જમ્મુ-કાશ્મિરમાં ડ્રોન દ્વારા ત્રાસવાદીઓ હુમલા કરી રહ્યાં છે ત્યારે આવા હુમલાઓથી બચવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાની બોર્ડર ઉપર આવતાં તમામ રાજ્યોમાં ડ્રોન રજીસ્ટ્રેશન ફરજીયાત કરવાનો આદેશ આપ્યો છે. જેના પગલે આજે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે એક જાહેરનામું બહાર પાડી શહેરમાં કેમેરાવાળા વાહન અને ડ્રોનનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરવાનો હુકમ કર્યો છે.
આ જાહેરનામા બાદ હવે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ ડ્રોન સહિતના ફ્લાઈંગ ઓબ્જેક્ટ ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અન્ય ફ્લાઈંગ ઓબ્જેક્ટમાં એરિયલ મિસાઇલ, હેલિકોપ્ટર, રિમોર્ટ કંટ્રોલ, માઈક્રો લાઈટ, એરક્રાફ્ટ કે પેરાગ્લાઈડર વગેરે સાધનોનો સમાવેશ થયા છે. આવા સાધનોથી દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ વગેરે તત્વો ગેરલાભ લઈને રાજકોટની ગ્રામ્ય વિસ્તારની સુરક્ષાને હાનિ પહોંચાડી શકે છે.
રાજકોટ શહેરમાં મંજૂરી વગર ડ્રોન ઉડાડશો તો આવી બનશે, સાંભળો શું કહે છે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ
તેથી ગ્રામ્ય વિસ્તારને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે રાજકોટના કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 31 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. આ નિયમ વિરુદ્ધ કૃત્ય કરનારને કલમ-1860,188 અને 135 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.