“Promise is promise”
વચન અને જબાનના પાકા એવા સર રતન ટાટા એ પોતે આપેલ ખાતરી કોઈ પણ ભોગે પાળી બતાવી અને દુનિયાની સૌથી સસ્તી કાર નેનો લોકોને માત્ર એક લાખ રૃપિયા માં આપી…
- મધ્યમ વર્ગીય પરિવાર ના ચાર લોકો ને વરસતા વરસાદ માં સ્કૂટર પર સવારી કરતા જોઈ ટાટા નું દિલ દ્રવિ ઉઠયું
એક વાર એક મધ્યમ વર્ગીય પરિવાર ના ચાર લોકો ને વરસતા વરસાદ માં સ્કૂટર પર સવારી કરતા જોઈ ટાટા નું દિલ દ્રવિ ઉઠયું અને તેજ ક્ષણે તેઓ એ સામાન્ય લોકો ને પરવડે તેવી કાર બનાવવાનું નક્કી કર્યું અને આ માટે તેઓ એ અનેક કાર નિર્માતા સાથે તેનો વિચાર વિમર્શ કર્યો પણ તેને જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો નહીં.
એજ સમયે એક વિદેશી અખબાર જોડે ના ઇન્ટરવ્યૂ માં આ વાત નો ઉલ્લેખ થયો. જોકે ત્યારે હજુ આ વાત એકદમ પ્રારંભિક તબક્કામાં હતી. રિપોર્ટર એ આ કાર ની કિંમત અંગે પૂછતા ટાટા એ કહ્યું કે હજુ આ પ્રોજેક્ટ એકદમ પ્રારંભિક તબક્કામાં છે અને પ્રાઇસ અંગે કઈ કહી શકાય નહીં, તેમ છતાં રિપોર્ટર એ અંદાજે ભાવ પૂછતાં ટાટા ના મોઢે થી એક લાખ એમ બોલાઈ ગયું. બીજે દિવસે સવારે પેપર માં આ સમાચાર હેડ લાઇન બની ગયા કે ટાટા એક લાખ માં કાર આપશે જે વાંચી ખુદ ટાટા, તેની ટીમ તો ઠીક દેશ દુનિયા ના લોકો ચોંકી ઉઠયા કે આ કઈ રીતે શક્ય બને??
રતન ટાટા જેનું નામ!
બીજે દિવસે પોતાની આખી ટેક્નિકલ ટીમ ને બોલાવી અને આ પ્રોજેક્ટ પર ત્વરિત ગતિ થી કામ અને રિસર્ચ કરવા જણાવ્યું. સેફ્ટી અને બીજી શું ખૂબીઓ હોવી જોઈએ તેના પર પણ ધ્યાન આપવા જણાવ્યું, આ કાર અંગે ના રિસર્ચ અને ડેવલપમેન્ટ માં સારો એવો સમય પસાર થઈ ગયો, દરેકે દરેક પાર્ટસ, સ્ટીલ સહિત ના ભાવો પણ અનેક ગણા વધી ગયા હતા તેમ છતાં પણ પાઈ પાઈ બચાવી 500 યંગ એન્જિનિયરો ની ટીમ ની ચાર વર્ષ ની મહેનત બાદ, લોકો ના આશ્ચર્ય વચ્ચે ટાટા એ એક લાખ માં નેનો કાર રજૂ કરી દેશ દુનિયા ને ચોંકાવી દીધા હતા. આ કાર માં ઉત્તમ સેફ્ટી રેટિંગ, વધુ મોકળાશ, સારામાં સારી એવરેજ સહિત ઘણી ખૂબીઓ હતી. ઉલ્લેખનીય છે કે ટાટા ની આ વાત પર કયાંય પણ દેશ કે વિદેશ માં કોઈ ને વિશ્વાસ બેસતો ન હતો અને તેની મજાક પણ બહુ ઉડી હતી પણ તેઓ એ એક લાખ માં નેનો કાર રજૂ કરી પોતાની કાબેલિયત સાબિત કરી દેશ દુનિયા ને ચોંકાવી દીધા હતા. આ કાર જ્યારે 2008 માં દિલ્લી ઓટો એક્ષપો માં રજૂ કરવામાં આવી ત્યારે દુનિયા ભર ના રિપોર્ટર આ અદ્ભુત ક્ષણ ને કેમેરા માં કંડારવા ઉમટી પડ્યા હતા.
આમ અજાણતા મોઢા માં થી સરી પડેલા શબ્દો નું પાલન કરી સર રતન ટાટા એ પોતે બોલેલા શબ્દો પાળી બતાવ્યા હતા અને નેનો ના લોન્ચિંગ પ્રસંગે જણાવ્યું હતું કે “Promise is promise”
– આલેખન ભરત બારાઈ