- રોડ ઉપર 36 ગાડીઓનો લફલો ખડકી ડાન્સ કરતા વિદ્યાર્થીઓને પોલીસે જડપમાં લીધા….
- વિદ્યાર્થીઓં અને વાલીઓ સામે પોલીસની કાર્યવાહી : ડીઈઓ દ્વારા સ્કૂલને ફટકારાઇ નોટિસ
સુરતમાં નબીરાઓ બેફામ બન્યા હતા. મળતી જાણકારી અનુસાર, સુરતમાં નબીરાઓએ 30 લક્ઝરી કાર સાથે સ્ટંટ કર્યા હતા. નબીરાઓએ BMW, મર્સિડિઝ, સ્કોડા જેવી કાર સાથે રેલી યોજી હતી. નબીરાઓની સ્ટંટબાજી કરતો વીડિયો વાયરલ થયો હતો. વિદ્યાર્થીઓએ કારના રૂફટોપમાંથી બહાર નીકળી જોખમી સ્ટંટ કર્યા હતા. વિદ્યાર્થીઓએ લકઝરી કાર સાથે સીનસપાટા કરી કાયદાના ધજિયા ઉડાવ્યા હતા. જોકે આ સમગ્ર ઘટના અંગે પોલીસ અજાણ જોવા મળી હતી.
સુરત એક શાળાના વિદાય સમારંભમાં જતા ધોરણ 12 ના વિદ્યાર્થીઓ નું સ્ટંટ કરતાં અને ફટાકડા ફોડતા લઈ જતી 36 ઉચ્ચ કક્ષાની કારના કાફલાને કારણે ટ્રાફિક નિયમોના અનેક ઉલ્લંઘન બદલ પોલીસે કાર્યવાહી કરી હતી. નબીરાઓએ BMW, મર્સિડિઝ, સ્કોડા જેવી કાર સાથે રેલી યોજી હતી. નબીરાઓની સ્ટંટબાજી કરતો વીડિયો વાયરલ થયો હતો. વિદ્યાર્થીઓએ કારના રૂફટોપમાંથી બહાર નીકળી જોખમી સ્ટંટ કર્યા હતા.
વિદ્યાર્થીઓએ લકઝરી કાર સાથે સીનસપાટા કરી કાયદાના ધજિયા ઉડાવ્યા હતા. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સામે કાર્યવાહી શરૂ કરી 26 માંથી બાર કારને લીધી છે. કડક કાર્યવાહીનું વચન આપતા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ બિઝનેસ જેટ અમીતા વાનાણીએ કહ્યું હતું કે ” એચડી સમીક્ષા કરી છે અને અનેક ઉલ્લંઘનો શોધી કાઢ્યા છે કાયદો તેનું કામ કરશે અને જવાબદારો સામે જરૂરી પગલા લેવામાં પણ આવશે.
નબીરાઓનો વીડિયો વાયરલ થતા શાળાએ હાથ અધ્ધર કરી દીધા હતા. શાળાએ વિદ્યાર્થીઓને લેવા બસ મોકલી પણ કારમાં આવ્યાનો સંચાલકોએ દાવો કર્યો હતો. એક પણ કારને સ્કૂલ કેમ્પસમાં પ્રવેશવા ન દેવાયાનો શાળા સંચાલકોએ દાવો કર્યો હતો. પોલીસે 12 કારને અટકાયત લીધી છે અને વિદ્યાર્થીઓ અને તેમને વાલીઓ સામે કાર્યવાહી કરી છે સાથે સાથે બોર્ડ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને ન પહોંચે તેની કાળજી પણ રાખી છે.
- ડીઈઓ એ સ્કૂલે નોટિસ ફટકારી, કરી બે દિવસમાં જવાબ આપવો પડશે:
ટ્રાફિક પોલીસ અને પાલ પોલીસની સાથે ડીઈઓ પણ એક્શનમાં દેખાયા હતા. ડીઈઓ ડો. ભગીરથસિંહ પરમાર એ સોમવારે ફાઉન્ડડેટ હેડ સ્કૂલ ની નોટિસ પાઠવી બે દિવસમાં જવાબ આપવા માટે કહ્યું છે. આ મામલે ડીઓ ડો. ભગીરથસિંહ પરમાર એ કહ્યું હતું કે, તમામ સ્કૂલઓએ ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું રહેશે ફેરવેલ સહિતના કોઈપણ કાર્યક્રમ હોય તો વાલીઓ અને વિદ્યાર્થીઓને અગાઉથી ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સૂચના આપવાની રહેશે. ભવિષ્યમાં પોલીસની તપાસમાં સ્કૂલની કોઈપણ બેદરકારી સામે આવશે તો સ્કૂલની સામે દંડ કરવાથી લઈ માન્યતા રદ કરવા સુધીના પગલે લેવામાં આવશે.