રાજયના શિક્ષણ બોર્ડમાં પ્રતિનિધિઓની સંખ્યામાં ઘટાડો ન કરવા મુખ્યમંત્રીને રજુઆત
રાજયના શિક્ષણમાં સમાજની અને રાષ્ટ્રની જરુરીયાતોનું પ્રતિબિંબ ઝીલાય તે માટે રાજયના શિક્ષણ સાથે જોડાયેલા સવર્ગોનું પ્રતિનિધિત્વ ગુજ. રા. મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગરની સ્થાપના વર્ષ ૧૯૭૨માં થઇ ત્યારથી આવેલ છે.જેથી શાળા સંચાલકો આચાર્ય, માઘ્યમિક, ઉચ્ચતર માઘ્યમિક તથા વહીવટી કર્મચારીઓ અને ઉતર બુનિયાદી શાળાના શિક્ષક અને આચાર્યઓ વગેરે શિક્ષણની ગુણવતાના હેતુસર વિવિધ સંવર્ગોનું પ્રતિનિધિત્વ બોર્ડમાં આપવામાં આવ્યું છે.આ સ્થિતિમાં ગુજ. રા. મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગરમાં જે તે શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ સંવર્ગ વાર પ્રતિનિધિની સંખ્યામાં ઘટાડો કરવાની વાતથી ગુજરાતનું શિક્ષણ જગત આધાત સાથે દુ:ખની લાગણી અનુભવે છે. કારણ કે સમગ્ર રાજયમાં પંચાયતથી લઇ પાર્લામેન્ટ સુધી જન પ્રતિનિધિત્વ વધારવામાં આવે છે પણ ઘટાડવામાં આવતું નથી. જયારે શિક્ષણથી જ ઉજજવળ આવતી કાલ છે તે સત્ય છે આમ ગુજ. રા.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર સંલગ્ન શાળાઓની સંખ્યા ખુબ જ પ્રમાણમાં વધતી જતી હોવાથીઆ વિવિધ સંવર્ગ વાર પ્રતિનિધિત્વમાં વધારો કરવાની જગ્યાએ ઘટાડો કરવા જઇ રહ્યા છે તે ન્યાયપૂર્ણ નથી તેથી હાલનું તમામ સવર્ગનું પ્રતિનિધિત્વ જે છે તે યથાવત રાખવા લાગણી અને માંગણી છે.આમ બોર્ડમાં હાલ પ્રતિનિધિત્વ ઘટાડો કરવા વિધાનસભામાં વિધેયક રજુ કરવામાં આવનાર છે તેનો અમો સખત વિરોધ કરીેએ છીએ અને યથાસ્થિતિ જાળવી રાખવા શૈક્ષણિક સંઘ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.