નવાનગર ગામ ખાતે માથાભારે ગેંગ દ્વારા 25 વર્ષ જૂના ભેંસોની ભથાણમાં ગેરકાયદેસર અપનાનગરની બાજુમાં ક્રિકેટનું મેદાન બનાવીને દબાણ કરેલ છે. તેમજ ભેંસોને સીમમાં જવા માટેના રસ્તા સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલ છે. તેમજ ગાયોની ગૌશાળામાં વોલીબોલનું ગેરકાયદેસર ગ્રાઉન્ડ બનાવવામાં આવેલ છે.
આ તમામ દબાણો તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે તેમજ જે મેદાનનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તે વર્ષો જુની ભેંસોની ભથાણ છે. હકીકતમાં ક્રિકેટનું ગ્રાઉન્ડ તો મેઇન હાઇવેથી દક્ષિણ દિશામાં અને એકતાનગરથી આશાપુરા માતાના મંદિરે જવાના રસ્તે પશ્ર્ચિમ દિશામાં આવેલ છે. જે યોગ્ય કરવા માલધારી વર્ગના 23 સભ્યોએ પાંન્ધ્રો સરપંચ-તલાટીને રજૂઆત કરી છે.