વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ ૧૫૦ કૃતિઓ મુલાકાતી માટે આકર્ષણનું કેન્દ્ર

શહેરની નામાંકિત એવી ૧૫૦ ફૂટ રીંગરોડ ઉપર આવેલી ઓએસઈએમ પાઠક સ્કુલના વિદ્યાર્થીઓને થીયરીની સાથે પ્રેકટીકલ જ્ઞાન પણ મળે તેવા હેતુથી વિશિષ્ઠ વિજ્ઞાન મેળાનું અદકે‚ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં શાળામાં અભ્યાસ કરતા ધો.૫ થી ૧૧ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. લોકજીવનમાં ઉપયોગી બને તેવી વિવિધ ૧૫૦થી પણ વધુ કૃતિઓ માત્ર બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી જોકે તેમા શાળાના શિક્ષકો અને મેનેજમેન્ટ સ્ટાફે પણ આયોજનમાં મહત્વની ભૂમીકા ભજવી વિદ્યાર્થીઓને મદદ કરી હતી. અને તેમને માર્ગદર્શન પૂરૂ પાડયું હતુ.vlcsnap 2019 03 13 17h20m38s215વિજ્ઞાન વર્તમાન સમયની જ‚રિયાત છે. માટે લોકોનું જીવન સરળ બનાવવામાં મદદ‚પ સાબિત થાય છે. માટે ધો.૫ થી ૧૧ ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેકટોમાં (Li-Fi)એટલે કે લાઈટીંગ ફીડાબીટી, ટેલ્લા કોઈલ તથા જનરેટર જેવી આકર્ષક કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત વેકયુમ ટયુબ, સૂર્ય કુકર જેવા અન્ય પ્રોજેકટો પણ તૈયાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોઈ પાઠક સ્કૂલના પ્રાંગણમાં આગામી સમયમાં પણ વિશાળ વિજ્ઞાન પ્રદર્શન ખૂલ્લુ મૂકવામાં આવશે તેમાં સંસ્થાના જવાબદાર અધિકારીએ કહ્યું હતુ.

જેમાં પણ જીવન જ‚રીયાત માટે ઉપયોગી બની તેવા વિવિધ પ્રોજેકટો રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત વેકયુબ ટયુબ કે પાણીની બોટલમાંથી તૈયાર કરવામાં આવે છે. જે સ્વચ્છતા મિશનમાં ખૂબજ જરૂરી સાબિત થઈ શકે.

વિજ્ઞાન લોકોના જીવનને સરળ બનાવે છે: દિલીપ પાઠક vlcsnap 2019 03 13 17h20m48s88

સ્કૂલના ટ્રસ્ટી દિલીપ પાઠકે જણાવ્યું હતુ કે તેમની સ્કુલ સમાજનાં વિદ્યાર્થીઓ માટે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. જેના ભાગ ‚પે તેમની સ્કુલમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જેમાં ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લીધો છે. અને આ વિદ્યાર્થીઓનો અનેરો ઉત્સાહ જોઈ આવનારા દિવસોમાં તેમની પાઠક સ્કુલનાં પ્રાંગણમાં આમ જનતા વિદ્યાર્થીઓનાં વાલીઓ માટે વિજ્ઞાન પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવશે. અને આ વિજ્ઞાન પ્રદર્શનમાં દરેક વિજ્ઞાન પ્રવૃત્તિઓ બધા માણસોનાં જીવન ઉપયોગમાં આવે અને બાળકોની પણ વિજ્ઞાન પ્રત્યેની રૂચી માટે આ કાર્યક્રમ કરવામાં આવશે.

સૂર્ય કુકરથી ખોરાકના પોષક તત્વો જળવાય રહે છે: વરિયા આયુષvlcsnap 2019 03 13 17h20m26s126

પાઠક સ્કૂલના વિદ્યાર્થી આયુષ અને બીજા વિદ્યાર્થી દ્વારા સૂર્યકુકરનો ઉપયોગીતા ઉપર છે સૂર્યકૂકરનાં ખોરાક બાફીને બનાવી શકાય છે. સૂર્ય કુકરનાં બનાવેલ ખોરાકમાં પોષક તત્વો જળવાઈ રહે છે અને સૂર્ય કુકરમાં ફકત સર્ય ઉર્જાનોજ ઉપયોગ થતો હોવાથી બળતણનો ખર્ચ થતો નથી અને હવા પ્રદુષણ ફેલાતુ નથી અને સમયની બચત પણ થાય છે.

વિધુત ઉત્પન્ન કરતુ જનરેટર બનાવાયું: જાદવ માનસીvlcsnap 2019 03 13 17h20m10s214vlcsnap 2019 03 13 17h20m10s214

પાઠક સ્કૂલની વિદ્યાર્થીની જાદવ માનસી તથા અન્ય ૩ વિદ્યાર્થીની દ્વારા જનરેટર બનાવવામાં આવ્યું તો જનરેટર કેવી રીતે બનાવી શકીયે તેનું મુખ્ય કાર્ય હોય છે ઈલેકટ્રીક મોટર અને ડિઝલનું તેમાં ઈલેકટ્રીક મોટર શું કાર્ય કરે છે કે એને જવાથી વિધુત મળે છે. તો તેને પાત્રીક ઉર્જામાં વહન કરવાનું કાર્ય કરે છે. અને ઈલેકટ્રીક જનરેટરમાં ડિઝલનું શું કાર્ય છે. તે મોટરમાંથી મળેલી પાત્રીક ઉર્જાનું વિધુત ઉર્જામાં વહન કરે છે. અને તેમના પ્રયોગમાં જનરેટરને બેટરી વડે પાવર આપવાથી લાઈટ શ‚ થાય છે. અને આ લાઈટનો ઉપયાગે મોટી મોટી હોસ્પિટલ છે અને શાળામાં લાઈટ જતી રહેવાથી કાર્ય અટકી જાય છે તો આ જનરેટર દ્વારા કાર્ય ચાલુ રાખવામાં ઉપયોગી બને છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.