શું તમને ખબર છે? આમીર ખાને પ્રથમ ફિલ્મનું પ્રમોશન કઈ રીતે કર્યું હતુ ?

ફિલ્મના પ્રમોશનની ટેકનિક આમીર ખાનના ‘લોહી’માં છે. શુ તમને ખબર છે? આમીર ખાને તેની પ્રથમ ફિલ્મ ‘કયામત સે કયામત તક’નું પ્રમોશન કઈ રીતે કર્યું હતુ ?

તો વાંચો આ એકસકલુઝિવ વિગત: ૧૯૮૭માં આમીર ખાન અને તેનો ફ્રેન્ડ રાજ ઝુત્સી એક ચા ની લારી (કેબિન) પર ઉભા રહી ગયા હતા અને ત્યાંથી જેટલી પણ ઓટોરિક્ષા નીકળે તે ઉભી રખાવીને તેની પાછળ મૂવીના સ્ટિકર ચોંટાડતા હતા.

આમીર ખાન ત્યારે મહઝ શોર્ટ્સ એન્ડ ટી શર્ટમાં રોડ પર ઉભો રહી જતો અને વાહન પાછલ કયુએસકયુટી (કયામત સે કયામત તક)ના સ્ટિકર લગાવતો. આ વાતનો ઉલ્લેખ એટલે કે કર્યો કે આમીર ખાન ખૂબ ઓછા બજેટમાં પોતાની ફિલ્મનું પ્રમોશન અસરકારક રીતે કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.