- આજે સાંજે છ વાગ્યાથી કાલે સવાર છ સુધી તેમજ કાલેના બપોરના 12 થી રાત્રીના 12 વાગ્યા સુધી જાહેરનામુ લાગુ પડશે
- 2 ડીસીપી સહિત 1615 પોલીસ કર્મચારીઓ બોડીવોર્ન કેમેરા બંદોબસ્તમાં જોડાશે
મુસ્લિમ બિરાદરો માટેના માતમના તહેવાર નિમિતે નીકળતા તાજીયાના ઝુલુસ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી તમામ વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
તા.8ના સાંજના છ થી તા.9ના સવારના છ વાગ્યા સુધી અને તા.9ના બપોરે બાર થી તા.9ના રાતના બાર વાગ્યા સુધી જાહેરનામું અમલમાં રહેશે. તાજીયાના ઝુલુશ દરમિયાન શ્રાવણ માસના બીજા સોમવારે રામનાથ મહાદેવ મંદિરે ભારે ભીડ રહેવાની હોવાથી રામનાથપરા ખાતે પોલીસના બંદોબસ્તની સાથે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
સોરઠીયા-વે બ્રીજથી જીલ્લા ગાર્ડન ચોકથી રામનાથપરા રોડથી રામનાથપરા ગરબી ચોકથી કોઠારીયા નાકા પોલીસ ચોકી સુધી તમામ વાહનો માટે પ્રવેશ બંધ તથા નો-પાકીંગ જાહેર કરવામાં આવ્યા છે.
કોઠારીયા નાકા પોલીસ ચોકીથી પેલેસે રોડ થ ગુંદાવાડી પોલીસ ચોકથી કેનાલ રોડ જીલ્લા ગાર્ડન ચોક સુધી પ્રવેશ બંધ તથા નો-પાકીંગ જાહેર કરવામાં આવે છે. સોનીબજાર રોડ કોઠારીયા પોલીસ ચોકીથી દરબારગઢ સુધી પ્રવેશ બંધ તથા નો-પાકીંગ જાહેર કરવામાં આવ્યા છે.
ગુજર બજાર એ-વન હોટલ ચોકથી કોઠારીયા પોલીસ ચોકી સુધી પ્રવેશ બંધ તથા નો-પાકીંગ જાહેર કરવામાં આવ્યા છે. ભુપેન્દ્ર રોડ દિવાનપરા પોલીસ ચોકીથી પેલેસ રોડને મળે ત્યાં સુધી ભુપેન્દ્ર રોડ કોર્નર સુધી પ્રવેશ બંધતથા નો પાકીંગ જાહેર કરવામાં આવ્યા છે.
ચુનારાવાડ બેઠા પુલના ખુણેથી રામનાથ પરા પોલીસ લાઇનના ઝાપા સુધી પ્રવેર બંધ તથા નો પાકીંગ જાહેર કરવામાં આવ્યા છે. આમ ઉપર મુજબના રસ્તાઓ તા. 9-8-22 ના કલાક 00.30 થી તા. 9-8-22 ના કલાક 6 સુધી તથા તા. 9-8-22 ના બપોરના કલાક 1ર થી ર4 સુધી તમામ પ્રકારના વાહનોની અવર જવર માટે (સાઇકલ સહીત) પ્રતિબંધીત કરવા સારુ રીવાઇઝ જાહેરનામુ પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે.
શહેરમાં 186 તાજિયા, બે અખાડા, 18 પંજા સવારી અને 10 ડુલડુલ નિકળનાર છે. જેને અનુલક્ષી કોઠારીયા નાકા અને ફૂલછાબ ચોક ખાતે ભેગા થતાં તાજિયા-અખાડાને ધ્યાને રાખી આ સંવેદનશીલ પોઈન્ટ ખાતે હથિયારધારી એસઆરપી અને પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જેમાં 2 ડીસીીપ, 8 એસીપી, 15 પીઆઈ, 46 પીએસઆઈ મળી કુલ 1615 કર્મચારીઓ બંદોબસ્ત જાળવશે.