આઇબી મનીસ્ટ્રીનો ઉંચા પગાર પર બે કર્મચારીઓની નિયુકત કરવા દબાણ

સુચના તેમજ પ્રસારણ મંત્રાલયે ભારતીય બોર્ડને નિયુકિતને લઇને નિર્દેશો આપ્યા હતા પરંતુ પ્રસાર ભારતીએ તેની સ્પષ્ટ ના પાડી દીધી આમ પ્રસાર ભારતી અને સરકાર સામે સામે આવી ગઇ છે. સંપૂર્ણ મામલે એમ હતો કે આઇબી મીનીસ્ટ્રીમાં સર્વીસ કરી રહેલા આઇએએસે અધિકારીઓને પ્રસાર ભારતીના બોર્ડ ઓફ ડાયરેકટર પર્સનલના હોદા પર તેમજ અન્ય બે પત્રકારોને ઉંચા સેલેરી પેકેજ પર પ્રસાર ભારતીમાં નિયુકત કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. પરંતુ પ્રસાર ભારતીએ સુચના તેમજ પ્રસારણ મંત્રાલય દ્વારા અપાયેલા નિર્દેશના ૧૯૯૦ના અધિનિયમની અવગણના કરી છે. ગુરુવારે પ્રસાર ભારતીની બોર્ડની બેઠક યોજાઇ હતી જેનું નેતૃત્વ ચેરપર્સન સૂર્ય પ્રકાશે કર્યુ હતું. જેમાં પ્રસાર ભારતીએ કહ્યું હતુંકે આઇબી મીનીસ્ટ્રી પ્રાઇવેટ મીડીયા સંસ્થાના બે પત્રકારોને નોકરી પર રાખવા માટે દબાણ કરી રહ્યું છે. પ્રસાર ભારતીથી જોડાયેલા લોકોનો વધુમા વધુ પગાર ૧.૬ લાખ પ્રતિમાસ છે. જેને વધારીને ૧ કરોડ વાર્ષિક કરવું વ્યાજબી નથી. બોર્ડનું કહેવું છે કે કવોલીટીમાં સુધાર માટે મીડીયા વધુ સારા લોકો બહારથી લાવે. પરંતુ સવાલ નિયુકતીનો નહી પરંતુ સેલેરીનો છે.

બોર્ડ એક સાર્વજનીક નિગમ છે. અને બોર્ડ ઇચ્છે છે કે આટલા ઉચા પગાર દર પર લોકોને પ્રસાર ભારતી નિયુકત કરી શકે નહી એક વરીષ્ઠ અધિકારીએ નામ ન દર્શાવવાની શર્તે કહ્યું હતું કે પ્રસાર ભારતીના નિયમ મુજબ બોર્ડના સભ્યોની નિયુકિત ઉપરાષ્ટ્રપતિની સમીતીમાનં જ થાય છે. અન્ય કોઇના દબાણમાં નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.