નિદાન, સારવાર, રસીકરણમાં વપરાતી વસ્તુઓ તથા પ્લાસ્ટીક ડિસ્પોઝેબલના ઉપયોગ બાદ તેના નિકાલ અંગે માર્ગદર્શન આપતા માઈક્રો બાયોલોજીસ્ટ તબીબનું માર્ગદર્શન

ભારત જ નહીં બલકે દુનિયાભરમાં પ્રદુષણની સમસ્યાએ કાળો કેર વર્તાવ્યો છે. આ સમયમાં બાયોમેડિકલ વેસ્ટનો પણ ફાળો છે. આ બાયોમેડિકલ વેસ્ટ શું છે ? તેના કારણે શું-શું ખતરાઓ ઉભા થઈ શકે છે અને કેવી-કેવી ગંભીર બીમારીઓ ફેલાય છે તે જાણવું ખૂબ જરૂરી છે.

સમાજમાં રોગચાળો ફેલાવવામાં ગંભીર ભૂમિકા નિભાવનાર બાયોમેડિકલ વેસ્ટના નિકાલ તેમજ તેના વિશેના તકેદારી રાખવા જેવા વિવિધ મુદ્દાઓ પર જરૂરી માર્ગદર્શ તેમજ માહિતી આપવા ‘અબતક’ દ્વારા ડો.કિરણભાઈ અવાસીયાની મુલાકાત લેવામાં આવી હતી. ડો.કિરણબેન માઈક્રો બાયોલોજીસ્ટ છે અને તેઓ ડિસ્ટ્રોમેટ બાયોક્લીન પ્રા.લિમિટેડના ડાયરેકટર તરીકે 18 વર્ષથી કાર્યરત છે. તેઓ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન બાયોમેડિકલ વેસ્ટ વિશે જાણકારી અને નિકાલ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

સૌપ્રથમ તેમણે દવાખાના અને ઘરના કચરામાં શું અંતર હોય છે અને તેનો નિકાલ ક્લિનીક અને હોસ્પિટલોમાં કઈ રીતે થતો હોય છે. તેના વિશે જણાવ્યું હતું કે, દર્દીની સારવાર કે રસીકરણમાં ઉપયોગમાં લેવાયેલા સાધનોને જૈવિક કચરો કહેવાય છે. આ કચરામાં રોગ ફેલાવે તેવા જીવાણું હોય છે અને જો તેનો અયોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તો રોગનો ફેલાવો થાય છે. પ્લાસ્ટીક હવામાં પ્રદૂષણ ફેલાવે છે તેથી આ કચરાના નિકાલ માટે અલગ કાયદો છે, આ કાયદો 2002માં ભારત સરકારે રજૂ કર્યો હતો.

આ બાયો મેડિકલ વેસ્ટમાંથી આરોગ્યને નુકશાન થાય તેવા જીવાણુ અને વિષાણુ હોવાથી એચઆઈવી જેવા ખતરનાક વાયરસ ફેલાવાનો ભય રહે છે. હવે અને પાણીથી થતાં વાયરસને ફેલાવો જીવલેણ પણ હોય શકે છે. આ વેસ્ટને સળગાવવાથી ધુમાડા રૂપે હવામાં વાયરસ ફેલાય છે.

મેડિકલ બાયો વેસ્ટમાં ગાયનેક અને સર્જરી વિભાગમાં વધારે ખતરારૂપ અને વ્યાપક પ્રમાણમાં બાયો વેસ્ટ નીકળતા હોય છે. જેમાં શરીરના કેટલાંક અંગોનો પણ સમાવેશ થાય છે.

આ કચરાના નિકાલની વ્યવસ્થા અંગે ડો.કિરણ જણાવે છે કે, દરેક વેસ્ટના અલગ પ્રકાર હોય છે. જેમ કે શસ્ત્રક્રિયા દરમિયાન થયેલો વેસ્ટ અને પ્લાસ્ટીક તથા તીક્ષ્ણ વસ્તુઓનો જેમ કે ઈંજેકશન વગેરે જૈવિક કચરાના નિકાલ માટે પીવી અને રેડ પ્લાસ્ટીક એમ બે બકેટ રાખવામાં આવે છે અને નકકી કરવામાં આવ્યું હોય તે મુજબ તેનાં નિકાલ થાય છે.

સૌથી ખતરનાક વેસ્ટ કયું આ વિષય પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ જંતુ રોગ ફેલાવી શકે તે દરેક ખતરનાક જ છે અને આ અંગે પેરા મેડિકલ સ્ટાફ પણ સજ્જ હોય છે. કારણ કે તેઓ જો બેદરકારી દાખવે તો દર્દીની સાથે આ વેસ્ટના સીધા સંપર્કમાં આવતા હોવાથી તકેદારી રાખવી ખૂબજ જરૂરી છે અને તેથી જ દવાખાનામાંથી આ વેસ્ટ પ્લાન્ટ સુધી પહોંચે તેના માટેનું પણ એક મેનેજમેન્ટ હોય છે. આ અંતર્ગત વર્ગીકરણ કરવામાં આવે છે. જ્યારે ગાડી આક ચરો લેવા જાય ત્યારે કાર્ડ સ્વાઈપ કરવામાં આવે છે. જેથી ખબર પડે છે કે વેસ્ટની માત્રા કેટલી છે. આને માટે જીપીએસ ટ્રેકિંગ પણ વપરાય પીળી બેગના કચરાને સધન તાપમાન એટલે કે 750 થી 1250 ડીગ્રી સુધી સળગાવી દેવામાં આવે છે અને જેને બાળી નથી શકાતો તેવા વેસ્ટ માટે ઓટો ક્લેવીંગ પધ્ધતિ અપનાવવામાં આવે છે. ફરીથી ઉપયોગમાં લઈ શકાય તે માટે તેના નાના ટુકડા કરવામાં આવે છે.

બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે પોલ્યુશન બોર્ડના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડે છે. તેના નિયમોના ભંગ બદલ ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા 2002માં નિયમો બનાવાયા અને આ નિયમોની ચુસ્ત અમલવારી કરાવવામાં આવે છે. આ બાયો વેસ્ટના નિકાલ પાછળ ડોકટરની પણ મહત્વની ભૂમિકા હોય છે. દરેક ડોકટર ખાસ  પાલન કરીને બજાવે છે.

infec

હાલ કોરોના સંક્રમણના પગલે આ અંગે વિશેષ કાળજી લેવાની ફરજ પડે છે. માર્ચ 2015 પછી કાયદામાં ત્રણ ડિવિઝન આવ્યા જે અંતર્ગત કોવિડ સેન્ટરનો વેસ્ટ બે બેગમાં પેક કરવાનો રહે છે. દરેકે પ્રોટેક્ટિવ ગ્લોવ્ઝ હોસ્પિટલની ગાડી અલગ હોય છે. જ્યારે કોવિડ સેન્ટરમાં વેસ્ટ માટે ગાડી આવે ત્યારે તેનું પહેલા વજન થાય છે. જેને એક એપમાં નોંધવામાં આવે છે. ત્યારબાદ દિલ્હી ખાતે તેને અપલોડ કરવામાં આવે છે અને ત્યાંથી નિર્ધારીત કરીને જાણ કરાયા બાદ જ ગાડી ત્યાંથી નીકળી શકે છે.

પ્રત્યેક સ્માર્ટ સિટી માટે બાયો મેડિકલ વેસ્ટનું ખૂબ મહત્વ છે. કારણ કે પ્રજાજનોની સંખ્યા વધારે હોય છે. તેથી દરેક કાયદાનું ચુસ્ત પાલન કરવું ફરજિયાત બને છે. આવેસ્ટથી જો ટીબીના દર્દીનો વેસ્ટ સરખો ડિસ્પોઝ ન થતયો હોય તો તે હવામાં રોગના જંતુ ફેલાવે છે. અમુક પ્રકારના વેસ્ટ પાણી સાથે ભળવાથી રોગનો ફેલાવો કરે છે અને ટોકસીક ગેસના કારણે શ્ર્વાસનું ઈન્ફેકશન થવાનો ભય રહે છે.

બાયો મેડિકલ વેસ્ટના નિકાલ અંગે સૌથી મહત્વપૂર્ણ માહિતી આપતા ડો.કિરણે જણાવ્યું હતું કે, જો બાયો મેડિકલ વેસ્ટનો સરખો નિકાલ થયો નથી એ બાબતની જાણ જો જનતાને થાય તો આવા સંજોગોમાં લોકોએ તુરંત આ શાખાનો સંપર્ક કરવાનો હોય છે અને આમ કરવાથી આ વેસ્ટ શાખાના કર્મચારીઓ તુરંત કચરાને લઈ જવામાં આવે છે અને ત્યાંથી વેસ્ટને ઉઠાવી લેવામાં આવે છે અને આ બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ નથી થયો તેવી જાણ લોકોને થાય તો ફોન કરવાનો હોય છે અને તેમ છતાં જો કાર્યવાહી ન કરવામાં આવે તો તેના વિરુધ્ધ ગુનો નોંધવામાં આવે છે.

શું છે અમ્બ્રેલા એક્ટ??

દર્દીની સારવાર, નિદાન તેમજ રસીકરણમાં વપરાતી વસ્તુઓમાં રોગ ફેલાવે તેવા જીવાણું-વિષાણુ હોય છે. આ વસ્તુના નિકાલ માટે સરકાર દ્વારા 1986માં એક કાયદો અમલમાં મુકવામાં આવ્યો હતો. આ કાયદાને અમ્બ્રેલા એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદા હેઠળ ઈન્ડસ્ટ્રીઝના વેસ્ટ, હાઉસ વેસ્ટ, કેમિકલ વેસ્ટનું કેવી રીતે સંસ્થાપન કરવું તેને મેનેજ કરવું અને ડિસ્પોઝ કરવું વગેરેનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.