વેલેન્ટાઇન ડે નજીક આવવાની સાથે  યુવાધન હિલ્લોળે ચડયું: ભેટ સોગાદો ખરીદવા દુકાનોમાં ભારે ભીડ

ફરી એક વખત પ્રિયતમાને દિલની વાત કરવાનો દિવસ આવી ગયો છે. દર વર્ષે ૭ થી ૧૪ ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઈન વીક આવે છે. આ પ્રેમથી ભરેલા અઠવાડિયાની શરૂઆત ગઈકાલ રોઝ ડે થી શરૂ થઈ ગઈ છે. આજે પ્રપોઝ ડે છે.

આજનો દિવસ તમારા ડિઅરને દિલની વાત કરવાનો દિવસ છે. દરકે શહેરમાં યુવા હૈયાઓ આ વીકની ઉજવણી કરે છે. આ દિવસે છોકરા-છોકરી એકબીજાના દલડાની વાત પોતાના પિયુને કરીને એકરાર કરે છે. અને પ્રેમના નશામાં હેંગઓવર થઈ જાય છે.

આજના દિવસે છોકરાઓ પોતાની હૈયાની વાત ગમતી છોકરીને ડર વગર કહે છે. સામાન્ય રીતે પ્રેમને વ્યકત કરવા માટે કોઈ દિવસ ન હોય પરંતુ આજે ખાસ દિવસ હોવાથી પોતાના પ્રેમની લાગણીઓ ‘પ્રિયતમા સમક્ષ રજૂ કરે છે.

વેલેન્ટાઈન વીકમાં કાયમી અલગ અલગ દિવસો આવે છે જેનાથી મનગમતા પાત્રને તમે ખૂશ કરી શકો છો. કાલે ચોકલેટ ડે ઉજવાશે.વેલેન્ટાઈન વીકની ઉજવણી માટે રાજકોટની જોહર કાર્ડસમાં અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે. જેમા ‘લવ લખેલા ટેડી’ ગુલાબો સાથેની ગીફસ, હગ મી હગ લખેલું અને એક બીજાને ભેટતા તેવા કોફીમગ જોવા મળી રહ્યા છે.મને એકરાર કરતા વિવિધ કાર્ડ ‘પોર લવ ટુ’ લખેલા કપ પણ જોવા મળી રહ્યા છે.

‘પ્રેમનો મીઠો અંદાજ’ કાલે ચોકલેટ ડે

happy chocolate day wishes messages 1

વેલેન્ટાઇન વીકનો ‘પ્રેમભર્યો’ પ્રારંભ  થયો છે. રોઝ ડે, પ્રપ્રોઝ ડેની ઉજવણી બાદ કાલે પ્રેમીઓ પ્રેમમાં વધુ મિઠાશ ભરવા ચોકલેટ આપી ‘ચોકલેટ ડે’ની ઉજવણી કરશે. વેલેન્ટાઇન વીકના એક એક દિવસનું આગવું મહત્વ છે ત્યારે કાલે ચોકલેટ ડે પણ પ્રેમીઓ માટે ખાસ બની રહેશે. ચોકલેટ ડે સેલીબે્રટ કરવા આ વર્ષે બજારમાં રૂા પ થી શરૂ કરીને રૂા ૬૦ સુધીની ચોકલેટની અવનવી વેરાયટી આવી છે. આમ તો દર વર્ષે વેલેન્ટાઇન વીક માટે વિવિધ ચોકલેટના પેક બનાવવામાં આવતા હોય છે આ વર્ષે ખાસ લવવાળી, મીસવાળી, કેડબરીના પેક બનાવવામાં આવ્યા છે. કાલે પ્રેમીયુગલો એકબીજાને ચોકલેટ આપી પ્રેમથી અભિવ્યકિત કરશે.

‘અબતક’ મીડિયાના પ્લેટફોર્મ પર લોકોએ લાઇવ નિહાળ્યું

છાત્રોએ ટીચરને કર્યુ પ્રપોઝ !!

vlcsnap 2020 02 08 10h15m58s481

અબતક મીડીયાના ડિજીટલ ચેનલ પ્લેટ ફોર્મ ઉપર વેલેન્ટાઇન ડે વીક સેલીબ્રેશનમાં આજે ‘પ્રપોઝ ડે’ નિમિતે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે લાઇવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં છાત્રએ ટીચર્સને પ્રપોઝ કરીને સેલીબ્રેશન સાથે જુના નવા ગીતોને ભારતીય સંસ્કૃતિને અનુરુપ ઉજવણી કેમ થાય તેવી યુવાનોએ મનની વાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.