ટીમ સરદારધામ દ્વારા કરાયું આયોજન: સિવીલ સર્વીસ તાલીમ કેન્દ્રનો પણ થશે શુભારંભ
સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ પ્રમોશનલ કાર્યક્રમ રપ તથા જીપીએસસી- યુપીએસસી સીવીલ સર્વીસ તાલીમ કેન્દ્રના શુભારંભનો કાર્યક્રમ આગામી તા. રપ ને સોમવારે હેમુ ગઢવી હોલ ટાગોર રોડ ખાતે સાંજે ૭.૩૦ થી ૮.૩૦ કલાક દરમિયાન યોજાશે.
સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ તરફ આગળ વધવા સમસ્ત પાટીદાર સમાજની એકતાનું ધામ સરદાર ધામ કાર્યરત છે. સરદારધામની સેવાઓ સમગ્ર ગુજરાતભરની સાથે આગામી રપ નવેમ્બરના રોજ જીપીએસસી- યુપીએસસી સીવીલ તાલીમ કેન્દ્રનો રાજકોટ ખાતે શુભારંભ થવા જઇ રહ્યો છે. મિશન ૨૦૨૬ અંતર્ગત સરદારધામ દ્વારા ર૦ર૦ દરમ્યાન હોસ્ટેલ પ્રોજેકટ જીપીએસસી અને યુપીએસસી સીવીલ સર્વીસ કેન્દ્ર, ગ્લોબલ પાટીદાર બીઝનેસ સમીટ (જીપીબીએસ) ગ્લોબલ પાટીદાર બીઝનેસ ઓર્ગેનાઇઝેશન (જીપીબીઓ) યુવા તેજ તેજસ્વીની સંગઠન માટે હાલ પ્રવૃતિઓ કરી રહ્યું છે. યુવા શકિતના સર્વાગી વિકાસ માટે સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ તરફ પગલું માંડવા માટે સરદારધામ દ્વારા જીપીબીએસ- જીપીબીઓ યુવા તેજ તેજસ્વીનીના આયામો ચાલી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં વસતા સમસ્ત પાટીદાર સમાજના દરેક જ્ઞાતિજનો સુધી સરદારધામના વિચારો અને અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના આદર્શો થકી જ્ઞાતિની આવનારી પેઢીના ઉત્થાન સાથે ઉત્કૃષ્ટ રાષ્ટ્ર નિર્માણની હરણફાળ ભરી રહ્યું છે.
સરદારધામ દ્વારા નવી પેઢીના સ્વપ્નો સાકાર કરવા જુદા જુદા રચનાત્મક કામો કરવામાં આવી રહ્યા છે. જેમાં મુખ્યત્વે ગ્રામ્ય કક્ષાએથી વિશ્વ કક્ષાએ જોડાણ વધારવા માટેનું આયોજન કરવાનું આયોજન કરાઇ રહ્યું છે. સમાજમાં જરુરીયાતમંદ પાટીદાર સમાજના લોકોને સન્માનભેર સામાજીક અને આર્થિક સભર બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્ત્રી સશકિતકરણ, શૈક્ષણિક, સ્વરોજગારી અને ઉઘોગ સાહસિકતા માટે ખાસ ભાગીદારી વધારવા માટે પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
સરધારધામ દ્વારા પાટીદાર સમાજના યુવાધનમાં વધતી જતી વ્યસનની લતમાંથી તમાકુ, ગુટકા દારુ અને નશાકારક પદાર્થોના સેવનથી યુવાનોને આર્થિક અને શારિરીક પાયમલ અટકાવી વ્યસન મુકિત થકી નિવ્યંસની બનાવવાનું પણ આયોજન હાથ ધરાશે. પાટીદાર સમાજના તેજસ્વી અને જરુરીયાતમંદ વિઘાર્થીઓ માટે વગર વ્યાજની લોન અને સહાય આપવા માટે ખાસ નાણાકીય ભંડોળ પણ સમાજના પ્રતિષ્ઠિત અને સક્ષમ જ્ઞાતિજનોના સહયોગથી સહાય આપવા માટેનું પણ આયોજન કરાઇ રહ્યું છે.
સરદારધામ ના પ્રથમ તબકકામાં ર૦૦૦ જેટલા દીકાર દીકરીઓ માટે સગવડતા યુકત સમયને અનુરુપ છાત્રાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રયાસ કરવામાં આવનાર છે. હા છાત્રાલયમાં આવતા પાટીદાર સમાજના યુવાધનને મોંધવારીમાં પરવડે તે પ્રકારે શિક્ષણ લેવા આવનાર વિઘાર્થીને અગવડતા ન પડે તે માટે પ્રાથમિકતાથી છાત્રાલય માટેનું આયોજન હાથ કરવામાં આવશે. સમગ્ર દેશ અને દુનિયામાં થી ગુજરાત રાજયમાં આવતા પાટીદાર સમાજના અતિથિઓ માટે સુવિધાયુકત અદ્યતન અતિથિ ભવન નિર્માણ કરવા માટે પણ સરદારધામ દ્વારા આયોજન પણ ભવિષ્યમાં હાથ ધરાનાર છે.
જુદા જુદા લક્ષ્યબિંદુઓ સાથે સરદારધામ એક અનોખી અને આગવી વિચારધારાથી સમસ્ત પાટીદાર સમાજ માટે ગુજરાતમાં કામ કરી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના હાર્દ સમા રાજકોટ શહેરમાં આગામી રપ નવેમ્બરના રોજ જીપીએસસી- યુપીએસસી સીવીલ તાલીમ કેન્દ્રનો રાજકોટ ખાતે શુભારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે આ પ્રસંગે સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરીયા, ચઁદુભાઇ વિરાણી (બાલાજી વેફર્સ ગ્રુપ) મૌલેશભાઇ ઉકાણી (બાન લેબ) સહિતના મહાનુભાવો ખાસ ઉ૫સ્થિત રહેશે. અબતકની મુલાકાતે આવેલા સુભાષભાઇ ડોબરીયા, મંથનભાઇ ડઢાણીયા, હિરેનભાઇ સાપોવડીયા, મેહુલભાઇ ખજુડીયા અને આષિશભાઇ સિદપરાએ જણાવ્યું હતું.