યુનિયન પ્રમુખ પી. સી. બોબાણી સહિતના હોદ્દેદારો તથા કર્મચારીઓએ કમિશનરને લેખિત આવેદન પાઠવી રજૂઆત કરી
જામનગર મહાનગર પાલિકામાં ટેકનિકલ યુનિયન દ્વારા અગાઉ જાહેર થયેલા કાર્યક્રમ મુજબ કાળી પટ્ટી બાંધી નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે અને વિવિધ માંગણી સામે લેખિત આવેદનપત્ર મ્યુનિ. કમિશ્નરનસમક્ષ પાઠવવામાં આવ્યું હતું.
આ લેખિત આવેદનમાં જણાવ્યા અનુસાર કોરોનાની કામગીરી સંભાળતા વર્ગ ૧ થી ૪ના કોઈ પણ કાયમી કર્મચારીનું કોરોનામાં મૃત્યુ થાય તેવા સંજોગોમાં સરકારની સહાય નિયમ મુજબ મળવાપાત્ર હોય તેની ફાઈલ તાકીદે કમિશ્નર સમક્ષ મૂકવા અને જરૃરી સૂચના આપવા, ટેકનિકલ બ્રાન્ચનું સેટઅપ ૨૦૧૫ના વર્ષમાં મંજુર થયું છે. જેમાં કાર્યપાલક ઈજનેરની ચાર જગ્યા ખાલી છે. ઈજનેરની ૧૦ જગ્યા, જુનિયર ઈજનેરની ૧૯ જગ્યા, અ.મ.ઈ.ની ૬૪ જગ્યા ખાલી છે. વર્ક આસિસ્ટન્ટની ૫૩ જગ્યા ખાલી છે. છતાં માત્ર કોન્ટ્રાક્ટ બેઈઝથી લાખો કરોડોના કામો કરાવાઈ રહ્યા છે. આથી લાયકાતના ધોરણે બઢતી આપવી જોઈએ. વર્ષ ૨૦૧૮ સુધીનું રોસ્ટર એપ્રુવડ થયું છે.
સો.વે. શાખા, આરોગ્ય, ફાયર શાખામાં સેટઅપમાં અનેક જગ્યા ખાલી છે. જ્યાં પણ લાયકાતના ધોરણે બઢતી આપવી જોઈએ લાંબો સમય સુધી કોન્ટ્રાક્ટ બેઈઝ પાસેથી કામ લઈ શકા નહીં મહાનગર પાલિકાના કર્મચારીઓ ઉપર હુમલા કરવામાં આવે છે. ગેરવર્તૂણક કરવામાં આવે છે. તો એ અંગે સિક્યોરીટી શાખા એ જ ફરિયાદ નોંધાવવી જોઈએ. ભોગ બનનારનું માત્ર નિવેદન નોંધવામાં આવે તે જરૃરી છે.
તા. ર૪-૮-ર૦ર૦ ના સેટઅપ મુજબ ખાલી જગ્યા ભરવા રજૂઆત કરવામાં આવી હતી. છતાં આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી નહીં થતા તા. રપ-૯-ર૦ર૦ થી તા. ર૪-૧૦-ર૦ર૦ સુધી ટેકનિકલ યુનિયનના હોદ્દેદારો-કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી ફરજ બજાવશેજરૃર પડ્યે તા. ર૬-૧૦-ર૦ર૦ થી ૨પ-૧૧-ર૦ર૦ સુધી વર્ક-ટુ-રૃલ્સ અને તા. પ-૧૧-ર૦ર૦ થી ૩૧-૧૧-ર૦ર૦ સુધી પેનડાઉન આંદોલન કરવામાં આવશે.તા. ર૪-૯-ર૦ર૦ ના રોજ સ્ટેન્ડીંગ કમિટીએ પ૭ કર્મચારીઓને રોજમદારો સમાવિષ્ટ કરવા ઠરાવ કર્યો હતો. તેને ઈરાદાપૂર્વક મંજૂરી આપવામાં આવતી નથી. પ૭ માંથી ૩૦ કર્મચારીઓ સાત વર્ષથી ફરજ બજાવે છે. કોરોના કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને વિક્ષેપ પહોંચાડવામાં આવે નહીં તે જરૃરી છે.આસિ. કમિશ્નર (ટેક્સ) તરીકે પૂરતી લાયકાત ધરાવતા મુકેશ વરણવાને યોગ્ય ગણી તે અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો. આમ છતાં તેની અમલવારી કરવામાં આવતી નથી. આથી સત્વરે તેમને ઓર્ડર આપવો જોઈએ.
કોમ્પ્યુટર, સોલીડ વેસ્ટ આરોગ્ય શાખાના કર્મચારીના પગાર ફિકસેશન, ઉચ્ચતર, ઈન્ક્રીમેન્ટમાં બીન જરૃરી વિલંબ કરવામાં આવે છે. તે અંગે પણ જરૃરી સૂચના આપવામાં આવે તે જરૃરી છે.આ આવેદનપત્ર અને વિરોધ પ્રદર્શનમાં ટેકનિકલ યુનિયનના પ્રમુખ પી. સી. બોબાણી, ઉપપ્રમુખ બી.એન. જાની તથા અન્ય હોદ્દેદારો, કર્મચારીઓ જોડાયા હતાં.