- સુરત DCP ઝોન – 4 દ્વારા સ્પામાં રેડ કરાઈ
- સ્પા સંચાલક ચંચલ રાજપૂત સહિત 3 લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
સુરત સમાચાર : સુરતમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો છે. સુરત DCP ઝોન – 4 દ્વારા સ્પામાં રેડ કરવામાં આવી હતી. વેસુ વિસ્તારમાં એમ્બેઝ હોટેલમાં રેડ કરવામાં આવી હતી. પોલીસે હોટેલમાંથી 7 થાઈલેન્ડની મહિલાઓને દેહવ્યાપારના ધંધામાથી મુક્ત કરાવી હતી. 7 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે. સ્પા સંચાલક ચંચલ રાજપૂત સહિત 3 લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
સુરતના અલથાણ અને વેસુ વિસ્તારમાં સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. સ્પાની આડમાં ચાલી રહેલા દેહ વિક્રયના ધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વેસુ વિસ્તારની હોટેલ એમ્બેઝમાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. દરોડા દરમિયાન સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. થાઇલેન્ડની યુવતીઓ સ્પા પરથી મળી આવી હતી તેમના પાસપોર્ટ અને વિઝા સંબંધિત તપાસ હાલ ચાલુ છે.
રાજ્યમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા ડામી દેવા ગુજરાત પોલીસ એકશનમાં છે. થોડા મહિનાઓ પહેલા રાજ્યભરમાં સ્પામાં પોલીસે ચેકિંગ ઝૂંબેશ શરૂ કરી હતી. સુરત, અમદાવાદ, રાજકોટ જેવા મહાનગરો ઉપરાંત ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લામાં પણ પોલીસે કાર્યવાહી કરી હતી.