હિંસા બર્બર અપરાધ છે, તેને કોઈ પણ સભ્ય કે સમુદાય સ્વીકૃતી આપશે નહી: હંસરાજ આહિર
ટોળા દ્વારા થતી હિંસાને કાબુમાં લેવા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. યુનિયન મિનિસ્ટર હંસરાજ આહિરે જણાવ્યું હતુ કે ટોળાથી થતી હત્યા અથવા મારપીટની ઘટનામાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવશે આહિરે નાથજોગી સમુદાયના પ્રતિનિધિ મંડળની મુલાકાત દરમ્યાન કહ્યું કે બિચીંગ એક બર્બર અપરાધ છે.
કોઈ પણ સભ્ય, સમાજ તેની સ્વીકૃતી આપશે નહી કેન્દ્ર સરકાર જલ્દી જ આ અંગે પ્રસ્તાવ મોકલશે મંત્રીએ કહ્યું કે પ્રસ્તાવ ૧૨ વર્ષની બાળકી સાથે થતા દુષ્કર્મોના દોષીને થતી સજા સમાન જ રહેશે. દેશમાં ગૌ-તિરસ્કાર, બાળકો ઉપાડવાની અફવા બાદ ટોળા દ્વારા થતી હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે.
સોલાપુર જિલ્લાનાં બુમંતુ સમુદાયના પાંચ સભ્યોને બાળકો ચોર્યા હોવાની શંકા સાથે ઢોરમાર મારવામા આવ્યો હતો. ઘટના અંગે દુ:ખ વ્યકત કરતા આહિરે જણાવ્યુંં કે કેન્દ્ર તેમજ મહારાષ્ટ્ર સરતારે આ વાતને ગંભીરતાથી લીધી છે. નાથજોગી સમુદાયે મંત્રીને કહ્યું કે રાઈટ ટુ એજયુકેશન હોવા છતાં તેમના બાળકોને શિક્ષણ મળી રહ્યું નથી તેમજ તેમણે ઘર જમીન, હેલ્થકેર રોજગારી અને સુરક્ષાની પણ માંગ કરી હતી.