જૈન આચાર્ય લોકેશજીએ વિયેતનામ દૂતવાસના નવા ભવનના શુભારંભ પર ભગવાન મહાવીરની વાણીનું સંગાન કર્યું
દિલ્લીમાં વિયતનામ દૂતાવાસના નવા ભવનનાં શુભારંભનાં અવસર પર જૈન આચાર્ય લોકેશજી, હિંદુ ધર્મથી કાલકા મંદિરનાં મહંત સુરેન્દ્રનાથ અવધૂતજી, શીખ ધર્મનાં ગ્રંથિ જોગીન્દર સિંહજી સહિત ધર્મગુરુ, પ્રશાસનિક અધિકારી, સમાજસેવી, શિક્ષાવિદ, સાહિત્યકાર, પત્રકાર, ઉદ્યોગપતિ જેવા મહાનુભાવોએ ભાગ લીધો હતો.
વિશ્ર્વ શાંતિદૂત પ્રખ્યાત જૈનાચાર્ય ડો. લોકેશજીએ વિયતનામ દૂતાવાસનાં નવા ભવન હેતુ રાજદૂત ફાન સાન ચાઉને શુભકામાઓ દેતા જૈન ધર્મનાં નવકાર મહામંત્ર, મંગલપાઠ અને ભગવાન મહાવીર વાણીનું સંગાન કર્યું. આ અવસર પર આચાર્યએ જણાવ્યું કે આ વર્ષ ભારત – વિયતનામ રાજનૈતિક સંબંધોની સ્વર્ણ જયંતી વર્ષ છે અને આ અવસર પર વિયતનામનાં નવા ભવનની શરૂઆત થવી એ ખરેખર આનંદનો વિષય છે. એમણે કહ્યું કે અમને વિયતનામ અને ભારતની પારંપરિક દોસ્તી પર ગર્વ છે અને અમને પૂરો વિશ્ર્વાસ છે કે બંને દેશો વ્યાપક રણનીતિક સાઝેદારી સાથે વિશ્ર્વને હિંસા, આતંક અને ગરીબી મટાડવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવિશું.
પ્રસિદ્ધ કાલકા મંદિર, દિલ્લીના મહંત સુરેન્દ્ર નાથ અવધૂતજી એ હિંદુ ધર્મની માન્યતા અને પરંપરાઓ અનુસાર પવિત્ર મંત્રોનું ઉચ્ચારણ કર્યું તથા વિયતનામ દૂતાવાસનાં નવા ભવનનાં શુભારંભના અવસર પર રાજદૂતોને શુભકામનાઓ આપતા આશા વ્યક્ત કરી કે ભારત – વિયતનામની મૈત્રી સંપૂર્ણ વિશ્ર્વ માટે કલ્યાણકારી સાબિત થશે.
દિલ્લી લાજપત ગુરૂદ્વારાનાં ગ્રંથિ જોગીન્દર સિંહજીએ શીખ ધર્મની માન્યતા અને પરંપરા અનુસાર ગુરુ નાનક દેવજીની વાણી અને ગુરુ ગ્રંથ સાહેબજીના પાઠનું ઉચ્ચારણ કર્યું. એમણે આ અવસર પર સૌને શુભકામનાઓ આપી. પદ્મશ્રી સોમા ઘોષએ મંગલાચરણ પ્રસ્તુત કર્યું.
આ અવસર પર ભારતમાં વિયતનામનાં રાજદૂત ફાન સાન ચાઉ અને દૂતાવાસનાં પદાધિકારીઓએ તમામ ધર્મગુરુઓને પ્રતિક ચિહ્ન ભેટ કરીને સન્માનિત કર્યું તથા દિલ્લી લાયન્સ ક્લબ વેજના પ્રમુખ તથા કાર્યક્રમનાં સમન્યવ્યક ગૌરવ ગુપ્તા સહિત અન્ય તમામ અતિથિઓનું સ્વાગત કર્યું.