જીએએસ અધિકારીઓના પે મેટ્રીક્સ લેવલ 10માંથી 12 કરતું મહેસુલ વિભાગ
રાજ્યના 27 જીએએસ અધિકારીઓને મહેસુલ વિભાગ દ્વારા પ્રમોશન આપવામાં આવ્યા છે. જેમાં આ તમામ અધિકારીઓના પે મેટ્રિક્સ લેવલ 10માંથી 12 કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ સિટી-1 પ્રાંત કે.જી.ચૌધરી અને ગોંડલ પ્રાંત આર.જી.આલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આણંદ સ્ટેમ્પ ડ્યુટી ડે. કલેકટર ડી.એ.ઝાલા, અમદાવાદના લેન્ડ રીફોર્મ્સ ડે. કલેકટર વી.કે.પટેલ, ગાંધીનગરના જીપીએસસીના ડે. સેક્રેટરી ડી.એમ.ચૌહાણ, જીઆઇડીસીના સ્પે.ઓફિસર જે.એમ.રાવલ, વેરાવળ પ્રાંત કે.વી.બાટી, ટુરિઝમ મિનિસ્ટરના એડિશનલ પર્સનલ સેક્રેટરી કે.એસ.મોદી, વોટર રિસોર્સીસ મિનિસ્ટરના એડિશનલ પર્સનલ સેક્રેટરી એસ.ડી. ગીલવા, આણંદ ડે. કલેકટર એસ.એચ.વર્મા, સ્પીપા સુરતના ડે. કલેકટર કે.એસ.પટેલ, જીઆઇડીસી સુરતના સ્પે.ઓફિસર આર.એમ. જલંધરા, પાટડી પ્રાંત બી.જે.ઝાલા, જીએમએસસીના જનરલ મેનેજર પી.વી. ગોંડલીયા, ઢોલેરા ડે. કલેકટર ટી.જે.વ્યાસ, ગાંધીનગરના ડે. કલેકટર એન.આર.પ્રજાપતિ, મુખ્યમંત્રી કાર્યાલયના ડે. કલેકટર બી.જી.વાઘેલા, ગાંધીનગરના ડે. મ્યુનિસિપલ કમિશનર કે.પી.જેઠવા, નર્મદાના ડે. ઇલેક્શન ઑફિસર જે.સી. દલાલ, મહેસાણાના ડે. કલેકટર વી.આઈ. પ્રજાપતિ,ખેડા પ્રાંત કે.બી.પટેલ, અમદાવાદ ડે. કલેકટર ડી.એમ.દેસાઈ, ઝાલોદ પ્રાંત આર.આર.ગોહેલ, વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટના આસિસ્ટન્ટ ડિરેક્ટર જે.સી. પંડ્યા, કો-ઓપરેશન સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટરના સ્પે.ઓફિસર આઈ.એચ.પંચાલ, લુણાવાડા પ્રાંત એન.એસ.ગુપ્તા, સ્પોર્ટ્સ યુથ સર્વિસ મિનિસ્ટરના પર્સનલ આસિસ્ટન્ટ વી.એન.રબારીને પણ પ્રમોશન આપવામાં આવ્યા છે.