આપઘાતના પ્રયાસ અંગેના કેસમાં હાઇકોર્ટ જસ્ટીશ જે.બી. પારડીવાલાનો મહત્વનો ચુકાદો
કોર્ટમાં ચાલતા ફોજદારી કેસમાં ફરિયાદ પક્ષ દ્વારા રોકેલા એડવોકેટ માત્ર લેખિત વાંધા રજૂ કરી શકે તે કોર્ટમાં દલીલ ન કરી શકે તેવો મહત્વનો ચુકાદો હાઇકોર્ટ જસ્ટીશ જે.બી.પારડીવાલાએ જાહેર કરી તમામને અનુસરવા અનુરોધ કર્યો છે.
ચાંગોદરના એક આપઘાતના પ્રયાસ અંગેના કેસમાં હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષના એડવોકેટને દલીલ કરવાનો નહી પણ તેઓને લેખિત વાંધા અરજી આપવાનું જાહેર કરી પ્રોસ્યુકેશન દરમિયાન માત્ર સરકારી વકીલને જ દલીલ કરવાની હોય તેવું ઠરાવી જે.બી.પારડીવાલાએ ચૂકાદો આપ્યો છે.
ફરિયાદ પક્ષ દ્વારા હેલ્પીંગમાં એડવોકેટ રાખી પોતાના કેસને વધુ મજબુત કરવા અને પુરાવા રજૂ કરવાનો કાયદાકીય જોગવાઇ છે. પણ તેઓ દલીલ નહી પણ લેખિત વાધા સ્વરૂપે કોર્ટમાં આપી શકે છે. અદાલતે હેલ્પીંગ એડવોકેટ દ્વારા રજૂ કરાયેલા વાંધા અરજી ચુકાદામાં ધ્યાને લેવાના હોય છે. પણ ફરિયાદના સમર્થનમાં સરકારી વકીલ દ્વારા જ દલીલ કરવાની હોય છે. મુળ ફરિયાદીના હેલ્પીંગ એડવોકેટ દ્વારા દલીલ કરવાની કાયદામાં જોગવાઇ ન હોવાનું જસ્ટીશ જે.બી.પારડીવાલાએ સ્પષ્ટ કરી તમામને અનુસરવા અનુરોધ કર્યો છે.મુળ ફરિયાદ વતી સરકારી વકીલની દલીલ ચાલતી હોય ત્યારે હેલ્પીંગ એડવોકેટ હાજરી આપી પોતાની દલીલ લેખિત સ્વરૂપે આપી શકે છે. અને તેની લેખિત દલીલ ધ્યાને લેવાની કોર્ટની ફરજ હોવાનું જાહેર કર્યુ છે.