હવે કોરોનાના મહામારીને સ્વીકારીને જીવવું પડશે
સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશન પ્રમુખ સમીર શાહની મુખ્યમંત્રીને રજૂઆત
રાજયના વેપાર, ઉઘોગના હિતમાં શાળા, કોલેજ, સિનેમા હોલ, મોટા ઔદ્યોગિક, સામાજીક મેળાવડા પર પ્રતિબંધ રાખી બાકી તમામ પ્રવૃતિ ચાલુ કરાવો
રાજયમાં લોકડાઉન થકી આપણે કોરોના વાયરસને રોકવામાં મહદ અંશે સફળ થવા હોઇએ હવે લોકડાઉન લંબાવવામાં આવશે તો રાજયના અર્થતંત્રને પાયમાલ તરફ દોરી જશે તેમ જણાવતા સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનને લોકડાઉન હવે લંબાવવાના બદલે શાળા, કોલેજો, સિનેમા હોલ, સામાજીક, ઔદ્યોગિક મેળાવડા બંધ રાખી બાકી તમામ પ્રવૃતિ ચાલુ કરવા નિર્ણય કરવા રાજય સરકારને વિનંતી કરી છે.
કોરોના વાયરસ મહામારીને કારણે કેન્દ્ર સરકારના આદેશ મુજબ છેલ્લા દોઢ માસ જેવા સમયથી લોકડાઉન પરિસ્થિત છે. આથી અવધિ તા.૩મેના રોજ પુરી થાય છે. તેવે સમયે રાજયના વપેાર ઉદ્યોગની લાગણી મુખ્યમંત્રી સમક્ષ વ્યકત થઇ છે.
આ મહામારીનો પ્રસાર રોકવા લોકડાઉન ખુબ જ આવસ્યક પગલું હતું. અને તેને કારણે આ મહામારી પર કાબુ મેળવવામાં મહદ અંશે આપણે સફળ થયા છીએ, પરંતુ લોકડાઉનની પરિસ્થિતિએ નાના મોટા સહુને આર્થિક રીતે હાનિ પોહચાડી છે. તેમાં પણ વેપારી ઉદ્યોગોની પરિસ્થિતિ અદિયનીય થઇ છે. ભાડા, પગાર, વ્યાજ વગેરેનો બોજ ઉઠાવવો તેમજ માટે અસહ્ય થઇ ગયો છે. જો હવે લોકડાઉનની અવધિ વધારવામાં આવશે તો તે રાજયના અથંતંત્રને પાયમાલી તરફ દોરી જશે. માટે તમામ પ્રકારના વેપાર ઉદ્યોગને કોઇપણ જાતના અવરોધ વગર ચાલુ કરવાની મંજૂરી આપવી જોઇએ.
કોરોના મહામારી વિષે વિચારીએ તો લોકડાઉન તે તેનો સંપૂર્ણ ઇલાજ નથી. જેમ આપણે શરદી, ઉધરસ, તાવ, સ્વાઇન ફલૂ, જેવી ચેપી બીમારીઓને આપણી રોજીદી જીવનશૈલીમાં સ્વીકારી લીધી છે તેમ આ મહામારીને સ્વીકારીને જીવવું પડશે.
રોગથી સંકર્મિત થઇએ ત્યારે દવા, સારવાર વગેરે ઇલાજ કરી જીવન જીવવાનું ચાલુ રાખવું જોઇએ. માત્ર શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે તે મુજબનો આહાર આપણા નિત્યક્રમમાં સામેલ કરવો જોઇએ.
અત્યારે આપણે ઉદ્યોગોને ચાલુ કરવા સેનીટાઇઝેશન વ્યવસ્થા પર જોર આપીએ છીએ તેને બદલે સ્વચ્છતા અને પર્યાવહણ શુદ્ધિ માટે વૃક્ષારોપણ વગેરે પર ધ્યાન આપવું જોઇએ.
વુક્ષારોપણમાં પણ વિદેશી દેખાવમાં સુંદર તેવા વૃક્ષો નહીં પરંતુ પર્યાવરણની જાળવણી માટે જરૂરી, લીમડા, પીપળ, વડલા, કરંજ વગેરે વૃક્ષો તેમજ બારમાસી ગલગોટા જેવા ફૂલ જાડ અને તુલસીના છોડ વાવવા પર વિશેષ ધ્યાન આપવું જોઇએ. રાજયના વેપાર ઉદ્યોગના હિતમાં માત્ર, શાળા, કોલેજ, સિેનમા હોલ અને મોટી સમાજીક કે ઓધોગિક મેળવડા પર પ્રતિબંધ યથાવત રાખી બાકી તમામ પ્રવૃતીઓ ચાલુ કરવાની રજૂઆત કરવામાં આવી છે.