તાજેતરમાં પાલડી અમદાવાદ ખાતે વી કમિટી શેર એન્ડ કેર ફાઉન્ડેશન ન્યુ જર્સી, અમેરિકાના સૌજન્ય અને પ્રોજેકટ લાઈફ રાજકોટના દ્વારા મહિલા સશકિતકરણ કાર્યક્રમ અંતર્ગત કૌશલ્યવર્ધક તાલીમ લઈ રહેલ વિધવા, ત્યકતા, દિવ્યાંગ તેમજ ગરીબીની રેખા હેઠળ જીવતા પરીવારની ૧૫૦ બહેનો માટે બે સપ્તાહ સુધી સ્વ રક્ષણ તાલીમ શિબિર પાલડી, અમદાવાદ ખાતે યોજવામાં આવેલ હતી. પ્રોજેકટ લાઈફ રાજકોટના દ્વારા મહિલા સશકિતકરણ કાર્યક્રમ અંતર્ગત ૭૦૦૦ થી વધારે બહેનો કૌશલ્ય વર્ધક તાલીમ મેળવી સ્વ નિર્ભર બની છે. આ બહેનોને માર્શલ આર્ટની ખાસ તાલીમ લીધેલ ટ્રેઈનરો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. સ્વ.રક્ષણ તાલીમ શિબિરના સમાપન સમારોહમાં અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ એસ.ડી.પટેલ, પી.એસ.આઈ બી.કે.ચૌધરી, પી.એસ.આઈ નૌમન ઘાંચી એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ, વિજય પ્રજાપતિ પ્રોહીબીશન ઓફિસર ગુજરાત, તેમજ કિરીટ વસા ફાઉન્ડર ટ્રસ્ટી પ્રોજેકટ લાઈફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વી કમિટી શેર એન્ડ કેર ફાઉન્ડેશન ન્યુ જર્સીના સૌજન્યથી પ્રોજેકટ લાઈફ દ્વારા જનરલ કવોલીટી, બેકીંગ બુડકેટીંગ એન્ડ ફાયનાન્સની તાલીમનું મહિલા સશકિતકરણ કાર્યક્રમ આપવામાં આવી રહી છે.
પ્રોજેકટ લાઈફ રાજકોટ દ્વારા સેલ્ફ ડીફેન્સ ટ્રેનીંગ કાર્યક્રમ યોજાયો
Previous Articleઆટલા ખોરાક એનલ કેન્સરને નોંતરે છે
Next Article સુંદર,ચમકદાર ચહેરા માટે તીખાનો ફેસપેક