આ કાયદાથી વર્ગોથી યાતનાઓ સહન કરતા લધુમતીઓને નવજીવન મળશે : પ્રદિપસિંહ જાડેજા

ગુજરાત વિધાનસભા ખાતે કેન્દ્ર સરકારના નાગરિક સુધારા કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે સંસદમાં પસાર કરેલ નાગરિકતા સુધારા કાયદો  ઈઅઅ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ૧૯૪૭ થી ભયંકર યાતનાઓનો ભોગ બનેલા લઘુમતીઓ જેવા કે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓના અસ્તિત્વ માટે સંજીવની સમાન છે. આ કાયદો તેમને નવું જીવન આપશે જેમાં આ ત્રણ દેશોમાંથી પોતાનું અસ્તિત્વ બચાવવા હિજરત કરીને તા.૩૧મી ડિસેમ્બર ૨૦૧૪ સુધીમાં ભારતમાં આવેલા આ ૬ લઘુમતીઓને ભારતનું નાગરિકત્વ આપવામાં આવશે.આ કાયદાથી કોઇ ધર્મના ભારતીયની નાગરિકતા છીનવાશે નહી. આ બાબતે મતોના રાજકારણ માટે કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ખોટી અફવા ફેલાવીને દેશવાસીઓમાં અસલામતી અને અરાજકતા ફેલાવવાનું બંધ કરવું જોઇએ. જાડેજાએ કહ્યું  હતું કે, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે સંસદમાં આ બિલ રજૂ કરતા સ્પષ્ટ કર્યું હતું કે, આ કાયદાથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં વર્ષોથી યાતનાનો ભોગ બનેલા લઘુમતીઓને નવું જીવન મળશે. આ કાયદાના અમલીકરણથી દેશમાં રહેતા કોઇપણ ધર્મના કોઇપણ નાગરિકની નાગરિકતા છીનવાવાની નથી. મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે આપેલા વચનો ત્રિપલ તલાકમાંથી મુસ્લિમ મહિલાઓને મુક્તિ, કશ્મિર માટેની કલમ -૩૭૦ અને ૩૫-એ ને રદ્દ કરવાની, અયોધ્યામાં રામ મંદિર નિર્માણની યોજના જેવા અનેક વચનો દેશ હિતમાં પૂર્ણ કરી રહી છે જેના ઉપર હાલના વિપક્ષના મિત્રો હિન્દુ  મુસ્લિમના નામે ધર્મનું રાજકારણ કરી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું છે કે,સી.એ.એ. અંગે કોંગ્રેસ લોકોમાં ખાસ કરીને  મુસ્લિમોમાં ભયનું વાતાવરણ ઉભું કરી રહી છે. વાસ્તવમાં નવો નાગરિકતા કાયદો ભારતીય મુસ્લિમો અથવા દેશના કોઈ પણ નાગરિકના અધિકારોને આંચકી લેતો નથી.

Rajesh chiki

મંત્રીએ વિપક્ષને ટાંકીને વધુમાં જણાવ્યું કે, છ દાયકાના શાસન પછી પણ અને એક દાયકાથી વધુ સમય સુધી કોંગ્રેસના સર્વોચ્ચ એવા યુ.પી.એ.ના ચેરપર્સનના નેતૃત્વવાળી સરકારને પાકિસ્તાનના લઘુમતી સમુદાય પર થતા અત્યાચારોને સમજવાને બદલે માત્ર ને માત્ર મ્યાનમારના રોહિંગીયા શરણાર્થીઓની ચિંતા – એ શું સુચવે છે? વર્ષ ૧૯૪૭ થી ૧૯૭૧ના સમયગાળા દરમ્યાન ધાર્મિક લઘુમતીઓને પદ્ધતિસર હેરાન કરી પૂર્વ પાકિસ્તાનમાંથી હાંકી કાઢવામાં આવી તે એક ઐતિહાસિક સત્ય છે. બાંગ્લાદેશમાં હિંદુઓના ઉત્પીડન બાબતે સરકાર પાસે ૨૦૦૩માં જ જાણકારી હતી.

મંત્રીએ ઉમેર્યું કે ઈઅઅનો આ કાયદો ભારતના બંધારણના આર્ટીકલ -૧૪નો કોઇપણ રીતે ભંગ કરતું નથી કે આમુખમાં દર્શાવેલ બિન-સાંપ્રદાયિકતાના સિંદ્ધાતની સહેજપણ વિરૂધ્ધ નથી. આ ત્રણ દેશોના લઘુમતી સમુદાયનું વર્ગીકરણ તેઓને ભારતનું નાગરિક્ત્વ આપવા માટે કરવામાં આવ્યું છે. જે આર્ટીકલ -૧૪ હેઠળ વ્યાજબી વર્ગીકરણ છે અને આર્ટીકલ -૧૪ સંદર્ભમાં સંપૂર્ણપણે બંધારણીય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.