‘અંખીયન સંગ અંખીયન લાગી’શીર્ષક હેઠળ

અનેક કલાકારોએ જુના- નવા ગીતો રજુ કર્યા મોટી સંખ્યામાં શહેરીજનોની ઉ૫સ્થિતિ

હેમુ ગઢવી હોલ ખાતે ફેન્ડસ કલબ દ્વારા છ પોલીસ કર્મિઓને પોતાની ફરજ સારી રીતે બજાવવા બદલ તેમજ સારા દેખાવને સન્માનીત કરવા એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અનેક કલાકારો દ્વારા જુના નવા ગીતો રજુ કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમને ‘અંખીયન સંગ અંખીયન લાગી આજ’ ટાઇટલ  આપવામાં આવ્યું હતું. આ તકે ફેન્ડસ કલબના સભ્યો તથા રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.

પ્રવીણસિંહ  કડાળાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફેન્ડસ કલબ દ્વારા શહેરના છ પોલીસકર્મી અને અધિકારીઓનો સન્માન કાર્યક્રમ રખાયો છે. મને ખબર નથી. પરંતુ મારી કોઇ વિશિષ્ટ કામગીરી આ લોકોને નજરે ચડી હશે. વરસદામાં સહાય કરતા કે અપંગ રસ્તો પસાર કરાવતા જોયો હશે માટે સન્માન માટે મને પસંદ કરવામાં આવ્યો છે.

London Eye

ગજેન્દ્રસિંહ રાઠોડએ અબતક સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, હેમુગઢવી  હોલ ખાતે ફેન્ડસ કલબ તરફથી પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું છે જે ઘણી સરાહનીય બાબત કહેવાય, કારણ કે પોલીસ જવાનોનું સન્માન પબ્લીક તરફથી થાય તે મોટી વાત છે. મને બે વખત રાષ્ટ્રપતિ મેડલ મળેલ છે. પરંતુ પબ્લીક તરફથી જે સન્માન થાય છે. તેનાથી અમારા પોલીસ સ્ટાફમાં એવી મેસેજ જાય કે અમારા સારા કામની કદર કરવામાં આવે છે. જેથી હજુ સારા કામ કરવા માટે પોલીસમાં ઉત્સાહ વધે છે.હિતેન્દ્રસિંહ રાણાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ એક સરાહનીય કામ છે આ કાર્યક્રમથી દરેક પોલીસ જવાને પ્રેરણા પ્રોત્સાહન મળશે.

જયપ્રકાશભાઇ પટેલ (સહમંત્રી) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફેન્ડસ કલબ દ્વારા અખીયાં સંગ અખીયાં લાગી શિર્ષક હેઠળ હેમુગઢવી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ જવાનોનું તેમના વિશેષ કાર્ય માટે સન્માન કરવામાં આવ્યું છે. ફેન્ડેસ કલબ છેલ્લા ૧૬ વર્ષથી દર જાન્યુઆરીમાં આ સન્માન કાર્યક્રમ આયોજીત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.