મોટાવડાળામાં વગર કારણે રખડતા શખ્સ સામે પગલાં

જામનગરમાં અનલોક-૩ માં આપવામાં આવેલી છુટછાટમાં પણ કેટલાક વેપારીઓ કાયદાનો ભંગ કરતા હોય પોલીસ તેમની સામે કાર્યવાહી કરી રહી છે. ગઈકાલે ત્રણ વેપારી સામે ગુન્હા નોંધાયા છે અને આંટા મારતા એક શખ્સને પકડી લેવામાં આવ્યો છે.

રાજયભરમાં અનલોક-૩ આપવામાં આવ્યું છે જેમાં વેપારીઓ, નાગરીકોને છુટછાટો આપવામાં આવી છે. વેપારીઓને સવારના ૮ થી સાંજના ૮ વાગ્યા સુધી તેમની દુકાનો ખુલ્લી રાખવાની છુટ મળી છે. તેમ છતાં કેટલાક વેપારીઓ સમય મર્યાદાનો ભંગ કરતા હોય તેમની સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. ગઈકાલે શહેરના રણજીતનગર વિસ્તારમાં બ્લોક નંબર આઈ-૨ સામે આવેલી કમલ ટેઈલર નામની દુકાન ૮ વાગ્યા પછી પણ ખુલ્લી જોવા મળતા પોલીસે તે દુકાનમાં સંચાલક બાબુભાઈ કરશનભાઈ પટેલ સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે. તે ઉપરાંત હુલનમીલ રોડ પર ખેતીવાડી ફાટક પાસે ભરત ગોવાભાઈ માડમે પોતાની કાનો ડીલકસ નામની પાનની દુકાને ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ નહી જાળવતા પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે.

બેડ ગામના કિશોરસિહં જગુભા જાડેજાએ સિકકા પાટીયા પાસે આવેલી પોતાની અમરનાથ હોટલ રાત્રી સુધી ખુલ્લી રાખતા મેઘપર પોલીસે તેઓની સામે ગુન્હો નોંધ્યો છે. કાલાવડના મોટા વડાણા ગામમાં ઈકબાલ ઈસ્માઈલ ખોજા શનિવારે રાત્રે કારણ વગર આંટા મારતો હોય પોલીસે તેની સામે આઈપીસી કલમ ૧૮૮ હેઠળ કાર્યવાહી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.