સર્વાઇકલ કેન્સર અને સેનેટરી પેડ વચ્ચેના સંબંધ બાબતે તબીબો સાથે ‘અબતક’ની વિશેષ ચર્ચા
સેનેટરી પેડ એ સ્ત્રીની તેમજ ટીનએજ ગર્લની કાયમ માટેની જરુરીયાત રહી છે. સેનેટરી પેડ એક આવશ્યકતા તો છે જ પણ તેની સાથે સાથ તેનો યોગ્ય ઉપયોગ કરવો તેમજ તેની સમજ કેળવવી પણ એટલી જ જરુરી બની જાય છે. સેનેટરી પેડ અલગ અલગ મટીરીયલ જેમ કે કોટન, પ્લાસ્ટિક મટીરીયલ, સેલ્યુલોઝ તેમજ ડાયોકિસન મટીરીયલમાંથી બનાવાય છે. પરંતુ તેમાં ઉપયોગ વખતે સાવચેતી રાખવી ખુબ જ જરુરી બની જાય છે. જો પૂરતી ચોખ્ખાઇ કે સેનેટરી પેડનો યોગ્ય પણે ઉપયોગ કરવામાં ન આવે તો સર્વાઇકલ કેન્સર અથવા ઓપરીન કેન્સર થવાની શકયતાં વધી જાય છે.
સેનેટરી પેડના યોગ્ય ઉપયોગ તેમજ કેન્સર થવાની શકયતા અને તેના ચિહનો વિશે અબતકની ટીમે ગાયનેકોલોજીસ્ટ નીતાબેન ઠકકર તેમજ ડો. નીલા મોહીલે સાથે ખાસ વાતચીત કરી હતી.
નીતા ઠકકર (આગમન હોસ્પિટલ- ગાયનેકોલોજીસ્ટ)એ જણાવ્યું હતું કે સેનેટરી પેડ એ સ્ત્રીની કાયમ માટેની જરુરીયાત હોય છે. માસીક આવે ત્યારે તેમજ ડીલેવરી વખતે આવા બધા કારણોમાં સેનેટરી પેડ જરુરી હોય છે. અત્યારે સેનેટરી પેડ માટે અવેરનેસ હોવી ખુબ જ જરુરી છે. હાલ જે સેનેટરી પેડ બનાવાય છે તેના મટીરીયલને લીધે પેડ તેમજ કેન્સર થવું એ વસ્તુ પણ ઘ્યાનમાં લેવી જરુરી બનીગઇ છે.
સેનેટરી પેડમાં કોટન સિવાય પ્લાસ્ટિક મટીરીયલ, સેલ્યુલોઝ તેમજ ડાયોકિશન નામનું મટીરીયલ, સેલ્યુલોઝ તેમજ ડાયોકિસન નામનું મટીરીયલ પણ યુઝ થાય છે. આ બધાંના કારણે સર્વાઇકલ કેન્સર અને ઓવરીન કેન્સર થવાની શકયતા વધી જતી હોય છે. એના ચિહનોની વાત કરીએ તો ખુબ વાસવાળુ પાણી આવે બ્લીડીંગ થાય, પેટમાં કોઇપણ જાતની ગાંઠ આવે તો ખ્યાલ આવે કે આવું કંઇક હોઇ શકે અત્યારે આપણે જોઇએ તો કેન્સરનો જ ભય હોય એવું નથી. પરંતુ ડાયોકિસન નામના મટીરીયલને કારણે કેન્સર ઉપરાંત કોમ્યુનીટી સીસ્ટમ પણ ડિસ્ટર્બ થાય છે. તેના કારણે ડાયાબીટીસ જેવા રોગોનું પ્રમાણ પણ વધી શકે છે.
આ ઉપરાંત બેકેટરીયલ ઇન્ફેકશન, ડ્રગજન્ય ઇન્ફેકશન અને પેશાબમાં રસી થવાનો ભય પણ રહે છે. એકને એક પેડ જો સવારથી રાતસુધી વાપર્યા કરે તો તેની ભીનાશને લીધે ઇન્ફેકશન થવાના ચાન્સ વધી જાય છે. એટલે સામાન્ય રીતે દિવસમાં ત્રણથી ચાર પેડ વાપરીને ચોખ્ખાઇ રાખવી જેથી ઇન્ફેકશનથી બચી શકાય. આ ઉ૫રાંત જે ક્ધટેઇનથી રોગ થવાની શકયતા હોય એવી પ્રોડકટનો યુઝ ન કરવો જોઇએ.
ડો. નીલા મોહિલે ગાયકોલોજીસ્ટએ જણાવ્યું હતું કે માસિકના દિવસોમાં કોઇપણ સ્ત્રીઓએ સ્વચ્છતા જાળવવી ખુબ જ જરુરી છે. બહેનો ગમે તે પ્રકારના કે કપડાના પેડ વાપરતા હોય છે. ચોખ્ખું કપડું હોય તો વાંધો નહી પણ ગમે ત્યારે બગડેલા કપડા વાપરીને તેને સરખી રીતે ઘોવાતા ન હોય તો તેનાથી ઇન્ફેકશન થવાની શકયતા વધી જાય છે. સેનેટરી પેડમાં પણ દિવસ દરમિયાન વારે વારે ત્રણથી ચાર વાર ચેન્જ કરવો જોઇએ. જો આ રીતે ન કરવામાં આવે તો ઇન્ફેકશનની સાથે કેન્સર થવાની શકયતા પણ રહે છે. પરંતુ જો ચોખ્ખાઇ રાખવામાં આવે તો તેનાથી બચી શકાય છે