વડોદરામાં વિવિધ સ્થળોએ કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન

કોરોના મહામારી વચ્ચે પ્રજાના મિલકત વેરાની માફી, લાઈટ બીલ માફી આપવા અને પેટ્રોલ-ડિઝલનો ભાવ ઘટાડવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા અને લોકજુવાળ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ વડોદરા શહેર કોંગ્રેસ પ્રવકતા શ્વેતા મહેતાએ જણાવ્યું હતું.

વડોદરા શહેર કોંગ્રેસ  પ્રમુખ પ્રશાંત પટેલ તથા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવની હાજરીમાં વોર્ડ નંબર ૧૦, ૧૧, ૧૨નાં  વોર્ડ પ્રમુખ ચિરાગભાઈ શાહ, સુરેશભાઈ સાતીયા ઇન્ચાર્જ અશોકભાઈ ગુપ્તા દ્વારા કોંગ્રેસ કાર્યકરો સાથે કોરોના વાયરસની મહામારીમાં પ્રજાના મિલકતવેરાની માફી, લાઈટ બિલની માફી, સ્કૂલ અને કોલેજની ફી માફી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો કરવાની માંગને લઈને વિરોધ પ્રદશન કર્યું હતું.

IMG 20200713 WA0069

જે અંતર્ગત ત્રણ ત્રણ વોર્ડની ટીમ બનાવી  કોંગ્રેસના કાર્યકરોએ પ્રજાની વચ્ચે જઈને  પ્રજાહિતમાં  પ્રજાના પ્રશ્નો માટે સરકારની ઉઘાડી લૂંટના વિરોધમાં વિરોધ પ્રદશન કર્યું હતું. મહામારીના લીધે આર્થિક મોરચે લડી રહેલી જનતા પર અનેક પ્રકારના વેરા અને ઉપરથી દુકાળમાં અધિકમાસની જેમ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો જનતાના માથે ઠોકી દેતી સરકાર પ્રજાને રાહત આપવાની જગ્યાએ જનતાની કમર તોડી રહી છે તેવો રોષ વ્યકત કર્યો હતો. આર્થિક પેકેજની મોટી મોટી રકમોની જાહેરાત બાદ જનતાને ૨૦ રૂપિયાની પણ મદદ નહીં કરનાર સરકારની વિરુદ્ધમાં આ પ્રદશન સાથે આ કાર્યક્રમમાં પ્રજા પાસે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જાહેર કરેલો ટોલ ફ્રી નંબર ૯૦૧૬૧૩૧૧૩૧ પર મિસ કોલ કરાવીને પ્રજાનું સરકાર પાસેની માગણી માટેનું સમર્થન લેવામાં આવ્યું હતું. તેમ વડોદરા શહેર કોંગ્રેસના પ્રવકતા શ્વેતા મહેતાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.