- પોસ્ટીંગ અપાયાએચ.જે.પ્રજાપતિની પોરબંદરના મ્યુનિ.કમિશનર તરીકે નિયુક્તી: સિનિયર IAS મોના ખંધારને સાયન્સ ટેકનોલોજી વિભાગના સચિવ અને મનિષા ચંદ્રાને પંચાયત વિભાગનો હવાલો
રાજ્ય સરકાર દ્વારા એડિશનલ કલેક્ટરમાંથી 20 અધિકારીઓને આઇએએસ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. તમામને પોસ્ટીંગ પણ આપી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત બે સિનિયર સનદી અધિકારીની બદલી કરવામાં આવી છે. મોના ખંધારને સાયન્સ ટેકનોલોજી વિભાગના સચિવ બનાવાયા છે. જ્યારે મનિષા ચંદ્રાને સેક્રેટરી પંચાયતનો હવાલો સોંપવામાં આવ્યો છે.
પ્રમોશન પામેલા આઇએએસ અધિકારીઓને પોસ્ટીંગ પણ આપી દેવામાં આવ્યું છે. જેના એચ.જે.પ્રજાપતિને પોરબંદરના મ્યુનીસિપલ કમિશનર બનાવાયા છે. સી.સી.કોટકને સ્પીપા મહેસાણાના ડે.ડાયરેક્ટર બનાવાયા છે. કે.જે. રાઠોડને સુરતના એડિશનલ જિલ્લા ચૂંટણી અધિકારી બનાવાયા છે. ડો.એસ.જે.જોશીને ગાંધીનગર સ્થિત ઇન્ડેક્ટ-સીના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. વી.આઇ.પટેલને ગ્રામીણ વિકાસના ડેપ્યૂટી કમિશનર બનાવાયા છે. કે.પી.જોશીને વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વી.એમ.પટેલને દાહોદ ડીઆરડીએના ડાયરેક્ટ તરીકે નિમણુંક આપવામાં આવી છે.
કવિતા શાહને હેલ્થ મિશનના વહિવટી અધિકારી, બી.ડી.ડવેરાને જીઆઇડીસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એ.જે.ગાપીતને સરદાર સરોવર પુર્ન વસવાટ એજન્સી વડોદરાના ડે.કમિશનર બનાવવામાં આવ્યા છે. એસ.કે.પટેલને ગુજરાત કાઉન્સીલ સાયન્સ સિટીના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર, એન.એફ.ચૌધરીને આરએસી બનાવાયા છે.
એચ.પી.પટેલને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના સ્પેશ્યલ ડ્યુટી ઓફિસર બનાવવામાં આવ્યા છે. જે.કે.જાદવને નર્મદાના ડીઆરડીએના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. ડી.એચ.બ્રહ્મભટ્ટને ગાંધીનગરના આરએસી બનાવાયા છે. એમ.પી.પંડ્યાને ગાંધીધામના મ્યુનિસિપલ કમિશનર તરીકે પોસ્ટીંગ અપાયું છે. આર.વી.વાળાને જીડબલ્યૂએસએસબીના ચીફ એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર બનાવાયા છે. આર.વી.વ્યાસને ગાંધીનગરમાં સીએમના સ્પેશ્યલ ડ્યુટી ઓફિસર બનાવાયા છે અને એન.ડી.પરમારને સંયુક્ત ચુંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે.
રાજ્યના બે સિનિયર મહિલા આઇએસ અધિકારીની પણ બદલી કરવામાં આવી છે. મોના ખંધારને સાયન્સ ટેકનોલોજી વિભાગના સચિવ બનાવવામાં આવ્યા છે. જ્યારે મનિષા ચંદ્રાને પંચાયત વિભાગના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. જ્યારે જીએએસ કેડરના 11 અધિકારીઓના પે સ્કેલમાં વધારો કરવામાં આવ્યો છે.