જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ચાલું નાણાકીય વર્ષમાં સામાન્ય કર, શિક્ષણ ઉપકર અને ફાયરસેફટી ચાર્જ ઉપર 10 % વળતર તેમજ ઓનલાઈન ભરપાઈ કરવામાં આવે તો વધારાનું 2 % મળી કુલ 12% વળતર આપવામાં આવશે.

જુનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મિલ્કત ધરાવતા તમામ મિલ્કતની ઘરવેરા વસુલાતનીકામગીરી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવેલ છે. તે સાથે ઘરવેરા શાખાના વર્ષ 2023/24 ના નાણાકીયવર્ષમાં પાછલી બાકી રકમ સાથે ચાલુ નાણાકીય વર્ષની રકમ ભરપાઈ કરવામાં આવશે તો રહેણાંક તથાબિનરહેણાંક મિલ્કતમાં તા. 30/06/2023 સુધી સામાન્ય કર, શિક્ષણ ઉપકર અને ફાયરસેફટી ચાર્જ ઉપર 10 % વળતર તેમજ ઓનલાઈન ભરપાઈ કરવામાં આવે તો વધારાનું 2 % મળી કુલ 12% વળતર આપવામાં આવશે. આ વળતરનો લાભ લેવા માટે અગાઉના વર્ષના હાઉસ ટેકસના બિલ પરથી ચાલુનાણાકીય વર્ષ સને.2023/24 ના વર્ષનો હાઉસટેકસ સ્વિકારવામાં આવશે.

આ ઉપરાંત જુનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જે મિલ્કત ધારકોએ તા. 01/04/2023 પછી રહેણાંક, બિન રહેણાંક મિલ્કતમાં વિદ્યુત સોલાર સિસ્ટમ ફીટ કરવામાં આવેલ હશે અને વિદ્યુત સોલાર સિસ્ટમના આધારા-પુરાવાઓ તેમજ પી.જી.વી.સી.એલ. નો આધાર પુરાવો રજુ કરવાથી તે કરદાતાઓને ઘરવેરામાં 10 % ડીસ્કાઉન્ટ (રાહત) આપવામાં આવશે. આ ડીસ્કાઉન્ટ વધારાના ડીસ્કાઉન્ટ તરીકે

આપવામાં આવશે. જો કે,  તા.01/04/2023 પહેલા વિદ્યુત સોલાર સિસ્ટમ ફીટ કરેલ હશે તેને આ લાભ મળવાપાત્ર નથી. અને આ વધારાનું 10 % ડીસ્કાઉન્ટ ફકત નાણાંકીય વર્ષ 2023/24 પુરતુ જ મળવાપાત્ર રહેશે.  દરમિયાન જે મિલ્કત ધારકોની મિલ્કતની ઘરવેરા રજીસ્ટરે નોંધ થયેલ ન હોય તેવા મિલ્કત ધારકોએ પોતાની મિલ્કતની નવી નોંધણી કરાવવા, નામ ટ્રાન્સફર કરાવવા અને મિલ્કત આકારણીમાં સુધારા વધારાને લગતી કોઈપણ અરજી કરવાની હોય તો સત્વરે આ બાબતની અરજી મહાનગરપાલિકા કચેરી ખાતે કરવા મહાનગરપાલિકા ધ્વારા તમામ મિલ્કત ધારકોને એક યાદી દ્વારા જાણ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.