જમ્મુ-કાશ્મીર પોલીસના છ સભ્યોની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેટીવ ટીમે વધુ તપાસ હાથ ધરી

જમ્મુ-કાશ્મીર પોલિસ દ્વારા ગઈકાલે પીડીપીનાં ધારાસભ્ય એઝાદ અહેમદમીરના ડ્રાઈવરની અમરનાથ યાત્રીકો પરના આતંકી હુમલા માટે પૂછપરછ કરી હતી. પુછપરછ બાદ પુલવામાં પોલીસ દ્વારા આ કેસમાં ડ્રાઈવરને દોષિત જણાતા તેની સાથે બીજા બે શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી હતી.

અનંતનાગના બાટેન્ગો ખાતે સાત જેટલા યાત્રિકોના મોત થયા હતા અને ૨૧ ઘવાયા હતા ત્યારે જમ્મુ-કાશ્મીરનાં ધારાસભ્ય ડ્રાઈવર તરીકે છેલ્લા છ મહિનાથી ફરજ બજાવતા તૌસીફને આઈજીપી મુનીરખાન દ્વારા ઝડપી તેની સાથે અન્ય બે શખ્સોની પણ અમરનાથ હુમલાની ઘટનાને અંજામ આપવા માટે ઝડપી પાડવામાં આવ્યા હતા હજુ તેની પૂછપરછ ચાલુ છે. અને આ મામલે જાણકારી આપવામાં પોલીસને ઉપયોગી બની રહ્યો છે.

જમ્મુ-કાશ્મીર પોલીસની છ સભ્યોની ખાસ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા ગઈકાલે અમરનાથ હુમલાના દોષિતો મામલે વધુ તપાસ હાથ દરવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.