સંરક્ષણ ક્ષેત્રે જોડાવા માંગતા વિઘાર્થીઓ માટે ઉત્તમ તક: ડી.કે. વાડોદીયા
પંચશીલ સ્કુલ મેનેજીંગ ટ્રસ્ટી ડો. ડી.કે. વાડોદીયા એ જણાવ્યું હતું કે આ ડિફેન્સ યુથ ફિયેસ્ટાનું જીનીયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટ દ્વારા ખુબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફિએસ્ટાથી વિઘાર્થીમાં જે ફોર્સમાં જોડાવાની ઉત્સુકતા જોવા મળી છે. અને વિઘાર્થીને આર્મી, એરફોર્સમાં જોડાવવા માંગતા હોય છે તેની માટે આ ડિફેન્સ યુથ ફિએસ્ટા એક મોટું પ્લેટ ફોર્મ સાબીત થાશે અને હું તો એટલું જ કહી કે આ આયોજન રાજકોટના ઇતિહાસમાં પ્રથમ આયોજન હશે. અને અહીં આ પ્રદર્શનને જોવા માટે લાખોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે જે એક ખુબ જ સારી બાબત કહી શકાય છે.
દેશદાઝ માટે ડીફેન્સ યુથ ફિએસ્ટા અસરકારક સાબીત થશે: જતીન ભરાડ
ભરાડ સ્કુલના જતીનભાઈ ભરાડે જણાવ્યું હતુ કે જીનીયસ ગ્રુપ ઓફ ઈસ્ટીટયુટ દ્વારા ડિફેન્સ યુથ ફિએસ્ટાનું આયોજન થયું છે. તે અધતન અને અદભૂત છે. અત્યારે જે પુલવામાં અટેક થયો તેમાં અનેક જવાનો શહીદ થયા હતા ત્યારે દેશમાં એક આક્રોશનો માહોલ જોવા મળ્યો છે ત્યારે વિદ્યાર્થીઓમાં એક દેશદાઝ ઉત્પન્ન થાય તે માટે ડિફેન્સ યુથ ફિએસ્ટા અસરકારક સાબિત થશે.
જીપીએસ, ટ્રેકર અને મેઝરમેન્ટથી થશે ફિલ્મ મોનીટરીંગ: યશવંત નાવણીયા
ગાર્ડી વિઘાપીઠના વિઘાર્થી નાવણીયા યશવંતે જણાવ્યું હતું કે અમારા પ્રોજેકટનું નામ ફિલ્મ મોનીટરીંગ છે જેમાં અમે ત્રણ મોડયુલનો ઉપયોગ કર્યો છે. પહેલું જીપીએસ ટ્રેકર, વેઇટ મેઝરમેટ અને ફયુલ લેવલ ઇન્ડીકેટર એક જગ્યાએથી બીજી જગ્યા પર જતા હથિયારના વાહનોનું લાઇવ જોવા માટે જીપીએસ ટ્રેકરનો ઉપયોગ થાશે. જેનાથી રમગલીંગ કે કોઇપણ પ્રકારની હલચલની જાણકારી મળતી રહે. બ્રીજમાં વેઇટ મેઝરમેટ મુકવામાં આવે એટલે દરેક બ્રીજથી પસાર થતા હથીયાર ના વાહનોના સરખા વેઇટ ન થાય તો હલચલ થઇ હોવાની ચમકી મળી રહે છે. ફયુલ લેવલ ઇન્ડીકેટરનો ઉપયોગ પેટ્રોલ, ડીઝલ ના ટેન્ટને અમુક લીટરો પર લાઇટ દ્વારા સેન્સર મુકવામાં આવ્યા છે જેમાં ટેન્ટ થાશે એટલે અપ્લાર્મ વાગવા લાગશે.
સ્પાય રોબો આતંકીઓ પર નજર રાખશે: માનસી નિર્મલ
ગાર્ડી વિઘાપીઠની વિઘાર્થી માનસી નિર્મલે જણાવ્યું હતું કે ડિફેન્સ યુથ ફિએસ્ટામાં તેઓએ સ્પાય રોબોર્ટ હેન્ડનો પ્રોજેકટ અહી પ્રદર્શન કર્યો છે. સ્પાય રોબોર્ટથી આપણે આતંકીઓ પર સતત નજર રાખી શકીએ છીએ અને તેઓ કંઇ પોઝીસનમાં છે તે પણ જાણી શકીએ છીએ તેથી આપણે તેની પોઝીશન જાણીને હુમલો કરી આતંકીઓનો ખાત્મો કરી શકીએ છીએ.
૯ કોન્સેપ્ટથી ઉરી પ્રોજેકટ તૈયાર કરાયો: જય નિર્મલ
ગાર્ડી વિઘાપીઠના વિઘાર્થી જય નિર્મલે જણાવ્યું હતું કે અમે ઉરી ધ સ્માર્ટ બેઝ સિસ્ટમ પ્રોજેેકટ આ ડિફન્સ ફિએસ્ટામાં પ્રદર્શિત કર્યો છે જેમાં ૯ અલગ અલગ ક્ધસેપ્ટ રાખવામાં આવ્યા છે. જેમ કે મિલીટરી સ્માર્ટ કોન્ફરન્સ રુમ કે જેમાં કોઇ બહારનું વ્યકિત અંદર આવે છે તો તેની ઓળખ કરી લે છે.
અર્થ ફિલ બેરિયર પ્રોજેકટ સેનાને મદદરુપ બનશે: સાગર ગોહીલ
ગાર્ડી કોલેજના સાગર ગોહીલે જણાવ્યું હતું કે ડિફેન્સ યુથ ફિયેસ્ટામાં અર્થ ફિલ બેરીયર નામનો પ્રોજેકટ પ્રદર્શિત કર્યો છે. અત્યારે સૈનિકો જમીનમાં ખાડો કરીને સીમેન્ટની બેગથી દિવાલ બનાવે છે પરંતુ અમે અહી બીજી રીતે બનાવ્યું છે અમેરીકન આર્મીએ એક દિવાલ તૈયાર કરી છે.જેમાં ગેલ્વેનાઇઝના વાયર બનાવવામાં આવે છે. જેની અંદર પોલી પ્રુપીલીનનું કાપડ વાપરવામાં આવે છે. જેનું આખુ ટેમ્પરરી સ્ટ્રકચર બનાવવામાં આવે છે. પછી એને તમે કોઇપણ જગ્યાએ લઇ જઇ શકો છે અને ૦ તેમાં માટી કે રેતી નાખી આખી બુલેટ પ્રુફ દિવાલ તૈયાર કરી શકો છો. જેથી સૈનિકો દુશ્મનની ગોળીઓથી બચી શકે. મલ્ટી પપર્સ યુઝ હોવાથી ટેમ્પરેચર પ્રમાણે વાપરી શકીએ છીએ. દારુગોળાના સ્ટોરેજ પણ કરી શકીએ છીએ.