હાલના સમયમાં ટેકનોલોજીનો વપરાશ દિવસેને દિવસે વધવા લાગ્યો છે તેની સાથે-સાથે ઓનલાઈન ક્રાઈમ પણ વધવા લાગ્યું છે. અત્યારસુધી તમે ઘણા કિસ્સા સાંભળ્યા હશે જેમાં એટીએમ ચોરી કરી પૈસા ઉપાડતા ઓનલાઈન એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાના કિસ્સાઓ સામાન્ય બની ગયા છે.
હવે, એક અલગ જ પ્રકારનો ઓનલાઈન બેન્કીંગ ફ્રોડ સામે આવ્યો છે. આપના મોબાઈલમાં રહેલી માત્ર એક એપ્લીકેશન કરી શકે છે. તમારા બેન્ક એકાઉન્ટને ખાલીખમ, કદાચ તમને માન્યમાં પણ નહીં આવે પરંતુ આ ખરેખર ૧૦૦ ટકા સાચી વાત છે. જે આ સ્ટોરી વાંચજ્ઞો તેના પરથી સાબિત થઈ જશે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં એક જાહેરાત કરી છે કે માત્ર એક મોબાઈલ એપ્લીકેશન દ્વારા તમારા એકાઉન્ટમાં રહેલા બધા જ ‚પિયા લુંટાઈ છે. આ આખો ક્રાઈમ કંઈક આ રીતે કરવામાં આવે છે જાણો…
ભારતમાં હવે આ નવો બેન્કિંગ ફ્રોડ વધી રહ્યો છે. લુંટારાઓ હવે નવો કિમીયો અપનાવે છે જેમ કે આ લુંટારાઓ સૌથી પહેલા તો આવતા ડેટાને એનાલીસીસ કરે છે. તેમની પાસે મળેલી માહિતી પરથી તે જે તે વ્યકિતને એની ડેસ્ક નામની એપ્લીકેશન પોતાનાં મોબાઈલમાં ઈનસ્ટોલ કરવા માટે તૈયાર કરે છે. આ સામે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ખાસ જાહેરાત કરી છે કે ખાસ કરીને સ્માર્ટ ફોનમાં એની ડેસ્ક નામની એપ્લીકેશન ઈનસ્ટોલ ન કરવી કારણકે આ એપ્લીકેશન તમારા મોબાઈલમાં રહેલી તમામ માહિતી લુંટારાઓ સુધી પહોંચાડવામાં મદદરૂપ બને છે. હાલના સમય પ્રમાણે આરબીઆઈએ જાહેરાત કરી છે કે, આ એની ડેસ્ટ નામની એપ્લીકેશન પ્રાઈવસી પરમીશન માટે પુછે છે અને જો તમે અલો આપો તે એ તમારી તમામ માહિતી લોકોને એકસેસ કરવા માટે આપી દેશે જેના દ્વારા આ ઓનલાઈન ફ્રોડ કરનારા આરામથી પહોંચાડી દેશે.
લુંટારાઓ કંઈક આ પઘ્ધતિથી કરશે તમારું બેંક એકાઉન્ટ હેક
* શ‚આત થશે સૌથી પહેલા એક ફ્રોડ કોલથી તેઓ સૌથી પહેલા તમને એક બેંકના રીપ્રેસન્ટેટીવ તરીકે ફોન કોલ કરશે.
* ત્યારબાદ તે રીપ્રેસન્ટેટીવ એની ડેસ્ક નામની એપ્લીકેશનને તમારા સ્માર્ટફોનમાં ઈનસ્ટોલ કરવા માટે કોઈપણ ભોગે તમને તૈયાર કરશે.
* આ ફોન કોલ તમને એકદમ સત્ય લાગશે. આ ફ્રોડ કોલમાં તમારું નામ, જન્મ તારીખ તેમજ તમારા મોબાઈલ નંબર પુછશે.
* આ ફ્રોડ કોલમાં તે લુંટારો તમને પહેલા ડરાવશે કે તમારું એટીએમ કાર્ડ બ્લોક થઈ ગયું છે અથવા તો કોઈપણ રીતે એ તમને તેની માહિતી આપવા માટે તૈયાર કરશે અને તમારી માહિતી એકઠી કરશે.
* ત્યારબાદ તમારી પાસે એની ડેસ્ક નામની એપ્લીકેશન ઈનસ્ટોલ કરાવશે અને તેની પ્રાઈવસી પરમિશન કોઈપણ રીતે અથવા બીજી કોઈ નેટવર્ક એપ્લીકેશન ઈનસ્ટોલ કરાવી અને પરમિશન પોતાની પાસે લઈ લેશે.
* અને તમે જયારે તે એપ્લીકેશનની પ્રાઈવસી પરમીશન આપશો ત્યારે તેના બધા જ એકસેસ અને તમારો મોબાઈલને જે તે જગ્યા પરથી કંટ્રોલ કરી શકશે. જે તમને જાણ પણ નહીં હોય.
* ત્યારબાદ તે ફ્રોડ વ્યકિત તમારા ફોન પરથી ૯ આંકડાનો એક નંબર માંગશે.
* તે ૯ આંકડાનો કોડ આવતા જ તમારા સ્માર્ટફોનને તે સહેલાઈથી ઉપયોગ કરશે અને જેની તમને જાણ પણ નહીં હોય.
* ત્યારબાદ તે વ્યકિત તમારી જાણ બહાર થયેલા બીજી એપ્લીકેશન જેવી કે તમારી બેન્ક એપ્લીકેશન, યુપીઆઈ એપ્લીકેશન, પેટીએમ જેવી એપ્લીકેશનના માધ્યમથી તમારી બેંક ડિટેઈલ મેળવી શકશે.
* અને તમારા એકાઉન્ટમાંથી સહેલાઈથી બધી જ રકમને બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકશે.
* એની ડેસ્ક સિવાય બીજી ઘણી એપ્લીકેશન માર્કેટમાં ઉપલબ્ધ છે જેના દ્વારા આવા ફ્રોડ સરળતાથી કરી શકાય છે.
* આ આખું કારસ્તાન રીમોટ ડિવાઈસ કંટ્રોલ સર્વિસ આપતી એપ્લીકેશનના માધ્યમથી થાય છે. આ પ્રકારની એપ્લીકેશન દ્વારા લુંટારાઓ પોતાની ઓનલાઈન લુંટને અંજામ આપતા હોય છે.
* જેથી આવા કોઈપણ પ્રકારના કોલ આવે તો તેની પુષ્ટી કર્યા વગર કોઈપણ એપ્લીકેશનને ઈનસ્ટોલ ના કરવી અને સ્માર્ટ ફોનના કંટ્રોલ કોઈપણ અજાણ્યા વ્યકિતને ના આપવા.
* બેંક દ્વારા આવા કોઈપણ પ્રકારના ફોન કોલ કરવામાં આવતા નથી જેમાં બેંકની વિગતો માંગવામાં આવે જેની ખાસ નોંધ રાખવી.
* બને ત્યાં સુધી તમારી બેંકની એપ્લીકેશન દ્વારા જ વ્યવહાર કરવા અને જરૂર પડયે બેંકની રૂબરૂ મુલાકાત લેવી વધુ યોગ્ય છે. જેથી કરીને ઓનલાઈન થતા ફ્રોડને અટકાવી શકાય.