ઉનાળાની ગરમી ને તડકાને કારણે આંખમાંથી પાણી ગળવું, આંખ દુ:ખવી, આંખ લાલ થવી, ઇન્ફેક્શન ઈ જવું, ઍલર્જી થવી, આંખ પર સોજો આવવો વગેરે જેવી આંખની ઘણા પ્રકારની તકલીફ ઈ શકે છે. આી સમર સીઝનમાં આંખને વધુ સાચવવી જરૂરી છે
દરેક સીઝનના બદલાવ સો બીમારીઓને આમંત્રણ મળી જ જાય છે, પરંતુ દરેક સીઝનમાં અમુક ખાસ બીમારીઓ પણ હોય છે જે એ સીઝનની ખાસિયત હોય છે. જેમ કે શિયાળામાં લોકોને અવારનવાર શરદી તી જોવા મળે છે. અત્યારે તો જોકે ગરમીની સીઝન આવી ગઈ છે અને એની સો બફારો, તાપ, તડકો વધી ગયા છે. આકાશમાંથી વરસતી અગનજ્વાળાઓ ઘણી બીમારીઓનું કારણ બનતી હોય છે. એક રિસર્ચ મુજબ ઉનાળામાં માંદા પડતા લોકોમાં બાવીસ ટકા લોકોને આંખની તકલીફ હોય છે. આમ તો આંખોની તકલીફ બારેય મહિના થઈ શકે, પરંતુ સૌથી વધુ ઉનાળામાં જ જોવા મળે છે. ખાસ કરીને ઘણા લોકોએ ઉનાળામાં બહાર ફરવા જવાના પ્લાન બનાવ્યા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે તેમણે તેમની આંખ વધુ સંભાળવી પડે નહીંતર તેમનું વેકેશન ચોક્કસ બગાડે. આજે જોઈએ કે ઉનાળામાં આંખની કાળજી શા માટે વધુ રાખવી જોઈએ.
ડાયરેક્ટ સનલાઇટ
ગરમીમાં જ્યારે પણ બહાર નીકળીએ ત્યારે સખત તડકાને કારણે આંખો પર દબાણ આવે છે. આંખો ખેંચાય છે અને વિઝન પર એની અસર પડે છે. આ ઉપરાંત જ્યારે ડાયરેક્ટ સનલાઇટ આંખમાં આવે ત્યારે પણ અમુક પ્રકારનાં રિસ્ક આંખને રહે છે સૂર્યમાંથી નીકળતાં અલ્ટ્રા વાયલેટ કિરણો જેને ટૂંકમાં UVકિરણો કહે છે એ આંખમાં ડાયરેક્ટ આવે તો આંખને ભારે નુકસાન પહોંચાડી શકે છે. આ કિરણો રેટિનાને ડેમેજ કરી શકે છે અને મોતિયા બિન્દુનો પ્રોબ્લેમ પણ લાવી શકે છે. એી સારી કક્ષાના સનગ્લાસિસ જે UV કિરણોથી આંખને પ્રોટેક્ટ કરી શકે છે એ પહેરવા ખૂબ જરૂરી છે. આંખને એ એક કમ્ફર્ટ આપે છે. ઘણા લોકો જે નંબરનાં ચશ્માં પહેરતા હોય છે એના ગ્લાસ UVકિરણોથી રક્ષણ કરે એવા હોય છે. ગરમીમાં ખાસ કરીને જે લોકો ખૂબ તડકામાં ફરતા હોય તેમના માટે આ ગ્લાસિસ પણ વધુ ઉપયોગી નથી, કારણ કે એ આંખને પૂરી રીતે કવર કરતા નથી. આથી આવા લોકોએ સ્પેશ્યલ સનગ્લાસિસ જ પહેરવા જોઈએ જેના ઞટ પ્રોટેક્શનવાળા ગ્લાસ નંબરવાળા પણ બની શકતા હોય છે જેનાી તેમને દેખાય પણ બરાબર અને UVકિરણોથી બચી પણ શકાય.
ઍલર્જિક ક્ધજક્ટિવાઇટિસ
આંખોમાં ઍલર્જી થવી એ ઉનાળામાં સૌથી કોમન આંખનો પ્રોબ્લેમ છે. આ ઍલર્જી પરાગરજ, હવા, પાણી, ધૂળ કે બીજા કોઈ પ્રદૂષણને કારણે પણ થઈ શકે છે જેને કારણે ક્ધજક્ટિવાઇટિસ થઈ જાય છે જેને આપણે સામાન્ય રીતે આંખ આવવી કહીએ છીએ. એમાં મોટે ભાગે આંખ લાલ થઈ જાય, ખૂબ ખંજવાળ આવે અને ચીપડા પણ ખૂબ નીકળે. જોકે આ રોગ ચેપી ની એટલે કે એને જોવાથી કે એ વ્યક્તિની નજીક રહેવાી તમને પણ એ શે એવું હોતું નથી. ઘણા લોકો આ પ્રકારનાં લક્ષણો છતાં ડોક્ટર પાસે એમ માનીને જતા નથી કે આંખ આવી છે, થોડા દિવસમાં બધું સરખું થઈ જશે. પરંતુ આ પ્રકારની ઍલર્જીને દવાની ખાસ જરૂર હોય છે. જો દવા ન લેવાની લાપરવાહી કરવામાં આવે તો પ્રોબ્લેમ વધી શકે છે.
પાણીનું મહત્વ
ઉનાળામાં મોટા ભાગના લોકો સ્વિમિંગ કરવાનું પસંદ કરતા હોય છે. ગરમીમાં પાણીની અંદર રહેવું કોને ન ગમે? પરંતુ ઉનાળામાં વધુ લોકો સ્વિમિંગ કરતા હોય અને એ પાણી ઍલર્જી ન કરે એ માટે ઘણી વાર સ્વિમિંગ-પૂલના પાણીમાં ક્લોરિનનું પ્રમાણ ઘણું વધારે રાખવામાં આવે છે જેને કારણે આંખમાં ઇરિટેશન થાય કે આંખ લાલ થઈ જાય એવું બને ખરું. આથી જ્યારે પણ સ્વિમિંગ-પૂલમાં જાઓ ત્યારે સ્વિમિંગનાં ચશ્માં પહેરવાં. સ્વિમિંગ પત્યા પછી સાદા પાણીથી આંખ ધોઈ નાખવી. ઉનાળામાં આંખો ઘણી સૂકી થઈ જાય છે જેને લીધે આંખમાંથી પાણી ગળવું, આંખમાં કશુંક ખૂંચે છે એવું લાગવું કે આંખ વારે-વારે બંધ કરવાની જરૂર પડવી, આંખ દુખવી વગેરે પરિસ્થિતિ સરજાય છે. આ કન્ડિશનમાં વ્યક્તિને થોડા થોડા સમયે લાગે કે હવે તો આંખ બંધ કરીને બેસીએ થોડીક વાર. ઊંઘ ન આવતી હોય પણ આંખ થાકી ગઈ છે એવું લાગે. ઉનાળામાં ડીહાઇડ્રેટ ન વાય એ માટે ઉનાળામાં આપણે વધુ પાણી પીએ છીએ. આંખ માટે પણ એ એટલું જ લાગુ પડે છે. ઉનાળામાં વ્યવસ્તિ પાણી પીવાી આંખ પર સોજા આવવા, આંખ ફૂલેલી લાગવી વગેરે પ્રોબ્લેમ્સ દૂર થાય છે. વારંવાર અાંખો પર પાણી છાંટવાથી આંખ પરનો સ્ટ્રેસ દૂર થાય છે અને આંખો સૂકી થતી નથી.
ડાયરેક્ટ કેમિસ્ટ પાસેી લઈને આંખમાં કોઈ ડ્રોપ્સ ન નાખો
ઉનાળામાં જ્યારે પણ કોઈ પણ પ્રકારના આંખના પ્રોબ્લેમ ાય જેમ કે આંખમાં વધુપડતી ખંજવાળ આવવી, આંખ લાલ થઈ જવી, આંખમાંથી પાણી ગળવું, આંખમાં કશુંક ખૂંચ્યા કરે છે એવું લાગવું કે આંખ પર થોડોક સોજો આવે ત્યારે મોટા ભાગના લોકો એને વધુ મહત્વ આપતા નથી. તેમને લાગે છે કે એની મેળે જ સારું થઈ જશે. જ્યારે તકલીફ થોડીક વધે તો સીધા કેમિસ્ટની દુકાને જઈને ઊભા રહી જાય અને તે જે ડ્રોપ્સ આપે એ નાખવાનું શરૂ કરી દે છે. એકાદ મહિના પહેલાં અખબારોમાં સમાચાર ચમક્યા હતા જેમાં એક વ્યક્તિએ આ પ્રકારનાં ડ્રોપ્સ વાપર્યા અને તેને મોતિયાની તકલીફ થઈ ગઈ. નવાઈની વાત એ છે કે મોટી ઉંમરે તા મોતિયાબિન્દુની સમસ્યા આ વ્યક્તિને ૧૯ વર્ષની નાની ઉંમરે જ થઈ ગઈ જેનું કારણ તેણે રાખેલી બેદરકારી હતી. એ વિશે ડો. હિમાંશુ કહે છે, મારી પાસે એક એવો પેશન્ટ આવેલો જેને કોર્નિયાનું અલ્સર થઈ ગયું હતું, કારણ કે તેણે ડોક્ટરને ક્ધસલ્ટ કર્યા વગર કેમિસ્ટે આપેલાં ડ્રોપ્સ વાપર્યા હતાં. આ ડ્રોપ્સ મોટા ભાગે સ્ટીરોઇડ આઇ ડ્રોપ્સ હોય છે જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આપવાની મનાઈ હોય છે. છતાં ઘણા કેમિસ્ટ આપી દેતા હોય છે અને એનું પરિણામ દરદીએ ભોગવવું પડે છે. આંખમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય દરેક વ્યક્તિએ પહેલાં ડોક્ટરને જ બતાવવું જોઈએ. વળી એક પ્રિસ્ક્રિપ્શન બધા જ પ્રકારની તકલીફમાં ઉપયોગમાં ન લેવું એ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,