બગસરામાં નદી પરા વિસ્તાર માં છેલ્લા ઘણા સમયથી ભારે વાહન નો ત્રાસ વધતા ત્યાંના રહેવાસીઓ દ્વારા અનેકવાર તંત્રની મૌખિક તથા લેખિત રજૂઆતો કરતાં કોઈ પરિણામ ન આવતા થોડાક સમય પહેલા ત્યાં ના રહેવાસીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પીડબલ્યુડી તથા ધારાસભ્ય ને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી છતાં કોઈ પરિણામ ન મળતા ફરી મહિલાઓએ ભારે વાહનને રોકવાનું ચાલુ કર્યું આવેદનપત્રમાં સાત દિવસ નો સમય પણ તંત્રને આપ્યો હતો રાત્રિના સમયે સુતેલા નાના બાળકો આ ભારે વાહન ના ત્રાસ થી ઉઠી જતા હોય જેથી ત્યાંની મહિલાઓ રોષે ભરાઈ અને વાહન રોકવાનું ચાલુ કર્યું હતું ત્યાં નીકળતા તમામ વાહનો ને બાયપાસ થી જવાનું કહ્યું હતું આ બાબતે જો તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા ભારે વાહન બંધ કરવામાં નહીં આવે તો નાછૂટકે રોડ ચક્કાજામ કરવાનું પણ ત્યાંના રહેવાસીઓમાં ગણગણાટ જોવા મળ્યો હતો
Trending
- ડિનરમાં ટ્રાય કરો બટેટા-ટામેટાની કરી, પેટ ભરાશે પણ મન નહિ !!
- યે જવાની હૈ દીવાની ! 30 વર્ષ પહેલા લો ભારતના આ અદ્ભુત સ્થળોની મુલાકાત
- રીંગણના ભર્તા જેટલું જ સ્વાદિષ્ટ છે બટાકાનું ભર્તું, અજમાવો અદ્ભુત સ્વાદ
- Love is in air !! વેડિંગ એનિવર્સરીને ખાસ બનાવવા લો આ સ્થળોની મુલાકાત
- લીલી હળદર શરીર માટે ગુણકારી….
- Gandhidham : રામબાગ હોસ્પિટલમાં વિલંબિત વિકાસવાળા બાળકોને અપાય છે નિઃશુલ્ક સારવાર
- વડસરમાં આવેલ અબડા દાદાની જગ્યાનો જીર્ણોદ્વાર કરાયો
- Yummy !! કેકના ટુકડામાંથી બનાવો કેક પોપ્સ, લોલીપોપ સ્ટાઈલમાં