• પગની વિશેષતામાં દર્દી ચાલવાની સાથે સીડી ચડ-ઉતર કરી શકે છે, સાયકલ પણ ચલાવી શકે છે.

રાજકોટની સૌથી જૂની રોટરી ક્લબ ઓફ રાજકોટ તથા અલંગ ફોટો એન્ડ જનરલ એન્જિનિયરિંગ કંપની  અને ઇનર વ્હીલ ક્લબ ઓફ રાજકોટ દ્વારા વિના મૂલ્ય પ્રભા ફુટ કૃત્રિમ પગ વિતરણનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં જે લોકોને ઘૂંટણ થી નીચે અથવા ઉપરથી આકસ્મિક રીતે કોઈપણ કારણોસર કપાયેલ હોય તેમને કૃત્રિમ પગ વિના મૂલ્ય ફીટ કરી આપવામાં આવેલ હતો. પ્રભાવ ફૂટની વિશેષતા એ છે કે આ પગ લગાવ્યા બાદ વ્યક્તિ ચાલી શકે છે સીડી ચડ ઉતર કરી શકે છે અને સાયકલ પણ ચલાવી શકે છે,  તેમજ પલાઠી વાળી જમીન પર બેસી પણ શકે છે પ્રભાક ફુટ ખૂબ જ મજબૂત હોય છે અને લાંબો સમય સુધી કામ આપે છે

છેલ્લા ચાર દિવસથીના રોજ દરેક દર્દીઓને બોલાવી એમના પગનું માપ લઈ અને આયા રાજકોટ ખાતે જ છે તેમના કૃત્રિમ પગ બનાવવાનો વર્કશોપ કરવામાં આવે તેમજ આજે તમામ દર્દીઓને પગ ફીટ કરી તથા તેમને ચાલવાની તાલીમ આપી અને એમને જો કોઈ પણ તકલીફ હોય તો એનું નિવારણ કરી આપવામાં આવેલ હતું. દરેક દર્દીઓની સાથે એમના એક સહાયક માટે ભોજન તેમજ નાસ્તાની પણ વ્યવસ્થા ક્લબ દ્વારા કરવામાં આવેલ

આ કેમ્પમાં કુલ 67 જેટલા દર્દીઓને કૃત્રિમ પગ ફીટ કરી આપવામાં આવેલ હતાં જેમાં ઘણા દર્દીઓને બંને પગ પણ ફીટ કરી આપવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમના ખર્ચ માટે વિવિધ દાતાઓનો ખૂબ જ સહકાર મળેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોટરી ક્લબ ઓફ જામનગરના શરદભાઈ શેઠ 3060 ના મોબિલિટી કાર્યક્રમના ચેરમેન છે એમને માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલું હતું

રોટરી ક્લબ ઓફ રાજકોટના પ્રેસિડેન્ટ નિખિલ ઉચાટ, સેક્રેટરી પંકિલ પઢારીયા, પ્રોજેક્ટ ચેરમેન ચંદ્રેશ મનવાણી તેમજ ઇનર વ્હીલ ક્લબના પ્રેસિડેન્ટ અંજલી મનવાણી દ્વારા જહેમંત ઉઠાવવામાં આવેલ હતી.

સમગ્ર કેમ્પ દરમ્યાન કૃત્રિમ પગથી લોકો પ્રથમવાર ખુશીથી ચાલતા જોવા મળ્યા હતા. આ કેમ્પમાં સમગ્ર સૌરાષ્ટ્રના શહેરોમાંથી દર્દીઓ આવ્યા હતા.

કૃત્રિમ પગથી લોકોને પ્રથમવાર ચાલતા જોઇને ખુશી થઇ:શરદભાઇ શેઠ-રોટરી ડિસ્ટ્રીક- ચેરમેન

રોટરી કલબ ઓફ રાજકોટના ડિસ્ટ્રીકટ ચેરમેન શરદભાઇ શેઠે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવેલ કે અમારી સંસ્થા દ્વારા છેલ્લા ચાર દિવસથી કૃત્રિમ પગનો કેમ્પ ચાલી રહ્યો છે. જેમાં પગ ફીટ થઇ જતાં આજે લોકોને ખુશીથી ચાલતા જોયા ત્યારે અનેરી ખુશી થઇ હતી. આવા કેમ્પ આખુ વર્ષ વિવિધ શહેરોમાં યોજે છે. જરૂરીયાત મંદોએ રોટરી કલબનો સંપર્ક કરવો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.