બહોળી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો લોક સંપર્કમાં જોડાયા
વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે ગુજરાતના સી.એમ. કોમન મેન વિજયભાઈ રૂપાણી લોકોની વચ્ચે રહીને વોર્ડ નં.૧માં ચૂંટણી માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા, કાર્યકરો તથા દરેક આગેવાનો બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતા.
જયારે ગાંધીગ્રામ વિસ્તારમાં લોકોનો આનંદ, ઉત્સાહ, પ્રેમ સાથે ૧૫૦થી વધુ બેઠકો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પ્રાપ્ત કરશે. એ નિરવિવાદ છે. સાથો સાથ વોર્ડ નં.૨માં અંજલીબેન દ્વારા લોક સંપર્ક સાધવામાં આવ્યો હતો. ટીમ વર્કથી કામ કરવામાં આવી રહ્યું છે. સાથે જ લોકોનો સાથ પણ સારો એવો મળી રહ્યો છે. જેના કારણે ૧૫૦ બેઠકો પર વિજય નિર્ધાર છે એ લઈને જ રહેશે.