RTO અધિકારી દ્વારા સપ્તાહ પૂર્વે પીયુસીની કામગીરી માટે એક યાદી બહાર પાડી હતી. જેમાં જણાવ્યું હતું કે, ૧જુલાઇથી પીયુસીની કામગીરીને ઓનલાઇન કરાશે અને પીયુસી સંચાલકોએ મશીનરી વસાવવી પડશે.પરંતુ ૨ જુલાઇ વિતવા છતા હજુ જામનગર અને દ્વારકામાં પીયુસીની કામગીરી ઓનલાઇન થવાના કાંઇ ઠેકાણા નથી,તો બીજી બાજુ સર્વરની સમસ્યાને લીધે પીયુસી સેન્ટર સંચાલકો ભારે મુંજવણમાં મુકાયા છે. પીયુસી સેન્ટરોએ કીટ લીધા બાદ ઇન્સ્પેક્શન અને સંચાલકોની આઇડી બનાવીને ઓનલાઇન કામગીરી થશે.
પીયુસીની કામગીરી ઓનલાઇન કરવા દરેક જિલ્લામાં આરટીઓને હુકમ કરાયો હતો.અને પીયુસી સંચાલકો સાથે મીટીંગ બોલાવી મશીનરી વસાવી લેવા સુચના આપી હતી. તેમજ હવે પીયુસી સેન્ટર સંચાલકોએ દર બે મહિને પીયુસી લાઇસન્સનું સર્ટીફિકેટ રિન્યું કરાવવાનું રહેશે. દરેક જિલ્લામાં આરટીઓ દ્વારા પીયુસીની કામગીરી ૧ જુલાઇથી ઓનલાઇન કરવાની હતી.પરંતુ બે જુલાઇ વિતવા છતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કામગીરી ઓનલાઇન થઇ નથી.અને સ્થાનિક આરટીઓ તંત્ર વડી કચેરીના આદેશને ઘોળીને પી ગયું હોય તેમ હજુ સુધી પીયુસી સેન્ટરના ડેટા તૈયાર કરી રહ્યું છે.