લોકડાઉન વચ્ચે જિલ્લા કલેકટરે પ્રમોશનના ઓર્ડર કરતા કર્મચારીઓમાં ખુશીની લહેર
હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. આ દરમિયાન રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને ૨૪ ક્લાર્ક અને તલાટીઓને નાયબ મામલતદારના પ્રમોશનના ઓર્ડર કર્યા છે. જેથી કર્મચારીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
જિલ્લાના કુલ ૨૪ ક્લાર્ક અને તલાટીઓને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે. જેમાં જિલ્લા પુરવઠા કચેરીના બી.બી. શિલું, કોટડા સાંગાણીના વી.બી.મારૂ, વીંછીયાના એન.એલ.બાજપાઈ, જસદણના એસ.વાય.સીનકર, લોધિકાના એમ.જે. ધામેલીયા, ધોરાજીના પી.કે.રાઠોડ, રાજકોટ તાલુકાના એસ.યુ.ત્રિવેદી, મધ્યાહન ભોજન કચેરીના ડી.જી. ભાગીયા, રાજકોટ શહેર દક્ષિણ મામલતદાર કચેરીના એસ.બી. કથીરિયા, ચૂંટણી શાખાના એમ.બી. જાડેજા, જેતપુરના એચ.એમ.કોટડિયા, જસદણના ટી.એચ.દેવમુરારી, જામકંડોરણાના જે.એલ.ગોંડલીયા, રાજકોટ શહેર પશ્ચિમ મામલતદાર કચેરીના એમ.પી.ઝાલા, પડધરીના એચ. જે. જાડેજા, ચૂંટણી શાખાના એ. કે. પરમાર, ધોરાજીના જે.કે. પીલોજપરા, ગોંડલના એન. વી. ગોહેલ, જેતપુરના એમ. એન. સોલંકી, ગોંડલના એમ.પી. ઉપાધ્યાય, અપીલ શાખાના એચ.એ.ચુડાસમાં, ધોરાજીના જે. સી. વ્યાસ, ઉપલેટાના એમ. બી. વામરોટીયા, એ. જે.જાદવનો સમાવેશ થાય છે.