજ માટે ઉપયોગી અને પ્રેરક હોય આજે ચર્ચા ના વિશેષ શૃંખલામાં જીવદયા પ્રેમી અને ઉંમરલાયક દીકરા દીકરીઓ ને “પાર” પાડવાનું ભગીરથ કાર્ય કરી રહેલા હિમાંશુભાઈ ચિનોય સાથેની રૂબરૂ મુલાકાત પ્રસ્તુત કરવામાં આવી છે…
જીવ દયા ની પ્રવૃત્તિ સાથે સાથે “હેપ્પી મેરેજ બ્યુરો” ના માધ્યમથી સમાજની વિશિષ્ટ અને ખૂબ જ આવશ્યક સેવા કરનાર હિમાંશુભાઈ ચિનોઇ તેમના જન્મદિવસે અબતકના આંગણે આગમન ને લઈ અબતક પરિવારે “સતાયુભવ” સાથે સફળ જીવન ની શુભકામના સાથે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
પ્રશ્ર્ન: તમારા કરેલા સગપણમાં એક પણ છૂટાછેડા થયા નથી શું કહેવાનું છે?
હિમાંશુભાઈ ચિનોઇ: કુદરતના આશીર્વાદ ગણો કે અમારા “ચીકણાવેળા” અમે સગપણમાં ઉતાવળ કરતા નથી . બધું જોઈ દેખાડી. કહી સમજણપૂર્વક કરીએ છીએ એટલે છુટા થવાનો વારો આવતો નથી
પ્રશ્ર્ન: હિમાંશુભાઈ ચિનોઇ 40 વર્ષની જીવ દયા અને મેરેજ બ્યુરો ના માધ્યમથી સમાજ સેવાની સફર નો તમારો અનુભવ કેવો રહ્યો?
હિમાંશુભાઈ ચિનોઇ: મારી સેવાની શરૂઆત 1969 માં થઈ મારા પિતા દ્વારા શરૂ કરવામાં આવેલા નિશુલ્ક ધોરણે જૈન જ્ઞાતિનું મેરેજ બ્યુરો ચલાવતા હતા તેમણે 1984 સુધી અવિરત સેવા આપી હતી ;પોતાના વ્યવસાય માંથી રોજની બે ત્રણ કલાક આ સેવા પાછળ આપતા હતા .
મારા દાદા જાણીતા બેરિસ્ટર હતા પરિવારની ખૂબ જ સારી શાખ હતી વળી સગપણ નું કામ મીડિયેટર વગર શક્ય ન હોય મારા પિતાએ મીડિયેટર તરીકે રહીને અસંખ્ય સગપણ કરાવ્યા હતા મારા પિતાના અવસાન પછી 1984 માં મેં સગપણના કાર્યની સેવા શરૂ કરી આજે 2024 સુધી મેં અવિરત નિરંતર પણે હેપી મેરેજ બ્યુરો ના માધ્યમથી સમાજની સેવા જારી રાખી છે, હવે હેપી મેરેજ બ્યુરો ને માત્ર જૈન સમાજ પૂરતું જ નહીં પરંતુ સર્વ જ્ઞાતિ સેવાનું માધ્યમ બનાવ્યું છે
પ્રશ્ર્ન: આજના સમયમાં સગપણ સંબંધના બદલાયેલા ટ્રેન્ડ વચ્ચે મેરેજ બ્યુરો નું શું મહત્વ છે;
હિમાંશુભાઈ ચિનોઇ:અગાઉ દીકરા દીકરીઓનું સગપણ અમુક સમાજ માટે જ અઘરું હતું હવે શિક્ષણ એટલું બધું વધી ગયું છે કે દરેક જ્ઞાતિમાં યોગ્ય પાત્ર ની શોધ અને સગપણ નું કામ દિવસે દિવસે અઘરું થતું જાય છે .અને હવે દરેક પરિવાર માટે સગપણ એક સમસ્યા બની ગઈ છે
પ્રશ્ર્ન: સગપણ નું કામ વડીલો કરતા હવે જાણે કે આ પ્રવૃત્તિમાંથી વડીલત્વ લુપ્ત થઈ ગયું છે ત્યારે મેરેજ બ્યુરોની જવાબદારી શું છે?
હિમાંશુભાઈ ચિનોઇ: જમાનો બદલાયો છે, સગપણ માં હવે વડીલોના બદલે યુવાવર્ગ સક્રિય છે,દીકરા દીકરીઓ પાત્ર શોધે છે ,અને નક્કી કરે છે કે ક્યાં લગ્ન કરવા ?એટલે સગપણમાંથી વડીલત્વ લુપ્ત થઈ ગયું છે.
યુવા વર્ગ અભ્યાસ, હાઠી, કાઠી રૂપ રંગ કુળ પરિવાર શોખ જેવી બાબતો યુવાવર્ગ જોઈને સગપણ નક્કી કરે છે એટલે મેરેજ બ્યુરો અને મીડિયેટર નું ખૂબ જ મહત્વ વધ્યું છે પાત્ર ને અવલોકન અને સાચી વાત, સ્થિતિ જોવામાં મેરેજ બ્યુરો મદદરૂપ થાય છે આ મેરેજ બ્યુરો નું મહત્વ વધ્યું છે
પ્રશ્ર્ન: સગપણમાં મેરેજ બ્યુરો નો ખરેખર રોલ શું?
હિમાંશુભાઈ ચિનોઇ: આધુનિક ડિજિટલ યુગમાં ઉંમરલાયક પાત્રોની વિગતો નો ખજાનો ઉપલબ્ધ છે પરંતુ હવે માહિતી ના મહાસાગર વચ્ચે મીડિયેટર ની જરૂરિયાત ઊભી થઈ છે . મીડિયેટર થી સગપણ નું કામ સરળ બને છે સગાઈ ભાંગતૂટની વધતી સમસ્યા વચ્ચે સમજદાર મીડિયેટર ના કારણે થયેલા સગપણ તૂટવાનું પ્રમાણ ઘટે છે.
પ્રશ્ર્ન: 1970 થી મેરેજ બ્યુરો ની અવિરત સેવા કેવી રીતે જાળવી રાખી?
હિમાંશુભાઈ ચિનોઇ: હેપી મેરેજ બ્યુરો ની વાત કરીએ તો અમારું આ મેરેજ બ્યુરો વિશ્વ કક્ષાએ સૌથી જૂનું મેરેજ બ્યુરો બની રહ્યું છે. મેરેજ બ્યુરો ની પ્રોફાઈલ સર્ચ કરવામાં આવતા સૌથી જૂનું મેરેજ બ્યુરો નું સંચાલન રાજકોટમાં થાય છે સમાજસેવા અને પારકાનું ભલું કરવાની ભાવનાથી કરવામાં આવતી પ્રવૃત્તિ થકી અમે ટક્યા છીએ 55 વર્ષથી ચાલતું હોય એવું હેપી મેરેજ બ્યુરો વિશ્વનું પ્રથમ મેરેજ બ્યુરો બન્યું છે
પ્રશ્ર્ન: મેરેજ બ્યુરોના સંચાલનમાં મીડિયેટર ની ભૂમિકા શું હોય?
હિમાંશુભાઈ ચિનોઇ:સંતાનો નું સગપણ એ ખૂબ જ લાંબી અને સમજદારી પૂર્વકની સામાજિક પ્રક્રિયા છે મેરેજ બ્યુરો માહિતી આધારે બે પરિવારોને મેળવે છે પછી મીડિયેટર નું કામ શરૂ થાય છે, અરસ-પરસ ની વિગતો કવેરી ખુલાસાઓ અને વેવાઈ બન્યા પછી કેટલીક વાતો ન પૂછી શકાય તેવી તમામ બાબતો સમજદાર મીડિયેટર ઉકેલી શકે છે અને સગપણ કરવું કે નહીં તેની સચોટ સલાહ મળે છે, એટલે સગપણમાં મેરેજ બ્યુરોની સાખ સાથે સાથે મીડીએટર નું ખૂબ જ મહત્વ હોય છે
પ્રશ્ર્ન; દીકરા દીકરીઓને પ્રપોઝલ કેવી રીતે મોકલો છો? શું છે પ્રક્રિયા તમારા મેરેજ બ્યુરો ની?
હિમાંશુભાઈ ચિનોઇ: આજના યુગમાં મોબાઈલ આમ જુઓ તો આશીર્વાદ છે અને બીજી રીતે જુઓ તો અભિશાપ પણ છે પણ અમને આ ટેકનોલોજી ખૂબ જ મદદરૂપ થાય છે ,અગાઉ અમે પોસ્ટકાર્ડ લખીને પાત્રને જાણ કરતા ત્યારે લાંબો સમય વીતી જતો હવે.. તો આંખના પલકારામાં એકા બીજાની વિગતો અને માહિતી પહોંચી જાય છે, લોકોને ખૂબ જ વિકલ્પ મળે છે પસંદગીનો અમે યોગ્ય પાત્રને પરસ્પર મેળવવાનું કામ કરીએ છીએ
પ્રશ્ર્ન: સગપણમાં વિશ્વાસનીયતા મહત્વની હોય છે ત્યારે મેરેજ બ્યુરોના સંચાલનમાં તમે વિશ્વસનીયતા કેવી રીતે જાળવો છો?
હિમાંશુભાઈ ચિનોઇ: ઇંગ્લેન્ડના એક પરિવારે દીકરીના સગપણ માટે અમારો સંપર્ક કર્યો ત્યારે મેં પૂછ્યું કે તમે અમને કેમ ઓળખો છો? અને દીકરીના બાયોડેટા મોકલી દીધા તેમણે કહ્યું કે હું તમને લાંબો સમયથી જાણું છું તમે 1970થી આ સેવા કરો છો. આટલા લાંબા સમયથી તમારું કામ હોય તો કંઈક કહેવાપણું ન હોય . એટલે અમારી લાંબા સમયની સેવાની સફરથી અમે વિશ્વસનીયતા મેળવી શકીએ છીએ
પ્રશ્ર્ન: અંગત પ્રશ્ન પૂછું હિમાંશુભાઈ ની શરૂઆત મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ના ઉત્પાદન ઉદ્યોગપતિથી થઈ અને પછી મેરેજ બ્યુરોમાં સફળતા મળી ..શું કેવું છે?
હિમાંશુભાઈ ચિનોઇ: શરૂઆતમાં મેં રાજકોટના એક તબીબ મિત્ર સાથે મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ બનાવવાનું શરૂ કર્યું મને આ ઉત્પાદનનું યુનિવર્સિટીમાંથી મને એવોર્ડ પણ મળ્યો અમે મશીન બનાવ્યું એવું બજારમાં વેચાતું જાપાન નું મશીન 1500000 માં આવતું અમે દોઢ લાખ માં બનાવ્યું દેશની અનેક નામાંકિત હોસ્પિટલમાં અમે મશીન આપ્યા હતા આ મારી લાઈન મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાની ગણાય પણ પિતાના મિત્રોએ મને મેરેજ બ્યુરો ચાલુ રાખવા નો આગ્રહ કર્યો અને ફરજ પાડી પછી ધીરે ધીરે બધા બિઝનેસ સાઈડ કરીને મેરેજ બ્યુરો પર ધ્યાન આપ્યું અત્યારે મારું કામ ઓન્લી મેરેજ બ્યુરોનું જ છે
પ્રશ્ર્ન :મેરેજ બ્યુરો ની સફરમાં કોઈ યાદગાર પ્રસંગ?
હિમાંશુભાઈ ચિનોઇ: જુનાગઢ જિલ્લામાંથી એક પરિવાર 1986 માં આવેલ ઘરના વડીલને હૃદય રોગની લા ઇલાજ ગંભીર બીમારી નો પ્રોબ્લેમ હતો , રાજકોટના ફિઝિશિયન એ કહ્યું કે તેમના બાબાનું સગપણ થઈ જશે તો તબિયત સુધરશે …તેમની કોઈ દવા નથી . આ પરિવાર 11 વાગ્યે મારી પાસે આવ્યું. 12:00 વાગે રજીસ્ટર કરાવ્યું 1 થી 3 વચ્ચે મીટીંગો ગોઠવાઈ 3:00 વાગે સગપણનું નક્કી કર્યું 4:30 /5:00 વાગે સગપણ થયું અને બંને મુરતીયા 6 થી 9મા પિક્ચરમાં ગયા આ એક જ દિવસની યાદગાર કહી શકાય તેવી સફળ સગાઈ મને આજે પણ યાદ છે અને આજ દંપતીના દીકરાનું સગપણ કરવા માટે અમને બાયોડેટા મળ્યો છે આવા યાદગાર પ્રસંગો છે પણ બધા સુખદ છે
પ્રશ્ર્ન: એરેન્જ મેરેજમાં મેરેજ બ્યુરો ની શું ભૂમિકા હોય?
હિમાંશુભાઈ ચિનોઇ: એરેન્જ મેરેજમાં બધું જોઈને કરવાનું હોય તેમાં મેરેજ બ્યુરો અને સારા મધ્યસ્થી ઘણા ઉપયોગી થાય
પ્રશ્ર્ન સગપણ કરવા માટે તમારે કયા પરિબળ ધ્યાનમાં લેવાના હોય છે?
હિમાંશુભાઈ ચિનોઇ: સગપણ કરાવવામાં અમારી ઘણા પરિબળો જોવાના હોય છે દીકરા દીકરીને વ્યસનથી લઈ કોઈ બીમારી નથી ને? રૂપ રંગ અને શોખ તો દેખાય પણ ન દેખાતી વાતો પણ અમારી ધ્યાનમાં લેવાની હોય છે .. ઘરની પરિસ્થિતિ ,પરિવાર ના અણબનાવ જેવા પરિબળો અમે પરિવારને ધ્યાને મૂકીએ છીએ કે જેનાથી પાછળથી પસ્તાવાનો વારો ન આવે આ મેરેજ બ્યુરોની જવાબદારી આવે
પ્રશ્ર્ન; હિમાંશુભાઈ ચિનોઇ:પાસેથી લોકો શું અપેક્ષા રાખેછે?
હિમાંશુભાઈ ચિનોઇ: મારા પાસે લોકો યોગ્ય પાત્રની અપેક્ષા રાખે છે ડોક્ટરને ડોક્ટર એન્જિનિયરને એન્જિનિયર શ્રીમંતને શ્રીમંત આમ પાત્રને યોગ્ય પાત્રની અપેક્ષા અમારી પાસે રોગો રાખે છે
પ્રશ્ર્ન મેરેજ બ્યુરોના કામ ની સેવા ને તમે કઈ રીતે મુલવો છો?
હિમાંશુભાઈ ચિનોઇ: નાના અને ગરીબ પરિવારને સારું પાત્ર આપવામાં નિમિત બનીએ તો આશીર્વાદ મળે . શ્રીમંત લોકોને પણ યોગ્ય પાત્ર અપાવી દેવાથી બંને કુટુંબોને જીવનભરનું સુખ મળે છે. આમ મેરેજ બ્યુરોમાં સારા સગપણ કરાવવાથી ખરેખર સેવા ના ભાવ નો સંતોષ થાય છે
પ્રશ્ર્ન: જ્ઞાતિના પરિચય મેળા વિશે તમારું શું કહેવાનું છે?
હિમાંશુભાઈ ચિનોઇ: જ્ઞાતિના પરિચય મેળાથી સગપણ કરવા માટે નો સમય અને શક્તિનો બચાવ થાય છે. આ મેળાવડા સફળ રહે તો સમાજ માટે આશીર્વાદરૂપ ગણાય મેળાઓનામાં પણ મારો રેકોર્ડ છે મેં અત્યાર સુધીમાં 19 સામૂહિક વેવિશાળ મેળા કર્યા છે, આ પણ મારો રેકોર્ડ છે જે કોઈ બ્રેક નથી કરી શક્યું ,15 જેટલી પરિચય પુસ્તિકા પણ બહાર પાડી છે
પ્રશ્ર્ન: સમાજસેવાની સાથે જીવદયા નો તમારો ભેખ કેવો રહ્યો?
હિમાંશુભાઈ ચિનોઇ: હું જન્મે જૈન છું મારા કુળદેવી જીવ દયા છે. મારા પત્નીના જન્મદિવસે મેં એમને પૂછ્યું કે તને સોના ,ચાંદી ,હીરાના દાગીના શું લઈ દવ ?તો તેમણે કહ્યું કે મારે કતલખાને જતા જીવ છોડાવવા છે ત્યારે અમે 15 જીવ છોડાવ્યા હતા અમે વારંવાર બકરા ઘેટા અને હજારોની સંખ્યામાં મુરઘાઓને છોડાવીએ છીએ હું મિત્રોને પણ જન્મદિવસની ઉજવણીમાં જીવ છોડાવવાના આગ્રહ સાથે હિમાયત કરું છું અને અમે અત્યાર સુધીમાં ઘણા જીવ છોડાવ્યા છે. . હું જીવ દયા પ્રેમી તરીકે દરેકને અપીલ કરું છું કે જન્મદિવસમાં આનંદ કરો પણ 300 /500 કે 1000 રૂપિયા વાપરીને જન્મ દિવસે ઓછામાં ઓછું એક જીવ છોડાવવું જોઈએ આ પુણ્યનું ભાતું બાંધીને દરેક જન્મદિવસ યાદગાર બનાવવું જોઈએ
પ્રશ્ર્ન: દીકરા દીકરીના સગપણ માટે તમારું સમાજને શું સંદેશો છે?
હિમાંશુભાઈ ચિનોઇ: ખાસ મારે કહેવાનું કે અત્યારે જન્માક્ષર અને કુંડળી મેળવવાનું ખૂબ વધી ગયું છે પરંતુ મારો આગ્રહ છે કે ઊંડાણપૂર્વકની તપાસ કરીને દીકરા દીકરીઓનું સગપણ કરવું જોઈએ.