પ્રજાના રક્ષકની જો વાત કરવામાં આવે તો આપણા મનમાં સૌથી પહેલા પોલીસ જ આવે પણ પોલીસ પ્રજાની રક્ષક છે કે ભક્ષક તેવો સવાલ ઉઠે એવા અહેવાલ સામે આવ્યા છે. લાંચરૂશ્વત વિરોધી બ્યુરો(એસીબી)ના વાર્ષિક અહેવાલ મુજબ રાજ્યભરમાં લાંચ લેવામાં પોલીસતંત્ર અવ્વલ નંબરે છે. વર્ષ 2023માં સૌથી વધુ લાંચ લેતા પોલીસકર્મીઓ અને તેમના મળતીયાઓ જ ઝડપાયાના અહેવાલ સામે આવ્યા છે. આ સાથે જ સૌથી ભ્રષ્ટ વિભાગ તરીકે સતત પાંચમા વર્ષે પોલીસ તંત્ર લાંચ લેવામાં અવ્વલ નંબરે આવ્યું છે.

પોલીસ ખાતા બાદ ગ્રામ્ય વિકાસ વિભાગ લાંચ લેવા મામલે બીજા નંબરે!!

પોલીસ અને કાયદો વ્યવસ્થા શબ્દ સાથે જોડાઈ રહેવા જોઈએ તેના બદલે ગુજરાતમાં પોલીસ અને ભ્રષ્ટાચાર શબ્દ એક બીજાના પર્યાય બની ગયા હોય તેવા ખુદ રાજય સરકારના આંકડાઓ સાક્ષી પુરે છે. 2023માં ફરી એક વખત ગુજરાત પોલીસે ભ્રષ્ટાચારમાં નંબર-વનનું રેકીંગ મેળવ્યું હોય તેવી સ્થિતિ છે.

રાજયમાં એન્ટી કરપ્શન બ્યુરોએ જે રીતે ભ્રષ્ટાચારના કેસમાં છટકા ગોઠવીને રંગે હાથ ઝડપવાના કેસ બન્યા હતા તેમાં ડેટા મુજબ ગૃહમંત્રાલયને આવરી લેતા આ પ્રકારના કેસો 65 પોલીસ કર્મચારીઓ સાથે કુલ 94 લોકો સામે 66 કેસ નોંધાયા હતા તે અને 60 કેસમાં કુલ રૂ.38.07 લાખની રોકડ ઝડપાઈ હતી જયારે પાંચ કેસમાં ‘ડમી’ અને એક કેસમાં પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટ હેઠળ કાર્યવાહી થઈ હતી.

2023માં ગુજરાતમાં એન્ટીકરપ્શન બ્યુરોએ કુલ 205 કેસ નોંધ્યા હતા. 283 લોકોની ધરપકડ કરી હતી અને કુલ રૂ. 1.19 કરોડની લાંચની રકમ ઝડપાઈ હતી. પોલીસ બાદ રાજય સરકારના પંચાયત, ગ્રામીણ હાઉસીંગ અને ગ્રામ્ય વિકાસ વિભાગ લાંચ લેવામાં બીજા નંબરે 2023માં રહ્યા છે. જયારે 37 કેસમાં રૂ. 15.95 લાખની લાંચની રકમ ઝડપાઈ હતી જયારે મહેસુલ વિભાગ ‘સુધરી’ ગયો હોય તેમ 25 કેસમાં ફકત રૂ.15.70 લાખની રકમ હાથ થઈ હતી.

હવે લાંચની કિંમત પણ વધતી જાય છે. જો કે 2021ના કોવિડ કાળમાં પણ પોલીસે લાંચ લેવામાં સોશ્યલ ડિસ્ટન્સની ચિંતા કરી ન હતી અને રૂ.63.81 લાખની લાંચની રકમ ઝડપી હતી. મહિલા વિભાગમાં જે રીતે લાંચના કેસ ઘટયા તે આશ્ચર્યજનક છે. અગાઉના સર્વેમાં મહેસુલ વિભાગ રાજયમાં લાંચ માટે સૌથી વધુ બદનામ હતું.

વર્ષ 2023માં એન્ટીકરપ્શન બ્યુરોએ કુલ 205 કેસ નોંધી 283 લોકોની ધરપકડ કરી

2023માં ગુજરાતમાં એન્ટીકરપ્શન બ્યુરોએ કુલ 205 કેસ નોંધ્યા હતા. 283 લોકોની ધરપકડ કરી હતી અને કુલ રૂ. 1.19 કરોડની લાંચની રકમ ઝડપાઈ હતી. પોલીસ બાદ રાજય સરકારના પંચાયત, ગ્રામીણ હાઉસીંગ અને ગ્રામ્ય વિકાસ વિભાગ લાંચ લેવામાં બીજા નંબરે 2023માં રહ્યા છે. જયારે 37 કેસમાં રૂ. 15.95 લાખની લાંચની રકમ ઝડપાઈ હતી જયારે મહેસુલ વિભાગ ‘સુધરી’ ગયો હોય તેમ 25 કેસમાં ફકત રૂ.15.70 લાખની રકમ હાથ થઈ હતી.

લાંચ પેટે રિકવર કરાયેલી કુલ  1.19 કરોડ પૈકી રૂ. 38 લાખ ફકત પોલીસ ખાતાના લાંચિયા કર્મીઓ પાસેથી કબ્જે કરાઈ

રાજયમાં એન્ટી કરપ્શન બ્યુરોએ જે રીતે ભ્રષ્ટાચારના કેસમાં છટકા ગોઠવીને રંગે હાથ ઝડપવાના કેસ બન્યા હતા. તેમાં ડેટા મુજબ ગૃહમંત્રાલયને આવરી લેતા આ પ્રકારના કેસો 65 પોલીસ કર્મચારીઓ સાથે કુલ 94 લોકો સામે 66 કેસ નોંધાયા હતા તે અને 60 કેસમાં કુલ રૂ.38.07 લાખની રોકડ ઝડપાઈ હતી જયારે પાંચ કેસમાં ‘ડમી’ અને એક કેસમાં પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટ હેઠળ કાર્યવાહી થઈ હતી. ઉલ્લેખનીય

બાબત છે કે, રાજ્યમાં બનેલી તમામ લાંચની ઘટનામાં રૂ. 1.19 કરોડની લાંચનો સમાવેશ થાય છે જેમાંથી એકલા 38 લાખ રૂપિયા પોલીસ ખાતાના લાંચિયા કર્મીઓ પાસેથી રિકવર કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.