શિવસેના અને વિહિપ સહિતના સંગઠનોએ કલેકટરને આપ્યું આવેદન
વાંકાનેરના ચંદ્રપુરની સરકારી ખરાબાની જમીન મુસ્લીમ ટ્રસ્ટને ફાળવી દેવાતા વિરોધ ઉઠયો છે. આ ફાળવણીમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરી ફાળવણી રદ કરવા અને સંપૂર્ણ તપાસ કરી કસુરવારો સામે પગલા ભરવા માંગ કરી છે.
વાંકાનેરના લોહાણા મહાજન, સ્વ. હંસગીરી જીવણગીરી ગોસ્વામી ટ્રસ્ટ- વાંકાનેર, ભારતીય કિશાન સંઘ, સમસ્ત હિન્દુ સમાજ વાંકાનેર શિવસેના, વિશ્ર્વ હિન્દુ પરિષદ સહિતની સંસ્થાઓએ મોરબી જીલ્લા કલેકટરને આવેદન આપી મોરબી જીલ્લામાં વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે સરકારી ખરાબાની જમીન સર્વે નંબર 178 પૈકીની જમીન વાંકાનેર તાલુકાના કો. ઓપ. ને જીવ પ્રોસેસીંગ તથા ઓઇલ મીલ બનાવા માટે ફાળવેલ હતી. તે જમીન હઝરત બાલાપીર મોમીન બૈયતુલમાલ ટ્રસ્ટને પાણીના ભાવે બારોબાર મોટા ગજાના મળતીયાના ઇશારે બારોબાર વેચવામાં આવેલ હોય તેની ફરીયાદ કરી છે.
જમીન જે ઉદેશ્યથી કે હેતુથી ફાળવવામાં આવેલ છે તે હેતુ સિઘ્ધ ન થતાં અન્ય ઉપયોગ કે અન્ય હેતુ માટે આનો ઉપયોગ થાય તો ખેડુત હિતમાં નથી તો વહેલામાં વહેલી તરે આ સંંપૂર્ણ પ્રક્રિયા ઉપર રોક લગાવામાં આવે અને કાયદેસરની તપાસ કરી જવાબદારો સામે કાયદેસરના પગલા લેવામાં આવે તેવી માંગણી ઉઠાવવામાં આવી છે.
વાંકાનેરમાં પ્રોસેસિંગને જીન અને ઓઇલ મીલ માટે ફાળવેલી જમીન બૈતુલમાલ ટ્રસ્ટને પાણીના ભાવે વેચી નાખ્યાનો આરોપ સાથે ભારતીય કિશાન સંઘ, લોહાણા મહાજન, સમસ્ત હિન્દુ સમાજ સહિતની વિવિધ સંસ્થાઓએ કલેકટરને આવેદન પત્ર આપી આ જમીન કૌભાંડની તટસ્થ તપાસ કરવાની માંગ ઉઠાવી છે.