આગામી તા. ૨૪ ઓગસ્ટના ગુજકેટની પરીક્ષાઓ યોજાનાર છે. જે પરીક્ષા દરમિયાન ચોરીઓના દુષણના કારણે પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાની સંભાવના છે. તેના ઉ૫યોગ પર પ્રતિબંધ મુકર્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયાએ જામનગર જિલ્લામાં નિયત થયેલ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાય) કોપીયર મશીન ધારકોને તા. ૨૪ ઓગસ્ટના સવારે ૧૦:૩૦ થી સાંજના ૧૬ સુધી તેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવા તથા સદરહું પરીક્ષા કેન્દ્રોમાં કોઈએ મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ કે અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. સજુબા સરકારી ગર્લ્સ સ્કૂલ, ડી.એસ.ગોજીયા હાઈસ્કૂલ, એ.બી.વિરાણી ક્ધયા વિદ્યાલય, ડી.સી.સી. હાઈસ્કૂલ, નેશનલ હાઈસ્કૂલ, જી.એસ.મહેતા કન્યા વિદ્યાલય, ભવન્સ એ.કે.દોશી વિદ્યાલય, સત્યસાંઈ હાઈસ્કૂલ  યુનિટ ૧ થી ૩, સેન્ટ આન્સ હાઈસ્કૂલ, એલ.જી.હરિયા (યુનિટ-૧ અને ૨). આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.