ભારતીયો મોટી સંખ્યામાં પવિત્ર સ્થળોએ જઈ રહ્યા છે. તાજેતરના વર્ષોમાં આધ્યાત્મિક પ્રવાસન ઝડપથી વધી રહ્યું છે.જેના કારણે પવિત્ર સ્થળો પર મિલકતોના ભાવમાં ઉછાળો નોંધાયો છે. આ ઉપરાંત હજુ આગામી દિવસોમાં પણ અહીં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી હી તેજી યથાવત રહેવાની છે.
બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચને અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર પાસે ઘર બનાવવા જમીન ખરીદી છે, જેનું ઉદ્ઘાટન આગામી થોડા સમયમાં થવાનું છે. અભિનેતાના પ્લોટનું કદ 10,000 ચોરસ ફૂટથી વધુ છે, જેની કિંમત લગભગ 15 કરોડ રૂપિયા છે.
અયોધ્યામાં જ્યાં શહેરની બહાર ચો.ફૂટ જગ્યામાં 1થી 2 હજાર ભાવ હતા ત્યાં હવે 4થી 6 હજાર ભાવ પહોંચ્યા, આગામી સમયમાં પણ ભાવ વધવાનો દોર યથાવત રહેશે
રામ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અયોધ્યામાં સંપત્તિના દરો આસમાને પહોંચી ગયા છે. 2019 માં નિર્ણય પહેલા, કિંમતો 400 થી 700 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટની વચ્ચે હતી. હવે, તે રૂ. 1,500 થી રૂ. 3,000 પ્રતિ ચોરસ ફૂટ થઈ ગયા છે. તેવી જ રીતે, શહેરની બહાર, તે પ્રતિ ચોરસ ફૂટ રૂ. 1,000 થી રૂ. 2,000 ની વચ્ચે હતા, હવે તે વધીને રૂ. 4,000 થી રૂ. 6,000 પ્રતિ ચોરસ ફૂટ થઈ ગયા છે.
અગાઉ જ્યારે સરકારે કાશી વિશ્વનાથ કોરિડોર બનાવ્યો ત્યારે વારાણસીમાં પ્રોપર્ટીમાં તેજી જોવા મળી હતી. અયોધ્યા, વારાણસી, વૃંદાવન, ઋષિકેશ, અમૃતસર અને શિરડી જેવા ધાર્મિક સ્થળોમાં પ્રોપર્ટીની તેજી હોટલ અને સેક્ધડ કે રિટાયરમેન્ટ હોમની માંગને કારણે છે.
ડેવલપમેન્ટના એક વર્ષ પછી, 2021માં 7.3 કરોડ લોકોએ કાશી વિશ્વનાથ ધામની મુલાકાત લીધી હતી, જે એક વર્ષ પહેલા માત્ર 80 લાખ હતી. વારાણસી જેવા મુખ્ય સ્થળોના ડેવલપમેન્ટ અને વૃંદાવનના ડેવલપમેન્ટથી ધાર્મિક ઉત્સાહ વધ્યો છે. જેના કારણે મોટી તેજીમાં આવી છે.
પ્રવાસન મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, ભારતમાં ધાર્મિક સ્થળોએ 2022માં રૂ. 1.34 લાખ કરોડની કમાણી કરી હતી, જે 2021માં રૂ. 65,070 લાખ હતી. ઉપરાંત, 6.64 મિલિયન પ્રવાસીઓ વિદેશી સાથે કુલ 1,433 મિલિયન સ્થાનિક પ્રવાસીઓએ આ પવિત્ર સ્થળોની મુલાકાત લીધી હતી. નિષ્ણાતો કહે છે કે કમાયેલી આવક હજુ પણ કોવિડ પહેલાના સ્તરે પહોંચી નથી, તેમ છતાં રિકવરી મજબૂત રહી છે.
નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ દ્વારા 2017ના અહેવાલમાં ધાર્મિક સ્થળો સાથે જોડાયેલી ભારતની મુસાફરી અર્થવ્યવસ્થા 3.02 લાખ કરોડ રૂપિયાની હોવાનો અંદાજ છે, જે તે સમયે ભારતના જીડીપીના 2.32% જેટલો હતો. જો કે, વાસ્તવમાં, તે હજુ પણ મોટું હોઈ શકે છે.
ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની નવી પુન:જીવિત રુચિ રિયલ એસ્ટેટના ભાવમાં વધારો કરી રહી છે કારણ કે હોટેલ કંપનીઓ અને વિકાસકર્તાઓ આ સ્થાનો પર અસંખ્યિત જમીનના મર્યાદિત પુરવઠા માટે હરીફાઈ કરે છે.