ગોંડલ તાલુકાના રીબડા ખાતે  ગત વર્ષે  યોજાયેલ સંમેલનમાં લેવાયેલા  સંકલ્પ નિમિતે તા.22  ડિસેમ્બરના રોજ લેઉઆ  પાટીદાર  સમાજ દ્વારા યોજાયેલા વાર્ષિક સંમેલનમાં  પાટીદાર સહિત 18 વરણના ઉમટી પડેલા  લોકોને  ગોંડલના પૂર્વ ધારાસભ્ય  જયરાજસિંંહ જાડેજાએ જણાવ્યું હતુ કે કેશુબાપાએ 1998માં આપેલા વચનને આજે પણ પાળું છું અને કાલે પણ પાળતો રહીશ તેમ જણાવ્યું હતુ.

રીબડામાં લેઉવા પટેલ  સમાજના સ્નેહમિલન  યોજાયું હતું તેમાં શાપર વેરાવળના ઉદ્યોગપતિઓ આગેવાનો જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો સહિતના રાજકીય સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગામે ગામના સરપંચો પણ ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં ઉપસ્થિત રહ્યા હતા સંમેલનમાં ભાજપના જિલ્લા પ્રમુખ ઢોલરીયા એ કહ્યું હતું કે જમીન મકાનના ધંધામાં ફૂટી નીકળતી નવી નવી ગેંગોને સમયસર ની ટ્રીટમેન્ટ આપવાની પ્રક્રિયા ચાલુ છે.

ગઢ આયા, સિંહ ગેલા

રીબડામાં લેઉઆ પટેલ સમાજ આયોજીત  વાર્ષિક સંમેલનમાં પાટીદારો સહિત અઢારેય વરણ ઉમટી પડયું

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, જેન્તીભાઈ સરધારા, ઉદ્યોગપતિ ગોવિંદ સગપરીયા, રાજભા અને કનકસિંહ સહિતના રાજકીય અને ઉદ્યોગપતિ રહ્યા ઉપસ્થિત

કૌભાંડીયા અને બોગસ દસ્તાવેજવાળી જમીન માલિકને પરત જયરાજસિંહ જાડેજા જ અપાવી શકે: જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા

પક્ષ પલ્ટો અને ગદારોને કયારે લોકો સ્વીકારતા નથી; મહિલાઓનો કાયદો મારા  ઘરમાં 10 વર્ષથી અમલમાં છે: પૂર્વ ધારાસભ્ય જાડેજા

2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ લેઉવા પટેલ  સમાજ સાથે એક સ્નેહ મિલન આયોજન કર્યું હતું અને ચૂંટણી જીતવાનો દાવો કર્યો હતો અને વિરોધીઓને ભરી પીવાનો વચન આપ્યું હતું આ વચન પાડીને 2023 માં ગઈકાલે ફરીથી એ જ સ્થળે મિલન યોજીને જયરાજસિંહ જાડેજાએ વચન પાડી બતાવ્યું હતું. જયરાજસિંહ ફરી સંમેલન યોજીને  જણાવ્યું હતું કે 1998 માં મેં કેશુ બાપાને આપેલું વચન આજે પણ પાડું છું અને આવતીકાલે પણ બાળકો રહીશ આજ જગ્યા અને આજની તારીખે બે આ વર્ષે સંમેલન યોજ્યું હતું, અને આજે અમે વચન પૂરું કર્યું છે 2022 માં જીત પણ મેળવી છે.    વેપારીઓને ખેડૂતોને હેરાન કર્યા હતા તે સ્થિતિની ફરીથી નિર્માણ ન થાય તેવી તકેદારી રાખવામાં આવી રહી છે અને 2024 ની ચૂંટણીમાં પણ અમારી તૈયારી છે

જયરાજસિંહ જાડેજા એ ભાજપ સરકારની કામગીરીની સરાહના કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકારે મહિલાઓને  કાયદો બનાવીને  જે અધિકારો આપ્યા છે એ કાયદો મારા ઘરમાં 10 વર્ષથી ચાલે છે તેમણે વિરોધીઓ પર પ્રહારો કરી જણાવ્યું હતું કે  હરીફો પાસે જાહેરમાં બેનર મારીને પ્રચાર કરવા જેવું કોઈ કાર્ય કર્યું જ નથી સ્વ કેશુભાઈ પટેલે મને  જવાબદારી સોંપી હતી તેના પર આજે હું  અડીંખમ  ઉભો છું છું તેમ તેમણે જણાવ્યું હતું એક સમયે ગોંડલ પંથક ની હાલત કેવી હતી? અને આજે કેવી છે ?અહીં ખૂબ જ મોટી ઔદ્યોગિક વસાહતો ઊભી થઈ છે જે મને ગમે છે.

આ સંમેલનમાં ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા જણાવ્યું હતું કે ગોંડલ એક એવી બેઠક છે કે જ્યાં વ્યક્તિના કામના આધારે ટિકિટ આપવામાં આવે છે.

ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ ગોંડલના પાણી પ્રશ્નોના ઉકેલ સાથે માર્કેટિંગ યાર્ડ ની વિકાસની રૂપરેખા આપી હતી. લોઠડા પડવલા જીઆઇડીસી એસોસિએશનના જેન્તીભાઈ સરધારાએ જણાવ્યું હતું કે જયરાજસિંહ સ્પષ્ટ વક્તા છે તે ક્યારેય ગદ્દારી કરતા નથી તેમણે યુવાનોના મન મજબૂત કર્યા છે .

ખેડૂત આગેવાન બટુકભાઈ ઠુંમર,ગોપાલભાઈ શિંગાળા  મગનભાઈ, કનકસિંહ જાડેજા અને રાજેન્દ્રસિંહ જાડેજાએ રીબડાની સામાજિક રાજકીય શાંતિ નો જશ જયરાજસિંહ જાડેજા ને આપ્યો હતો રીબડા ખાતે યોજાયેલા લેવા પટેલ સમાજના મહા સંમેલનમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.