ભાટીયા ગામે રાજાશાહી વખતથી ચાલતુ અને સતત ટ્રાફીકથી ધમધમતુ રેલ્વે ફાટક બંધ કરવાના હિલચાલ રેલ્વે વિભાગ દ્રારા કરવામા આવતા કૃષ્ણનગર વિસ્તાર ના અસરે ૧૫૦ થી વધુ લોકો એ ડી.આર. એમ.ને સંબોધી ને ભાટીયા રેલ્વે સ્ટેશન પર જવાબદાર અધિકારી ને લેખિત મા આવેદન આપી વિરોધ દર્શાવ્યો હતો
માનવરહીત ર૬૭ નં નુ આ ફાટક કૃષ્ણનગર વિસ્તારને કાયમી ભાટીયા સાથે જોડતી કળી છે.જેમા ભાટીયામા થી બન્ને સાઈડ આવન જાવન માટે નું મહત્વ નું ફાટક છે કૃષ્ણનગર વિસ્તારની વસ્તી ૪૦૦૦ જેટલી હોય સોય થી લઈ ને સાકાર સુધી ની તમામ પ્રકાર ની ચીજ વસ્તુઓ લેવા માટે તેમજ ધંધા રોજગાર અંતર્ગત ભાટીયા ગ્રામ મા જવા ની ફરજ પડતી હોય છે
સાથે આ માર્ગ રાજાશાહીનો હડમતીયાનો રાજમાર્ગ આવેલ છે જુના સમયમા અહીથી એસટી બસો પસાર થતી હતી.અને બીજા વિસ્તારોના ખેડુતોનો મુખ્ય માર્ગ છે જેમા કેનેડી વાડી વિસ્તાર,ચારણવાડી વિસ્તાર,લોહારવાડી વિસ્તાર,ચગડીયા વાડી વિસ્તાર,અને બાટાર વાડી વિસ્તારનો એક માત્ર રસ્તો છે.આ શીવાય આ ફાટક માર્ગ થી હનુમાન મંદીર,વાછરાડાડા મંદીર,ખોડીયાર મંદીર,ચામુંડા માતા મંદીર તથા સતીઆઈ મંદીર જવાનો એક માત્ર રસ્તો છે.એટલુ જ નહી બન્ને સાઈડ મોટી સ્કુલો આવેલ છે જેમા બાળકો આ જ ફાટકથી અવર જવર કરે છે.
આ અગાઉ પણ આ ફાટક બંધ કરવાના પ્રયત્નો કરવામા આવ્યા હતા પરંતુ અહીયા રેલ્વે વિભાગ દ્રારા સર્વે કરાતા ફાટક બંધ થતુ રોકાવી દેવામા આવ્યુ હતુ. જો કે રેલ્વે વીભાગનુ એવુ કહેવુ છે કે હર્ષદ રોડના ફાટકથી પસાર થઈ શકાય પરંતુ સમગ્ર વસ્તીને આ માટે લાબાં રૂટનો ફેરો ખાવો પડે છે એટલુ જ નહી ચોમાસા દરમ્યાન આ વિસ્તાર પાણી ખુબ ભરાવાના કારણે બે ફાટકો અલગ ઢલગ થઈ જાય છે અને ચોમાસા મા કોઈ પણ સંજોગોમા બીજા ફાટક સુધિ પહોંચી શકાતુ નથી.વળી ક્રેઈન ઈન્ડીઆ તથા સ્કેબલ જેવી કંપનીઓના વાહન વ્યવહારો હર્ષદ પાસેથી હોવાથી તેમજ લાબાં ભોગાતનો સંપુર્ણ વાહન વ્યવહાર ત્યાથી હોવાથી તે સતત વ્યસ્ત ફાટક છે.અને હાલ તે ટ્રાફીક સમસ્યાથી પીડાઈ રહયુ છે.આવા સંજોગોમા આ ફાટક બંધ કરવુ લોક હીતમા નથી.
તેવું લેખિત મા આવેદન કૃષ્ણનગર વિસ્તાર નાં આગેવાન રણછોડભાઈ રાઠોડ ની આગેવાની હેઠળ આપવામાં આવ્યું હતું આ તકે ભાટીયા ના સરપંચ ,ઉપ સરપંચ ,ગ્રામપંચાયત ના સદસ્યો ગામના આગેવાનો સહિત ૧પ૦ જેટલા વ્યકિતઓએ મળી ને લેખિત આવેદન આપી વિરોધ દર્શાવ્યોયો હતો