ભારત ખેતીપ્રધાન દેશ છે અને સરકાર પણ સતત એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે ખેડૂતોની આવક કઈ રીતે બમણી કરી શકાય. પરંતુ વાસ્તવિકતા એ છે કે હાલ ઘઉંના ભાવ દિન પ્રતિદિન જે રીતે વધી રહ્યા છે તેનાથી ઘણી અસરો ઊભી થઈ છે. આ મુદ્દાને ધ્યાને લઈ સમગ્ર ભારતના ફ્લોર મિલરો દ્વારા સરકારને ભલામણ કરવામાં આવી છે કે સરકાર ઘઉં ને ઓપન બજારમાં વહેંચે જેથી ભાવ નિયંત્રણમાં આવી શકે. હાલ સરકાર ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરતું હોય છે અને ત્યારબાદ એફસીઆઇ અને સેન્ટર વેરહાઉસમાં નિર્ધારિત કરેલો જથ્થો પહોંચાડતી હોય છે.
સંતો જો સરકાર હવે ઘઉં માટે ઓપન માર્કેટ કરે એટલે કે એપીએમસી બાદ સીધા જ કોઈ ઘઉંના વેપારીઓ અથવા તો ફ્લોર મિલરો ઘઉંની ખરીદી અરે તો તેઓને સસ્તા ભાવે ઘઉં મળી શકે છે. ઘઉંના અને લોટના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે અને આશરે સાતથી આઠ ટકાનો વધારો ગણતરીના બે થી ત્રણ દિવસમાં જ નોંધાયો છે.
એફસીઆઈ દ્વારા થતી ઘઉંની ખરીદીમાં 56 ટકાનો ઘટાડો નોંધાયો
સમગ્ર ભારતના જે ફ્લોર મિલરો છે તેમનું માનવું છે કે છેલ્લા બે અઠવાડિયામાં ઘઉંના ભાવમાં ખૂબ વધારો જોવા મળ્યો છે જેમાં મુંબઈમાં પ્રતિ કિલો ત્રણ રૂપિયાનો વધારો થયો છે. તો બીજી તરફ હીટ વેવ ના પગલે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની જે ઘઉંની ખરીદી છે તેમાં પણ 56 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે અને 18.79 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચ્યો છે.
આ મુદ્દાને ધ્યાને લઈ સરકારે એ વાત સ્પષ્ટ કરી છે કે ભારત પાસે ઘઉંનો પૂરતો જથ્થો છે જે સ્થાનિક માંગને પહોંચી વળવા માટે પર્યાપ્ત છે. તો સામે વાસ્તવિકતા એ પણ છે કે સરકાર પાસે રહેલા સ્ટોક અને જે ટ્રેડ અંદાજો છે તે ઘણો અલગ જોવા મળે છે અને ઓપન માર્કેટમાં જે ઘઉંનું પ્રમાણ છે તે પણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે ત્યારે આ મુદ્દાને ગંભીરતાથી લઈ સમગ્ર ભારતના ફ્લોર મિલરોનું માનવું છે કે જો સરકાર ઘઉંને ઓપન માર્કેટમાં વહેંચવા માટેની છૂટ આપે તો જે વધતા ભાવ છે તેને નિયંત્રણમાં રાખી શકાશે. ફ્લોર મિલરો માટે ચિંતાનો વિષય એ પણ એક છે કે હજુ નવો પાક આવવાને સાત મહિના જેટલો સમય બાકી છે તે સમયગાળામાં ઘઉંના ભાવમાં વધારો અને વિતરણ વ્યવસ્થા જો ખોળવાય તો તેની મારથી અસરનો સામનો મિલરોએ કરવો પડશે જેના માટે સરકારે ગંભીરતાથી વિચારવું ખૂબ જ જરૂરી છે.