- આમતો બધા જ ડ્રાઇફ્રૂટ સ્વસ્થ્ય માટે અસરકારક હોય છે. ડ્રાઇફ્રૂટ તમને શક્તિ પૂરી પાડે છે. અંજીરનું સેવન કાયમી ધોરણે કરવાથી શરીર પુષ્ટ બને છે. અંજીરની અંદર અનેક પ્રકારના ફાઈબર, પ્રોટીન, સલ્ફર, પોટેશિયમ આવેલા હોય છે.
ઘણા લોકો નિયમિત રીતે અંજીર સેવન કરતા હોય છે. પરંતુ એમને ખ્યાલ નથી હોતું કૅ અંજીર ખાવાના ફાયદા શું છે.
તો આજે અમે તમને જણાવીશું અંજીરથી થતાં અનેક ફાયદાઓ વિશે…
સુંદરતા :
અંજીરવાળું દૂધ પીવાથી શરીરની કાળાશ તેમજ આંખો આસપાસ થતાં કુંડલા ,ચહેરા પર થતાં ખીલ સામે રાહત મળે છે
તરસ :
વારંવાર પાણીની તરસ માટે પણ અંજીર ફાયદાકારક છે.
ચાંદા :
મોઢામાં થતાં ચાંદા માટે પણ અંજીર ફાયદાકારક છે કાચા અંજીરનું દૂધ ચાંદા પર લગાડતા ચાંદામાં રાહત મેડ છે.
ઉર્જા :
શરીરમાં એનર્જીનો સ્ત્રોત પણ અંજીર પૂરો પડે છે તેને દૂધમાં નાખીને પીવાથી ખૂબ જ એનર્જી આવે છે.
ફેફસા ના રોગ :
ફેફસાના રોગ માટે નિયમિત રીતે અંજીરને ગરમ પાણીમાં ઉકાળીને પીવું જોઈએ.