રોમાંચથી ભરપુર ફિલ્મ વિશે પ્રિત ગૌસ્વામીએ આપી માહિતી
હાલમાં ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. ઘણી બધી ગુજરાતી ફિલ્મો આવી રહી છે ત્યારે આવી જ રીતે એક ગુજરાતી ફિલ્મ આઈV/Sમી આવી રહી છે. તેને લઈને પ્રમોશન કરવા માટે આ ફિલ્મના પ્રીત ગોસ્વામી કણસાગરા કોલેજમાં આવ્યા હતા અને ત્યાંની વિદ્યાર્થીનીઓએ તેને આવકાર્યા હતા. તેઓએ તેમના ફિલ્મ વિશે ઘણી બધી વાતો કરી હતી.
પ્રીત ગોસ્વામીએ જણાવ્યું હતું કે, રાજકોટની અંદર અગાઉ પણ જો ડ્રામામાં પ્રયોગ કરેલા છે અને રાજકોટની જનતાના સતત ને સતત મારા પર આશીર્વાદ રહ્યા છે. કારણકે ધણાબધાની એવી માન્યતા હતી કે રાજકોટના નાટકોના ટીકીટ શો ન થાય પણ આજે ઘણા બધા એવા આર્ટીસ્ટ છે જેના ઘણા નામ છે. જેના ટીકીટ શો બહુ સારી રીતે ચાલે છે. મારા પણ ઘણા ટીકીટ શો થયા હવે એક પ્રયોગ એવો છે કે રાજકોટની અંદર હવે ગુજરાતમાંથી ફિલ્મ પણ હવે સારા લેવલે બની રહી છે.રોલ નં.૫૬ પણ હમણા જ તાજેતરમાં બહુ સરસ મુવી આવ્યું તે જ રીતે મારું પોતાનું આ મુવી આઈV/Sમી રાજકોટના તમામ આર્ટીસ્ટ અને મારા માટે ખુબ જ સારી વાત એ છે કે તમામ આર્ટીસ્ટોએ મને ખુબ જ મદદ કરી છે અને રાહુલ મહેતા, જયદેવ ગોસાઈ સાથોસાથ દેવ ભટ્ટ અને રાજીવ શ્રીમાળી જે મ્યુઝીક આપી રહ્યા છે. શ્રેય કોટેચા મીકસીંગ કરી રહ્યા છે. જે બોમ્બે લેવલે કામ કરે છે અને રાજકોટમાં બહુ ઓછુ કામ કરે છે તો મારો પ્રયત્ન એ છે કે રાજકોટની અંદર રહીને રાજકોટમાં જ ફિલ્મ બનાવીએ અને અત્યારે અમે રેકોર્ડ તોડવા જઈ રહ્યા છીએ કારણકે અડધી કલાકની અંદર આટલા વ્યુઅર્સ થવા આઈV/Sમી મારા મુવીના પ્રોમોના લોન્ચીંગમાં એ મારા માટે ગૌરવની વાત છે અને પ્રયત્ન કરીએ છીએ કે સારું મુવી આપણે સસ્પેન્સ છે, થ્રીલર છે અને સ્ત્રી બેસ્ક મુવી છે
જેની અંદર એક છોકરી ગામડાની હોય સીટીમાં આવે અને પછી કઈ રીતે એ ફસાઈ જાય અને પોતેને પોતે પોતાની ભુલની સામે પોતે જ કેવી રીતે બહાર નીકળે તેની વાત એટે આઈV/Sમી. એકમાત્ર કણસાગરા કોલેજ કે જેમાં કન્ટન્યુ સાત-સાત શો મારા થયા અને છતાં પણ આટલો રીસપોન્સ કારણકે અહીં આવીએ તો એક લાગણી, પ્રેમનું વાતાવરણ મળી રહે છે. મારી ગણતરી હતી કે આટલી છોકરીઓની સામે એક સ્ત્રી બેસ્ટ મુવી છે તો હું ત્યાં જ લોન્ચ કરું એટલે કણસાગરા કોલેજના અને એવો કોન્ફીડન્સ છે કે બીજા કોઈ જોવે કે ન જોવે કણસાગરા કોલેજ ચોકકસ મારું મુવી જોશે.